માનુની સુંદર અને આકર્ષક દેખાવા ઇચ્છતી હોય છે.આ માટે તેણે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડને અનુસરવાનો હોય છે તથા પોતાના અંદાજને પણ થોડો બદલવાનો હોય છે.લેટેસ્ટ ફેશન ટ્રેન્ટને અનુસરવા માટે તેની જાણકારી હોવી જરૂરી છે અને તે મેળવ્યા બાદ જે તે ફેશન કે સ્ટાઇલ પોતાને કેટલી શોભશે તેનો વિચાર કરીને અપનાવવી જોઇએ.છેલ્લા થોડા સમયથી જમ્પ સૂટ ફેશનમાં હતા પણ હવે તેની સાથે ડંગરીજ પણ ફેશનમાં છે.૫૦ અને ૬૦ના દાયકાનો આ ટ્રેન્ડ નવેસરથી શરૂ થયો છે અને તે સુવિધાજનક હોવા સાથે સુંદર પણ દેખાય છે.આજકાલ સાડીના ડ્રેપીંગ પર ઘણા પ્રયોગ કરવામાં આવે છે અને કેટલીક ડિઝાઇનર સાડીને જેકેટ તથા બેલ્ટની સાથે પણ પહેરવામાં આવે છે.
ભારે વર્ક કરેલા ડિટેચેબલ નેકલાઇન અને કફની પણ ફેશન વર્લ્ડમાં માગ વધી ગઇ છે.એને જયારે ઇચ્છા થાય ત્યારે નેકલાઇન કે સ્લીવ્સ સાથે જોડી શકાય છે.આ રીતે સામાન્ય ડ્રેસને પણ પાર્ટી લુક મળી જાય છે.હાલમાં ફ્રિલ્સ અને રફલ્સનો ઉપયોગ પ ણ વધી ગયો છે.ડ્રેસની બાંય,નેકલાઇને અને બટનલાઇન પર ઝુલ તથા લેસ લગાડવામાં આવે છે.ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવતાં લાંબા ફલોઇ કફતાન પણ ખૂબ સુંદર દેખાય છે.
ટેલ હેમલાઇન ડ્રેસ એટલેકે એવો ઘેરદાર ડ્રેસ જે આગળથી ઊંચો હોય અને પાછળથી લાંબો હોય, તેની ફેશન છે.જો કે ટ્રેડીસનલ કે ફયુઝન આઉટફિયમાં જ ટેલ હેમલાઇન જોવા મળે છે.કેયલાક ડિઝાઇનરો ત્રણથી ચાર ઘેરા રંગનો સમન્વય કરી એક ડ્રેસ તૈયાર કરે છે. આને કલર બ્લોકંિગ કહેવાય છે.સોલિડ કલરમાં વી નેકના ટી-સર્ટ પણ હાલમાં ચાલે છે.જો કે આની સ્લીવમાં થોડો પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેને પહોળી બનાવવામાં આવી છે તથા તેમાં થોડા જુદા કટ જોવા મળે છે.
ફેબ્રિકમાં મોનોક્રોમ કલર્સના હાઇ ગ્લોસ મટિરિયલ ,કલર્ડ લેમિનેશન ,સુપર ઇમ્પોઝડ ,ફલુઇડ અને ફલેકસીબલ ફેબ્રિકને વધુ પસંદ કરવામાં આવે છે.તે જ પ્રમાણે જયોમેટ્રિકલ ,ગ્રાફિકલ ,ફલોરલ ,એનિમલ પ્રિન્ટ ,ઓફસેટ ચેકસ,પેચવર્ક ડિઝાઇન્સ ,બ્રોકન પેટર્ન્સ ,સ્ટ્રાઇપ્સ વગેરે પેટર્ન્સની ફેશન છે.
આ સીઝનમાં ક્રોપ્ડ ટૉપ અને ટાઇટ જીન્સનો ટ્રેન્ડ જોવા મળે છે.જો કે ભારે શરીર ધરાવતી મહિલાએ ખૂબ સમજી વિચારીને આ ટ્રેન્ડને અનુસરવાનો રહેશે.
મોસમ બદલવાની સાથે કેટલીક પેશન બદલાઇ જાય છે પણ કેટલીક એવી હોય છે જે હંમેશા સારી લાગે છે.આમાં કુર્તીનો સમાવેશ થાય છે.ગઇકાલ સુધી સુવિધાની દ્રષ્ટિએ પસંદ કરવામા ં આવતી કુર્તી આજે ભારતમાં જ નહિ પણ પાશ્ચાત્ય દેશોમાં પણ લોકપ્રિય બની ગઇ છે.ફેશન નિષ્ણાતો દર સીઝનમાં કુર્તીમાં થોડા ફેરફાર કરે છે પણ તેને આઉટ ઓફ ફેશન ગણતા નથી.કુર્તીની ખાસિયત એ છે કે તે તમામ વયની મહિલાને શોભે છે.કોલેજીયન યુવતીથી લઇને નોકરિયાત માનુની અને બહારગામ ફરવા જનારી મોટી ઉંમરની મહિલા પણ તે પહેરે છે. કુર્તીની જેમ જ અલગ પ્રિન્ટ , ફેબ્રિક અને સ્ટાઇલ સાથે સ્કર્ટ પણ ફેશનમાં છે.જો પગ લાંબા અને પાડળા હોય તો મિની અને રેપ અરાુન્ડ સ્કર્ટ પહેરવા.ભારે સરીર ધરાવતી મહિલાએ લોન્ગ ,ફલોઇંગસ્કર્ટ પહેરવા જોઇએ.આજકાલ ફૂલોની ડિઝાઇનવાળા સ્કર્ટનો ટ્રેન્ડ ચાલે છે. કાર્ગો પેન્ટ અને કેપ્રીસ પણ અત્યંત સુવિધાજનક ગણાય છે.જો બાવડાં ચરબીથી ભરેલા ન હોય તો તેની સાથે કેમીસોલ ટૉપ એટલેકે ફિટેડ સ્લીવલેસ ટૉપ્સ અને બોડી હગીંગ કૉટન ટૉપ્સ પહેરતાં શરમાવું નહિ.આ ઉપરાંત સ્લીવલેસ સ્ટ્રેપી ટૉપ્સ અને ફૂલોની પ્રિન્ટ પણ ચાલે છે.
૨૦૧૨માં ટર્કોઇઝ ,એમરલ્ડ ,ફયુશિયા અને લવેન્ડર રંગ ખાસ જોવા મળે છે.ઉનાળામાં મોનોક્રોમેટિક ડ્રેસીંગનો ટ્રેન્ડ ખાસ જોવા મળે છે.મોનોક્રોમેટિકનો અર્થ થાય સંિગલ કલર ડ્રેસંિગ.એવા ડ્રેસંિગમાં માનુની પાતળી અને લાંબી દેખાય છે.સંિગલ કલરને અલગ દેખાડવા માટે પણ ખાસ સ્ટાઇલ છે.જેમ કે-ટૉપ અને બોટમનો રંગ એકસરખો હોય તો ટેકસ્ચરજુદા રંગનું લઇને તેને અલગ લુક આપી શકાય છે.જો તમને સંિગલ કલરમાં તૈયાર થવું ન ગમે તો તેમાં થોડો ફેરફાર કરીને ડિફરન્ટ લુક આપી શકાય છે.જેમ ક ે-નેવી રંગને ડિપ ગ્રીનની સાથે , મંિક બ્રાઉનને ચારકોલ ગ્રે સાથે ,વાઇન અથવા રેઝીનને બ્લેકની સાથે મિકસ કરી શકાય છે.તે જ પ્રમાણે એક જ રંગના જુદાજુદા શેડ્સનો ઉપયોગ કરીને મોનોક્રોમેટિક લુક મેળવી શકાય છે.આ માટે ડાર્ક શેડનો બોટમ માટે અને લાઇટ શેડનો ટૉપ માટે ઉપયોગ કરવો.
ઘ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો-
-સ્ટ્રકચર્ડ સ્કર્ટની સાથે હૉલ્ટર ટૉપ ,હાઇ હીલ સેન્ડલ અને લોંગ ઇઅરીંગ્સ પહેરવા.
-પ્રિન્ટેડ મેકસી ડ્રેસ સાથે ડેનિમ વેસ્ટકોટ પહેરી જોવો.તેની સાથે સન ગ્લાસ અને ફ્રંિજ બેગ શોભશે.
-બ્લોક કલર મેકસી સ્કર્ટની સાથે ટી-શર્ટ પહેરી જોવું.તેની સાથે એકસેસરીઝમાં ચોકર ,ક્રોસ બોડી બેગ અને એવીએટર્સનો ઉપયોગ કરવો.
-રફલ્ડ સ્કર્ટની સાથે વન સોલ્ડર બ્લાઉઝનું મિકસ મેચ કરી જોવું.એકસેસરીઝમાં સ્ટેટમેન્ટ ઇઅરીંગ્સ પહેરવા.
-ફલોરલ પ્રિન્ટવાળા હેરમ પેન્ટની સાથે ટી-શર્ટ પહેરવું અને તેની સાથે લાંબી ચેન ,વેજ હીલ્સ અને સનગ્લાસ પહેરવા.
-શોર્ટ બ્લેક ડ્રેસની સાથએ સ્ટેટમેન્ટ કલર શૂઝ અને ફલોરલ હેન્ડબેગ લઇ જોવી.
-પ્લેન કલર ડ્રેસની સાથે ફેધર ઇઅરીંગ્સ ,ક્રોસ બેગ અને એવીએટર્સ પહેરવા.
મિકસ મેચ કરવાથી તમે ઓછા બજેટમાં પણ નવું લુક મેળવી શકશો.તમે તમારા તમામ કપડાંનો મહત્તમ લાભ લઇ શકશો.વળી સાધારણ કપડાંને મિકસ મેચ કરવાથી વઘુ સ્ટાઇલીશ દેખાશો.આનાથી તમારી ક્રેએટીવીટી અને સ્ટાઇલીંગ સેન્સ પણ વધશે.
Comments
Post a Comment