નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવી સાઈટ્સ અચૂક સર્ચ કરો, નોલેજ વધશે




About.comવિકિપીડિયા દ્વારા કરતાં ઘણી વહેલી શરૂ થયેલી આ સાઇટ પર પણ વિકિપીડિયા જેવી જ સામગ્રી છે. પરંતુ આમાં તમે તમારા તરફથી કંઇ લખી કે હટાવી શકતાં નથી. તમે તમારી મનગમતી વસ્તુ સર્ચ કરો અથવા ડિરેક્ટરીની મદદ પણ મેળવી શકો છો. આમાં અલગ-અલગ વિષય પર ઢગલાબંધ માહિતીનો સંગ્રહ છે.

Howstuffworks.comમોટાભાગે જરૂરી ઉત્પાદનો, ટેક્નિક, મશીન્સ, ભૌગોલિક ઘટનાઓ, સોફ્ટવેર હાર્ડવેર વગેરે કઇ રીતે કાર્ય કરે છે? કોઇપણ રઝિલ્ટ મેળવતાં પહેલાં તેના બેકગ્રાઉન્ડમાં શું શું હોય છે?તેને જાણવા માટે આ વેબસાઇટ ઘણી ઉપયોગી છે. તેના લાખો પેજીસમાં ઘણા બધી જાણકારીઓ મળે છે.

switchzoo.comઆ વેબસાઇટ પર પ્રાણીઓ માટે માહિતી મળે છે. અહીંયા તમને જ્ઞાનવર્ધક જાણકારી ઉપરાંત તેની સાથે જોડાયેલી વાર્તાઓ અને ડ્રોઈંગ્ઝ પણ જોવા મળે છે. સાથે અહીંયા પ્રાણીઓના અવાજ સિવાય તેનો વીડિયો પણ જોઇ શકાય છે. જંગલની લાઇફ સાથે જોડાયેલાં ઢગલાબંધ વીડિયો પણ અહીંયા તમને જોવા મળશે. સેરેનગેટી નેશનલ પાર્કની સાઇટ Serengeti.Org પણ વન્ય જીવન પર ઘણી બધી જાણકારીઓ આપે છે.

Wordcentral.comજો ઈંગ્લીશની પ્રેક્ટિસ કરવી હોય તો મરિયમ વેબસ્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સાઇટ ઘણી ઉપયોગી છે. અહીંયા તમને ડિકશનરી, થિસોgરસ અને રાઇમિંગમાંથી આપણે જરૂરી જાણકારી મેળવી શકાય છે. આ સાઇટ શબ્દોનો અર્થ, સાચું ઉચ્ચારણ અને હીસ્ટ્રીને પણ બતાવે છે. તેમાં એક જેવા ઉચ્ચારણ ધરાવતાં શબ્દો ઘણી જલદીથી મળી જાય છે. પોતાની ડિકશનરી બનાવવાથી લઇને શબ્દો આધારિત ગેમ પણ હાજર છે.

Windowswuniverse.Orgઅંતરિક્ષ, સૂર્યમંડળ અને આપણી પૃથ્વી વિશેની માહિતીનું સુંદર સંકલન અહીંયા મળે છે. સામાન્ય રીતે જયૂપિટર પર હાજર ગ્રેટ રેડ સ્પોટ શું છે? સુપર નોવા કોને કહે છે? જેવા હજારો સવાલોના રસપ્રદ જવાબો અહીંયા મળે છે. સ્પેસ સાથે જોડ઼ાયેલા તાજાં સમાચારો, શિક્ષકો માટે પણ શ્રેષ્ઠ સામગ્રી અહીંયા મળે છે.

Whyfiles.orgકોઇપણ ઘટના પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણોનો ખુલાસો કરતી આ વેબસાઇટ સાયન્સના બાળકોને વધુ પસંદ આવે છે. તેનાં આકૉઈવ સેકશનમાં બાયોલોજી, જીયોલોજી, એન્વાર્યમેન્ટ, સોશિયોલોજી જેવા વિષયો પર સેંકડો ઉપયોગી લેખો મળશે. જે સ્ટુડન્ટ્સને જાણકારી માટે ઉપયોગી રહેશે.

Pbskds.org ખાસ કરીને ચોથા-પાંચમાં ધોરણના બાળકોમાં આ વેબસાઇટ ઘણી લોકપ્રિય છે. પીબીએસ ટીવી ચેનલ દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઇટમાં કાર્ટૂન ચેનલના શોના લોકપ્રિય પાત્ર બાળકો સાથે વાત કરે છે અને રમત-રમતમાં તેમને ઘણું બધું શીખવાડી દે છે. અહીંયા અંકો, શબ્દો, વિજ્ઞાન વગેરે સાથે જોડાયેલા રસપ્રદ રમતો અમે એક્સરસાઇઝ બાળકોને બાંધી રાખે છે.

Curiosity.Discovery.comઆ વેબસાઇટ સ્કૂલે જતાં બાળકો માટે ઘણી ઉપયોગી છે. અહીંયા પ્રાણી, લોકો અને સ્થળો વિશેની જાણકારી મળે છે અને આ બધું એટલી સરળતાથી બતાવવામાં આવ્યું છે કે તમે બોર થતાં નથી. બાળકોને મેથ્સ વિશે જાણવું હોય કે પછી જયોગ્રોફી વિશે, અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલાં રોમાંચક તથ્ય હોય કે ઐતિહાસિક ઘટના હોય, અહીંયા ઢગલાબંધ વેરાયટી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી