નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પતિ ઘરે તો પત્ની ના ઘણા કામ કરી શકે

સમીર ઓફિસે જવાની તૈયાર કરી રહ્યોે હતો. ‘‘મઘુ, મારા બૂટ ક્યાં મૂક્યા છે? મારું ટિફિન તૈયાર થઈ ગયું? આ શું મારા શર્ટમાં બટન પણ નથી ટાંક્યું અને પેન્ટ તો ઈસ્ત્રી વગરનું છે. મારી ડાયરી પણ નથી મળતી. મારું એકેય કામ તે કર્યું નથી. તને ખબર તો છે કે આ બધાં કામ મારાથી નથી થતાં.’’
આ વાર્તાલાપથી સ્પષ્ટ જાહેર થાય છે કે જે કામ પત્નીએ નથી કર્યાં એની ફરિયાદ કરવાના બદલે પતિ જાતે પણ એ કામો કરી શકે છે, પરંતુ પતિ એવું માને છે કે આ કામો પત્નીએ કરવાના હોય છે. એ ઈચ્છે છે કે પત્ની ઘર, પતિ, માતા-પિતા બધાની બરાબર કાળજી લે. પત્નીએ શું કરવું જોઈએ. એના જવાબોે એની પાસે છે. પણ પોતે પોેતાના અમુક કામો જાતે કરવા જોેઈએ જેથી પત્નીને થોેડી રાહત મળે એવું વિચારવા જેટલી સમજશક્તિ એનામાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ઘરનું પત્નીનું બાળકોનું કામ કરવાની વાત તો દૂર માત્ર પોતાનું કામ કરવાની જવાબદારી પણ સ્વીકારતો નથી.
આપણા સમાજમાં છોકરીઓમાં નાનપણથી જ જવાબદારી, કુશળતા અને ચોક્સાઈના સંસ્કારો સીંચવામાં આવે છે. નાનપણથી એને પોતાના ભાઈઓનાં કામો કરવાની ટેવો પાડવામાં આવેે છે અને આગળ જતાં એણે આખું ઘર અને પતિની જવાબદારી પણ સંભાળવી પડશે એવી શિખામણ આપવામાં આવે છે. દીકરી હોય, પત્ની હોય, વહુ હોય કે મા. દરેક સ્વરૂપમાં સ્ત્રી પુરુષનું લાલન-પાલન કરે છે. એનું ભોજન, કપડાં ધોવા-સંકેલવા, ઈસ્ત્રી કરવા, એની વસ્તુઓ સાચવીને ઠેકાણે મૂકવી, એના માટે ચા-નાસ્તો બનાવવો વગેરેની સાથે સાથે એક સ્ત્રીએ આખા ઘરની નાની-મોટી કેટલીયે જવાબદારી ઉઠાવવાની હોય છે. એમાંથી સમય મળે ત્યારે એ પોેતાના અંગત કામો માટે સમય ફાળવી શકે છે. જો કે, કેટલાક પતિ-પત્નીને ચા બનાવી આપે છે, ઘરની સાફ-સફાઈમાં મદદ કરે છે, શાક સમારી આપે છે અને બાળકોને પણ સાચવે છે, પરંતુ મહદ્‌અંશે એવા પુરુષો જોવા મળે છે જે દરેક નાની-નાની બાબતમાં પણ પત્ની પર નિર્ભર રહે છે. માનસી કહે છે કે જો મારે બે દિવસ માટે પણ બહારગામ કે પિયર જવું હોય તો અઠવાડિયા પહેલાં પૂરી તૈયારી કરવી પડે છે. પતિના કપડાં ધોઈને ઈસ્ત્રી કરી તૈયાર રાખવા, નાસ્તો બનાવવો, પૂરી કે થેપલાં બનાવવા, એમને જરૂર પડનારી બધી ચીજવસ્તુઓ હાથવગી રાખવી વગેરે તેમ છતાં કંઈ વસ્તુ ક્યાં મૂકી છે એ જાણવા માટે દિવસમાં દસવાર એમના ફોેન આવે અને ઘેર આવીને જોઉં તોે બઘું રફેદફે... ક્યાંક વાળ્યા વગરના, ખુલ્લા પેપરનાં પાના ઉડાઉડ થતાં હોય તો પલંગ પર અને બાથરૂમમાં ધોયા વગરના મેલા કપડાં પડ્યાં હોય તોે વળી, રસોડામાં ગંદી ડિશો અને કપ-રકાબી પડ્યા હોય. આ બધા પરથી સ્વાભાવિક રીતે જ એવું થાય કે પત્ની આટઆટલું કામ કરતી હોવા છતાં તેની હંમેશા ટીકા અને ફરિયાદો જ કર્યા કરતો અને એના પર રોફ જમાવતો પતિ શું પોતાનું નાનું અમથું કામ કે પોતાની સંભાળ પણ જાતે લઈ શકશે ખરો?
પુરુષોનો બેદરકાર અને સ્વતંત્ર સ્વભાવ
પુરુષ સ્વાભાવિક રીતે જ થોડો બેદરકાર અને સ્વતંત્ર હોેય છે. જેટલી કાળજી અને સંભાળ એક સ્ત્રી લઈ શકે છે. એટલી એક પુરુષ કદી લઈ શકતો નથી. એટલે જ તો નર્સંિગ જેવી સેવા અને સંભાળનું કામ મોટે ભાગે મહિલાઓ જ કરે છે. પુરુષ સ્ત્રીની મદદ વગર પોતાની કાળજી પણ લઈ શકતો નથી. એટલા માટે પત્ની બીમાર હોય કે ઘરથી બહાર ગઈ હોય ત્યારે પતિ બિલકુલ પાંગળો થઈ જાય છે. આવા સંજોગોમાં પત્નીની સેવા કરવાનું કે બાળકોની સંભાળ લેવાનું તો દૂર, તે પોતાનું કામ પણ બરાબર રીતે કરી શકતો નથી. ઉછેરવાની જવાબદારી પ્રકૃતિએ નારીને સોંપી છે. આ જવાબદારી નિભાવવા ધીરજ, હંિમત અને માતૃત્વની ભાવનાની જરૂર પડે છે અને એ સ્ત્રીમાં જ હોય છે. 
પુરુષો માટે પોતાની સારસંભાળ લેવાનું પણ અઘરું બની જતું હોવાનું એક કારણ એ પણ છે કે શરૂઆતથી જ એમને ઘરના કામકાજથી દૂર રાખવામાં આવે છે. એના કારણે એમને ઘરના કોઈપણ કામની જાણકારી હોતી નથી. એટલા માટે એ ઘરની સ્ત્રીઓ પર નિર્ભર રહે છે. કેટલાક પુરુષો કામો કરવામાં નાનપ સમજે છે. આથી તેઓ આવાં કામો કરવાનો પ્રયત્ન પણ કરતા નથી. એમને આ કામો આવડતાં નથી એવું નથી, પણ અમને આવાં કામો કરવા નથી. વિદેશોમાં પુરુષોનો દ્રષ્ટિકોણ આવો નથી ત્યાં ઘરનાં કામો સ્ત્રી અને પુરુષ બંને મળીને કરે છે. એટલા માટે ત્યાં પુરુષો પણ બાળકોેના ઉછેરનું કામ પણ ખૂબીપૂર્વક કરીને પોતાની સંભાળ પણ લે છે.
ઘરનાં કામોમાં પુરુષોએ પણ મદદ કરવી જોઈએ.
પુરુષો પોેતાનું કામ નથી કરી શકતા એની પાછળ સ્ત્રીઓની મનોવૃત્તિ પણ જવાબદાર હોય છે. સ્ત્રી પોેતાના પતિ કે દીકરાનાં બધાં કામો કરવામાં સુખ અનુભવે છે. એવ્ એવું માને છે કે પુરુષ ઘરનાં કામ કરે એ સારું ન લાગે.
સ્ત્રી ઘરની જવાબદારી નિભાવવાની સાથે સાથે ઘરની બહાર નીકળીને પતિની આર્થિક જવાબદારીમાં પણ મદદરૂપ થાય છે. તો પછી પતિએ પણ પોતાનું કામ જાતે જ કરવાની અને ઘરના કામમાં મદદરૂપ થવાની ટેવ પાડવી જોેઈએ. જે પુરુષ પોતાનું કોઈ કામ જાતે ન કરી શકતો હોય એણે પત્નીનાં કામોમાંથી ભૂલો કાઢવી કે એની નંિદા કરવી ન જોઈએ. ઊલટાનું એના કામની કદર કરી એની પ્રશંસા કરવી જોેઈએ. એણે પત્નીનું આત્મસન્માન વધારવામાં મદદ કરવી જોઈએ. એની સમસ્યાઓને શાંતિથી સાંભળવી જોઈએ અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં મદદ કરવી જોઈએ. એક આઘુનિક પુરુષની જેમ પત્નીના કામમાં મદદ કરવી જોઈએ. સ્ત્રીપુરુષ બંને એકબીજાના પૂરક છે. અમુક કામો માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે એ સ્વીકારીએ તો સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે પુરુષ પોતાની ફાવટ અનુસારના કામ કરાવે અને પોતાનું કામ જાતે જ કરે તો સ્ત્રીને ઘણો ટેકો મળે છે. વળી, એના લીધે પુરુષને એ ફાયદો થશે જ કે એ સ્ત્રીની ગેરહાજરીમાં પણ ઘરનાં પોેતાનાં કામો સરળતાથી કરી શકશે. આજે જ્યારે સ્ત્રીઓ ઘરની અને બહારની બંને પ્રકારની જવાબદારીઓ નિભાવી પોતાની કાર્યક્ષમતા અને કુશળતા પુરવાર કરી રહી છે, તો પુરુષો ઘરનાં કામો કરીને પોતાની આવડત અને સમજદારી પુરવાર ન કરી શકે?

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !