નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

માણવા જેવું છે ગુજરાતના આ દરિયાકિનારાઓનું સૌંદર્ય



 
ગુજરાતીઓની ખાસિયત છે કે તેમને દુનિયાના કોઇ પણ ખૂણે ગોઠી જાય. એવામાં જો દરિયાકિનારો મળે તો ગુજરાતી પ્રજાને તો જલસા જ પડી જાય ને...

દરિયાકિનારાની મજા માણવા મોંઘોદાટ પ્રવાસ કરીને ગોવા કે કેરાલા સુધી લાંબા થવું જરૂરી નથી. આ મજા તમે ગુજરાતમાં પણ માણી શકો છો. ગુજરાતનો દરિયાકિનારો પણ ગોવા જેટલો જ રમણીય અને શાંત છે. આ વેકેશનમાં અહીં જણાવેલા દરિયાકિનારામાંથી કોઇ એક પસંદ કરીને વર્ષભરનો થાક-કંટાળો દૂર કરી શકો છો. પ્રવાસના પ્લાનિંગમાં ગુજરાતના આ શાંત સમુદ્રકિનારા ‘મસ્ટ વોચ’ છે.

માંડવી બીચ: આ બીચને તમે ‘ગુજરાતનું ગોવા’ કહી શકો છો. કચ્છમાં આવેલો આ શાંત દરિયાકિનારો તમને દેશભરના શ્રેષ્ઠ બીચની યાદ અપાવવા માટે પૂરતો છે. માંડવીના બીચ પર વિતાવેલી પ્રત્યેક ક્ષણ તમને ખુશીથી તરબતર કરી દેશે એ નક્કી. કચ્છના માંડવીની મુલાકાત લેનારા આ અદભૂત બીચની અચૂક મજા માણે છે. માંડવીના દરિયાકિનારામાંનો એક કાશી-વિશ્વનાથનો બીચ છે. બીજો સમુદ્રકાંઠો વિન્ડફાર્મ છે. તે માંડવી ગામથી સાતેક કિલોમીટર દૂર આવેલો છે. ગામથી આઠ કિલોમીટર દૂર આવેલા મહારાવના ખાનગી દરિયાકિનારે લટાર મારવા પ્રવાસીઓને મામૂલી પ્રવાસ ફી ચૂકવવી પડે છે. જ્યારે અન્ય બીચ પર પ્રવાસ ફી વગર જઇ શકાય છે.

ચોરવાડ: જુનાગઢથી ૬૬ કિલોમીટર દૂર આવેલો આ દરિયાકિનારો હવા ખાવાનું શ્રેષ્ઠ સ્થળ છે. ત્યાં જુનાગઢના નવાબનો મહેલ આવેલો છે. આ રમણીય બીચ પર પથ્થરની શિલાઓ આવેલી છે.

ગોપનાથ: ભાવનગરની નજીક તળાજા તાલુકાથી ૨૨ કિ.મી. દૂર આવેલું આ પ્રવાસધામ તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ખંભાતના અખાતના કિનારે આવેલો ગોપનાથનો દરિયો હજુ પણ પર્યટકોથી અજાણ્યો છે. ગોહિલવાડના રાજા ગોપનાથનો કિલ્લો અહીં આવેલો છે. આ દરિયાકાંઠે શિવમંદિર આવેલું છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ ગૃહત્યાગ કર્યા પછી અહીં શિવ આરાધના કરીને કૃષ્ણના દર્શન કર્યા હતા એવી દંતકથા છે.

ઉભરાટ: સુરતથી ૪૫ કિ.મી. દૂર આવેલું આ મનમોહક વિહારધામ વૃક્ષો અને વનરાજીથી ઘેરાયેલું છે.

અહેમદપુર માંડવી: ગુજરાતના અહેમદપુર માંડવીમાં આવેલો આ આહલાદક દરિયાકિનારો ભારતના ભવ્ય દરિયાકિનારામાંનો એક છે. દીવ નજીક આવેલો આ સાગરકાંઠો ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવને સાંકળે છે. અહીં સૌરાષ્ટ્ર અને પોર્ટગીઝ સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે.

તીથલ: વલસાડથી પાંચ કિલોમીટર દૂર આવેલા આ નયનરમ્ય દરિયાકિનારાની ખુલ્લી હવા તનમનનો થાક ઉતારી દે તેવી છે. અરબી સમુદ્રના ઘૂઘવાટ વચ્ચે કુદરતી સૌંદર્યથી છલકાતા બીચની નજીક આવેલી વિલ્સન ટેકરી પરથી આસપાસના ગામનું વિહંગાવલોકન થઇ શકે છે. વલસાડથી રિક્ષા કે બસ દ્વારા જઇ શકાય છે. તીથલમાં ખાનગી ગેસ્ટ હાઉસ તથા આરોગ્યધામ અને પ્રવાસ નિગમના વિહારધામમાં રોકાવાની સગવડ છે.

ઉમરગામ: નારગોળની ખાડીના દક્ષિણ કિનારે આવેલું આ ઉત્તમ પ્રવાસધામ છે. બે સદી પહેલાં આ નાનકડું ગામ નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઇ વેપાર વ્યવહારનું કેન્દ્ર હતું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !