નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેનેડાનો મુરતીયો હનીમૂન કરી ફરાર, વડોદરાની યુવતીના દર્દભર્યા હિબકાં

- થાઈલેન્ડ હનીમૂન મનાવી પત્નીને છોડીને પતિ કેનેડા ફરાર

શહેરના વાડી વિસ્તારમાં રહેતી ઉચ્ચશિક્ષિત યુવતી સાથે ઈન્ટરનેટના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ તેની સાથે અત્રે આવીને લગ્ન કરનાર કેનેડાનો બીજવર થાઈલેન્ડમાં હનીમૂન મનાવીને અત્રે પરત ફર્યા બાદ તેની પ્રથમ પત્નીને છૂટાછેડા માટેના R ૧૦ લાખની માગણી કરી તેમજ તક મળતાં બીજી પત્નીને તરછોડીને કેનેડા ફરાર થઈ જતાં આ અંગેની યુવાન પરિણીતાએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શહેરના વાડી તાઈવાડામાં રહેતી કવલ અબ્દુલકરીમ મહેદવી ભારત સરકારના પ્રોજેક્ટમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. કેનેડામાં રહેતા અબ્દુલહકીમ અહેમદઅબ્દુલ રહેમાન સાથે મેટ્રીમોનીયલ સાઇટ પર નેટ મારફતે પરિચય થયો હતો. ગત ૧૭ જૂન-૧૧ના રોજ વડોદરામાં બંનેની મુલાકાત બાદ લગ્નની તારીખ નક્કી કરી હતી અને શરાફી હોલમાં લગ્ન કર્યુ હતું.

લગ્ન બાદ તે ત્રણ દિવસ પતિ સાથે હોટલમાં રોકાયા હતા અને ત્યારબાદ તેઓ સાત દિવસના હનીમૂન માટે થાઈલેન્ડ ગયા હતા. વડોદરા પરત ફર્યા બાદ તેણે કેનેડામાં અગાઉ એક યુવતી સાથે લગ્ન કરી છૂટાછેડા લીધાં છે અને ૧૦ લાખ રૂપિયા કેનેડા ગવર્મેન્ટમાં ભરવાના છે તેમ જણાવી તેમની પાસે નાણાંની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુર્જાયો હતો.

એક દિવસ તે ઘરે નાણાંની વ્યવસ્થા માટે ઘરે જતાં જ તે ચૂપચાપ હોટલમાંથી બારોબાર કેનેડા ફરાર થયો હતો. તેમણે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોંતું પરંતુ મહેદવીયા જમાતમાં નિકાહનામું કર્યુ હોવાનું જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી