નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રિઝર્વેશન માટે રેલવે દ્વારા શરૂ કરાઈ સિસ્ટમ, તમને ખબર છે?



 
વેસ્ટર્ન રેલવે દેશમાં પ્રથમ વખતે એશ્યોર્ડ રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરી દેવાઇ છે, જેમાં અમદાવાદ-મુંબઇ રૂટની તમામ ટ્રનોને નજીકના ભવિષ્યમાં આ ફાયદો મળશે. તત્કાલ ટિકિટ પછી પણ યાત્રીઓને એડવાન્સ રિઝર્વેશન ફેસિલિટી આપવાનો દેશમાં આ સૌપ્રથમ પ્રયોગ વેસ્ટર્ન રેલવેએ ૨ જૂનથી શરૂ કર્યો છે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત મેલ, શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઇ દુરંતોમાં આ સેવા મળી રહેશે.

નવી રિઝર્વેશન સિસ્ટમ શું છે

વેસ્ટર્ન રેલવે દ્વારા શરૂ કરાયેલી એશ્યોર્ડ રિઝર્વેશન સિસ્ટમ યાત્રીને વધારાની સવલત છે. હવેથી તત્કાલ ટિકિટમાં જો વેઇટિંગની યાદી લાંબી હશે તો રેલવેના જવાબદાર અધિકારીઓ તરત જ વધારાના કોચ લગાડવા ૨૪ કલાક પેહલા નિર્ણય લેશે, જેમાં પ્રથમ તમામ તત્કાલ વેઈટિંગ કવોટાને પ્રાધાન્ય અપાશે. તત્કાલ વેઇંટિંગ લિસ્ટની ટિકિટોને કન્ફર્મ કરાશે ત્યારબાદ અન્ય વેઇટિંગ લિસ્ટ. તત્કાલ ધારકની ટિકિટ કન્ફર્મ થઇ જાય તે માટેની તકેદારી વેસ્ટર્ન રેલવે લેશે. વધારાના કોચ લગાવીને તત્કાલ ટિકિટને કન્ફર્મ કરવાની આ સ્કીમને એશ્યોર્ડ રિઝર્વેશન સિસ્ટમ કહેવાય છે.

રોજના ૩૦ નવા કોચ લગાવાઈ રહ્યા છે

હાલમાં વેસ્ટર્ન રેલવે રોજ નવા ૩૦ કોચ લગાવી રહ્યું છે. આ મામલે જે તે ટ્રેનમાં વધુમાં વધુ ૨૪ કોચ રાખવા પડશે. આમ હાલમાં ૨૨ ડબ્બાની ટ્રેનને ૨૪ સુધી કરી શકાશે. આ ઉપરાંત ટ્રેનની તેટલા કોચ ખેંચવાની ક્ષમતાને પણ ધ્યાનમાં લેવાશે.

અધિકારીઓ નવી સ્કિમ વિશે અજાણ

એશ્યોર્ડ રિઝર્વેશન સિસ્ટમ વિશે પૂછતાં સુરતના એરિયા ઓફિસર એચ.ડી. મીણા કે અન્ય કોઇપણ અધિકારીને આ સિસ્ટમની ખબર ન હતી. આમ લોકોની સુખાકારી માટે બનાવાયેલી આ સ્કીમની વિગતથી ખુદ અધિકારીઓ જ અજાણ છે તો પછી સામાન્ય વ્યક્તિને આ બાબતે ક્યાંથી ખબર હોય?

ફેસિલિટી તમામ ટ્રેનોમાં અપાશે

વેસ્ટર્ન રેલવેએ હાલમાં તમામ લોંગ ડસ્ટિન્સ ટ્રેનોમાં એશ્યોર્ડ રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરવા તમામ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે. હાલમાં રેલવે પાસે કોચ પુરતા છે. તેઓ તત્કાલ ટિકિટ ધારકની ટિકિટ કન્ફર્મ થાય તે માટે પ્રથમ પ્રાધાન્ય આપશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !