નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

યૂઝ તો કરો છો જી-મેઇલ, પણ છે તેની જાણકારી?

આજકાલ ઇન્ટરનેટનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે અને મોટા ભાગના લોકો ઇ-મેઇલ આઇડી ધરાવે છે. આજે જાણીએ જી-મેઇલના એકાઉન્ટની કેટલીક સગવડ વિશે, જેની મદદથી એનો ઉપયોગ વધુ સરળ અને સુવિધાભર્યો બની જશે...

-ઇ-મેઇલ અને મેઇલ પ્રીવ્યૂ
નેટવર્ક ધીમું હોય ત્યારે આ બંને લેબ ફીચર્સનો ઇ-મેઇલ ખોલ્યા વિના ઉપયોગ થઇ શકે છે. નેટવર્ક ધીમું હોય ત્યારે જી-મેઇલ ખોલો, ત્યારે જમણી તરફ ‘લોડ બેઝિક એચટીએમએલ (ફોર સ્લો કનેકશન્સ)’ લખેલું જોવા મળે છે. આના પર ક્લિક કરવાથી આઇડી ખૂલી જશે અને તમે આઇડીનો ‘ઇનબોક્સ પ્રીવ્યૂ’ જોઇ શકશો. આવું બીજું ફીચર છે, ‘મેઇલ પ્રીવ્યૂ.’ કોઇ પણ ઇ-મેઇલ પર રાઇટ ક્લિક કરીને તમે એ જાણી શકશો કે મેઇલમાં શું લખેલું છે.

-પ્રાયોરિટી ઇનબોક્સ
ગૂગલની આ સેવાને તમારી ઇચ્છા મુજબ આયોજિત કરવાની જરૂર છે. ‘પ્રાયોરિટી ઇનબોક્સ’ અગત્યના ઇ-મેઇલ્સને પ્રાથમિકતા આપી તેને ઉપર રાખે છે. એ મેઇલ નવા હોય એ જરૂરી નથી. જી-મેઇલ એકાઉન્ટના સેટિંગ્સમાં જઇને આ વિકલ્પ સેટ કરી શકો છો.

-લેબલ
અન્ય ઇ-મેઇલ સુવિધાઓ કરતાં જી-મેઇલ ‘લેબલ’ની સુવિધા આપે છે, જે ફોલ્ડર કરતાં વધારે સુવિધાજનક છે. આનાથી અનેક ઇ-મેઇલ્સને વગીgકૃત કરી એક જ ઇ-મેઇલને અનેક લેબલ આપી શકાય છે. આના લીધે અગત્યના ઇ-મેઇલ્સ પસંદ કરવાનું સરળ બને છે. જેમ કે, ઓફિસના ઉપયોગી મેઇલ્સ એક લેબલમાં રાખી શકો છો.

-ફિલ્ટર
ફિલ્ટર એક રીતે એકાઉન્ટની સફાઇ કરે છે. જો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર હો, તો તેના અપડેટ્સથી ઇ-મેઇલ આઇડી ભરાઇ જાય છે. એ માટે તમે ફિલ્ટર કરી શકો છો. જ્યારે કોઇ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી મેઇલ આવે, ત્યારે તેને વાંચેલો માનીને સાઇટનું લેબલ લગાવી તેને આકૉઇવ (દર્શાવેલો) કરી દે. આ રીતે આવેલા મેઇલ વાંચી શકવા સાથે ઇનબોક્સ પણ સાફ રહેશે. આ વિકલ્પ પણ સેટિંગ્સમાં મળી રહેશે.

-ઓફલાઇન જી-મેઇલ
આ વિકલ્પ દ્વારા તમે જી-મેઇલનો ઉપયોગ જ્યારે નેટવર્ક કનેકશન ન હોય ત્યારે કરી શકો છો. તમારે માત્ર સેટિંગ્સમાં જઇને ઓફલાઇન વિકલ્પ પસંદ કરીને સેટિંગ્સ ઇનસ્ટોલ કરવાના રહેશે.

-કી-બોર્ડ શોર્ટકટ
જી-મેઇલ સેટિંગ્સમાં કી-બોર્ડ શોર્ટકટ છે. તમે માત્ર ‘સી’ દબાવીને નવો મેઇલ કમ્પોઝ કરી શકો છો. એ જ રીતે ‘પી’ કે ‘એન’ દ્વારા પહેલાંનાં કે નવા ઇ-મેઇલ ખોલી શકો છો. તમે કસ્ટમ શોર્ટકટ પણ બનાવી શકો છો.

-જી-મેઇલ લેબ
જી-મેઇલ લેબમાં અનેક વિકલ્પ દ્વારા તેનું રૂપ બદલી શકાય છે. જેમ કે, ‘અનડુ સેન્ડ’ એટલે કે મોકલેલો ઇ-મેઇલ કાઢી નાખવો. આ વિકલ્પ ‘એનેબલ’ કરો, તો કોઇ વ્યક્તિને ભૂલથી કરેલો મેઇલ અનડુ કરી શકો છો.

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી