નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોન્સૂન : આ ૠતુમાં થોડી કાળજી રાખીને સ્ટાઈલિશ બની શકાય

રસાદની મોસમ આવે એટલે કાળઝાળ ગરમીમાંથી રાહતનો શ્વાસ લેવાનો મોકો મળે. આગ ઓકતું આકાશ જ્યારે ધારે ધારે વરસે ત્યારે કુદરતની કરામતનો આહ્‌લાદક અનુભવ થાય. ધોળા દહાડે ગોરંભાયેલા આકાશ થકી થતો સમી સાંજનો અનુભવ, વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે ધોધમાર તૂટી પડતો વરસાદ રોમ રોમને આનંદ અને રોમાંચથી ભરી દે, ત્યારે કામ પર જતાં લોકો માટે મુશ્કેલી સર્જાય. નોકરી-ધંધે જતી વખતે ભીંજાવાની મોજ કેમ મણાય? ગમે તેટલા વરસાદમાં પણ ઓફિસે તો કોરા થઈને જ બેસવું પડે. વળી માનુનીઓને તો તૈયાર થવાની ચંતા પણ ખરી. શું પહેરવું? કેવો મેકઅપ કરવો, જેથી વરસાદમાં પણ ફેશનથી વંચિત ન રહેવું પડે.
આ સંદર્ભમાં કેટલાંક મુદ્દા ઘ્યાનમાં રાખવા અત્યંત આવશ્યક છે. જો તમે ઉનાળા દરમિયાન લેધરની પર્સ વાપરી હોય તો, ચોમાસું બેસતાં જ સૌથી પહેલા પર્સ બદલવાની પેરવી કરો. આ ૠતુમાં રેક્ઝિનની બેગ સૌથી સગવડદાયક પુરવાર થાય છે. આ વષે મેટાલિક -લુકની, રંગબેરંગી, મોટી સાઈઝની હેન્ડબેગની ફેશન પૂરબહારમાં ખીલી છે. તમે તમારી પસંદગીની બેગ તેમાંથી ખરીદી લો. આ બેગમાં તમે હળવાં વજનના અને ઓછી જગ્યામાં સમાઈ શકે એવા વસ્ત્રો અને આંતરવસ્ત્રોની જોેડી સાથે રાખી શકો, જેથી કામના સ્થળે પહોેંચો ત્યારે જો ભીંજાઈ ગયા હો તો કોરાં વસ્ત્રો પહેરી શકાય. આ ઉપરાંત છત્રી, રેઈન કોેટ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ તેમાં મુકી શકાય. વળી રેક્ઝિનની બેગ વજનમાં હળવી હોવાથી ઊંચકવામાં પણ સરળ રહે છે.
વરસાદના દિવસોમાં ઝડપથી સુકાઈ જાય એવાં મટિરિયલના અને ઘેરા રંગના વસ્ત્રો સુસંગત ગણાય છે. તમારી બાજુમાંથી થતાં વાહનના છાંટા ઉડે તોય ઘેરા રંગમાં તે ઝટ નજરે નથી ચડતાં. આ ઉપરાંત ફેશનેબલ કન્યાઓ અને યુવતીઓ માટે ધુંટણ સુધીની કે ધુંટણથી થોડી નીચે આવતી કેપ્રી બેસ્ટ ચોેઈસ ગણાશે. કેપ્રી સાથે શોર્ટ જેકેટ આ સિઝનમાં ઈન છે. વળી તે સગવડદાયક પણ છે. આ ઉપરાંત લાંબા ટોપ કે કુરતી સાથે ટાઈટ્‌સ પણ વર્ષા ૠતુને અનુરૂપ પહેરવેશ છે.
કોલજ જતી કન્યાઓ તો વરસાદના દિવસોમાં મિની સ્કર્ટ પહેરવાનો મોકો ઝડપી લે છે. પણ જો તમને ખાતરી હોય કે તમે ભીંજાઈ જ જવાના છો, તો જિન્સ પહેરવાનું ટાળો. ભીંજાઈ ગયેલી જિન્સ વજનમાં ખૂબ ભારે થઈ જાય છે અને જલ્દી સુકાતી પણ નથી. ઘેરા રંગના વસ્ત્રો સાથે કેવા રંગના જૂતાં પહેરવાં? વળી પાણીમાં ભીંજાય તોય ખરાબ ન થાય, લપસી ન જવાય અને સુંદર પણ લાગે એવા પગરખાં લેવા હોય તો ટ્રાન્સપરન્ટ હિલ્સ પર પસંદગી ઉતારો. તે બધા જ રંગના ડ્રેસ સાથે મેચ પણ થશે અને સુંદર પણ લાગશે.
આજની તારીખમાં છત્રી માત્ર વરસાદથી બચવાનું સાધન ન રહેતાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ બની ગઈ છે. કાળા રંગની છત્રી તો હવે શાળાએ જતી છોકરીઓ પણ નથી વાપરતી. આ વરસાદની સિઝનમાં રંગબેરંગી ફંકી છત્રી લઈ આવો. આ ઉપરાંત તમે જો મીની સ્કર્ટ કે કેપ્રી સાથે સરસ મઝાનું બેલ્ટ પહેર્યું હોય તો રેઈન કોટ નીચે તેની સુંદરતા ઢંકાઈ જશે. તમારો ફેશનેબલ ડ્રેસ પણ નહીં દેખાય. માટે જો રેઈનકોટ પહેરવાનો ઈરાદો હોય તો પારદર્શક રેઈનકોટ ખરીદો.
વરસતા વરસાદમાં ગમે તેટલી કાળજી કરશો તો પણ મેકઅપ ધોવાઈ જવાની ભિતી રહેશે જ. તેથી જ આ દિવસો દરમિયાન શક્ય હોય ત્યાં સુધી મેકઅપ કરવાનું ટાળો. અથવા તદ્‌ન હળવો મેકઅપ કરો. માત્ર લાઈટ કલરની લિપસ્ટિક પણ પુરતી થઈ રહેશે. આમ છતાં નિત્ય નિયમ મુજબ ક્લિન્ઝર અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનું ન ચૂકો.
વર્ષા ૠતુમાં સારસંભાળ પણ યોગ્ય રીતે રાખવી જરૂરી બની જાય છે. ભૂલેચૂકે પણ ભીનાવાળ સાથે ન સુઓ. રાત્રે બહારથી આવોત્યારે વાળ ભીંજાઈ ગયા હોય તો સુતી વખતે બ્લો ડ્રાય કરી લો. આ ઉપરાંત આ દિવસોેમાં વાળનું સ્ટ્રેટનીંગ કરાવવાનો કોઈ અર્થ નહીં સરે. વાતાવરણમાં રહેલા ભેજથી વાળ વેવી થઈ જતા હોવાથી સ્ટ્રેટનીંગ કરાવવાનું ટાળો. તેવી જ રીતે વરસાદમાં ભીંજાયેલા વાંકડીયા વાળમાં થતી ગૂચ ઉકેલવાનું પણ મુશ્કેલ હોવાથી, વાળ કર્લી કરાવવાનું પણ ટાળો. આ સમય દરમિયાન પોનીટેઈલ સારો વિકલ્પ પુરવાર થશે.
આ તો થઈ બાહ્ય દેખાવની વાત. પણ આંતરિક સૌંદર્યનું શું? હકીકતમાં બાહ્ય સુંદરતા ત્યારે જ આવેછે, જ્યારે તમે અંદરથી સ્વસ્થ હો, તો જ બહારથી આકર્ષક લાગી શકો.વરસાદની મોસમને માંદા પડવાની ૠતુ પણ ગણવામાં આવે છે. તેથી આ સિઝન દરમિયાન ખાણીપીણીની કાળજી લેવાનું ખૂબ જરૂરી બની જાય છે. વાસી કે ટાઢો ખોરાક લેવાનું ટાળો. રસ્તા પર મળતી વાનગીઓ ખાવાનું તો વિચારતા સુઘ્ધાં નહીં. બને ત્યાં સુધી તાજો અને ગરમ આહાર લો. બહાર જાઓ તો ઘરેથી ટિફીન લઈને જાઓ. ખૂબ વરસાદ હોય ત્યારે શરીરને ગરમી મળે એવોે ખોરાક લો.
આ દિવસો ઝુંપડપટ્ટીમાં કે ફૂટપાથ પર વસતા ગરીબ લોકો માટે સૌથી કપરો કાળ ગણાય છે. જ્યારે તમે પોતાની જાતનું આટલું ઘ્યાન રાખો છો, ત્યારે તેમને પણ રેઈન કોટ, તાળપત્રી જેવી વસ્તુઓ પૂરી પાડો. જ્યારે વરસાદ માઝા મૂકે અને તેઓ તેમના રોેજગારથી પણ વંચિત રહી જાય ત્યારે તેમને તાજું રાંધેલું ભોજન જમાડો. આખરે અન્નદાનથી શ્રેષ્ઠ દાન બીજું કયું હોઈ શકે ભલા?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી