નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

9 એવી વેબસાઇટ, જેના દ્વારા મોકલી શકો છો Free SMS

એસએમએસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આ વેબસાઇટ બની શકે છે ઉપયોગી 

દિવસેને દિવસે ટેલિફોન કંપનીઓ મોબાઇલ ટેરિફની સાથે એસએમએસના ભાવમાં પણ વધારો કરી રહી છે. પરંતુ કોલેજ જનારા યુવાઓ એસએમએસ વગર કઇ રીતે રહી શકે! તમે પણ વધુ કિંમતને કારણે તમારા મિત્રોને એસએમએસ ન કરી શકો તો કેટલીક એવી વેબસાઇટને પણ જાણો તેનાથી દેશભરના કોઇપણ સ્થળે એસએમએસ મોકલી શકાય છે.

1.yahoo Messenger :યાહુ મેસેન્જરને ડાઉનલોડ કરીને તેનાથી ન માત્ર ફ્રી એસએમએસ જ કરી શકાતો નથી પરંતુ યાહુ મેલ આઇડીને ખોલ્યાં વગર ઈ-મેલ પણ કરી શકાય છે.

2.AOL messenger:એઓએલને તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને આખા દેશમાં ફ્રી એસએમએસ મોકલી શકો છો.

3.Rediff Bol:રેડિફ બોલનો પ્રયોગ કરવા માટે યુઝરને એક એકાઉન્ટ બનાવવું પડે છે. ત્યારબાદ તે તેના દ્વારા ફ્રી એસએમએસ કરી શકે છે.

4.Google SMS channel: એક સાથે ઘણાબધા એસએમએસ કરવા માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. તેની મદદથી યુઝર ચેનલ ક્રિએટ કરી શકે છે, જેના દ્વારા ઘણા બધા લોકોને એક્સાથે એસએમએસ કરી શકાય છે.

4.Ibibo:આઇબીબો ભારત સિવાય વિદેશમાં પણ ઘણી મશહુર છે. ફ્રી એસએમએસ કરવા માટે આઇબીબોમાં એક એકાઉન્ટ બનાવવાનું હોય છે. ત્યારબાદ ફ્રી એસએમએસનો ઓપ્શન ક્લિક કરી કોઇને પણ એસએમએસ કરી શકો છો.

5.160by2:એસએમએસ માટી બહુ જાણીતી સાઇટ છે. કારણ કે તેને માત્ર એસએમએસ કરવા માટે જ બનાવવામાં આવી છે. 

6.Way2sms:તેને પણ માત્ર એસએમએસ મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના દ્વારા એસએમએસ મોકલવા માટે તમે કોઇ પણ યુઝર નેમનું આઇડી બનાવી શકો છો.

7.Indyrocks:આ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. જેમાં ફ્રી એસએમએસનું ફિચર પણ આપવામાં આવ્યું છે. જેના દ્વારા તમે ૧૩૦ કેરેક્ટર સુધી એસએમએસ મોકલી શકો છો.આમ આ ઢગલાબંધ વેબસાઇટની મદદથી તમે દેશના કોઇપણ ભાગમાં એસએમએસ મોકલી અને પળવારમાં તમારો મેસેજ પાસ કરી શકો છો.

8.krify:આની મદદથી તમે ૧૦૦ કેરેકટર સુધી એસએમએસ મોકલી શકો છો. તે પણ સાઇનઅપ કર્યા વગર. આ સિવાય તેમાં ફોનના કોન્ટેકટ પણ સેવ કરી શકાય છે. આમ એસએમએસ સેન્ડીંગ માટે આ વેબસાઇટ ઘણી ઉપયોગી છે.

9.Sms7:તેની મહત્વની વાત એ છે કે, તેમાં તમે ફ્રી એસએમએસ સાઇટ્સની સામે ૪૪૦ કેરેકટ્ર સુધીના એસએમએસ મોકલી શકો છો. આથી અન્ય સાઇટ કરતા આ સાઇટ એસએમએસ મોકલવા બેસ્ટ મનાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી