નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોસ્મેટિક્સની કાળી બાજુ

સમાચાર પ્રમાણે ભારતમાં માત્ર ગોરા થવા માટેના ફૅરનેસ ક્રીમનું વેંચાણ જ વરસે રૂા. ૪૫૨ કરોડ જેટલું છે. ત્વચા માટેના બીજા ક્રીમ-લોશનનું વેંચાણ ૫૦૦ કરોડ રૂપિયાનું છે. શું ભારતીયો કોસ્મેટિક્સ પાછળ આટલા બધા ઘેલા થઈ ગયા છે?
કોઈપણ વ્યક્તિને ચાહે તે સ્ત્રી હોય કે પુરુષ તેના કુદરતી રૂપ રંગથી સંતોષ નથી હોતો. તે ગમે તે રીતે પોતાનું સૌંદર્ય વધારવાનો પ્રયાસ કરે છે. અને તે માટે તે અનેક પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનોેનો ઉપયોગ કરે છે.
આજકાલ સૌંદર્યપ્રસાધનો એટલા બધા વધી ગયાં છે કે ટીવી ઉપર શેમ્પૂ, ટેલ્કમ પાઉડર, નેઈલ પોલિશ, કોલ્ડ ક્રિમ વગેરેની ઢગલાબંધ જાહેર ખબરો આવે છે. સૌંદર્યપ્રસાધનોની આ જાહેરખબરમાં આ બધા સૌંદર્ય પ્રસાધનો વાપરવાથી તમારા સૌંદર્યમાં કેવો નિખાર આવશે અને તમને તેની શા માટે જરૂર છે તેની ડાહી ડાહી વાતો કરવામાં આવી છે. પરંતુ આ સૌંદર્ય પ્રસાધનોથી તમને શું નુકસાન થશે તે અંગે એક શબ્દ પણ જણાવવામાં આવ્યો હોતો નથી.
સૌંદર્ય પ્રસાધનો સુંદરતા વધારવાની સાથે સાથે ચામડીને નુકસાન પણ પહોંચાડે છે. જો કે બધા જ સૌૈંદર્યપ્રસાધનોને કારણે આમ બનતું નથી. જો મર્યાદામાં તેનોે ઉપયોગ કરવામાં આવે તો પણ ઝાઝું નુકસાન નથી થતું. સૌંદર્યપ્રસાધનોના ઉત્પાદન માટે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી લેભાગુ કંપનીઓ જે સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરે છે તે વાપરવાને કારણે તો ચોક્કસપણે જ શરીરની ત્વચાને નુકસાન થાય છે.
બંિદી કે ચાંદલાના નિયમિત વપરાશને કારણે કપાળ ઉપરનો તેટલો ભાગ બંધ રહે છે. અને સૂર્યપ્રકાશથી તે ભાગ વંચિત રહી જાય છે. તેટલી ત્વચા રફ અને ફિક્કી બની જાય છે. ત્યાં ચાંદલા કે બંિદીના આકારનો કાયમી ડાઘ પડી જાય છે. વળી જો બંિદીમાં તે ચોેંટાડવા માટે વાપરવામાં આવેલો પદાર્થ (ગ્લુ) યોગ્ય ન હોય તો ચામડી ઉપર દાહ (બળતરા) પેદા થાય છે. દાહને કારણે ત્યાં ખંજવાળથી તે વઘુ દર્દ પેદા કરે છે અને સસ્તા ભાવમાં મળતી બંિદીનું ઉત્પાદન કરતી મોટા ભાગની કંપનીઓ હલ્કી ગુણવત્તા ધરાવતા ગ્લુનો ઉપયોગ કરે છે. જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.
આંખ માટે અત્યારે વિવિધ પ્રકારના સૌંદર્યપ્રસાધનો બજારમાં ઉપલબ્ધ છે જે પ્રસાધનો રંગીન હોય છે તેમાં રંગ માટે પિગમેન્ટ્‌સનો ઉપયોગ થાય છે. આંખ માટે વાપરવામાં આવતાં પ્રસાધનોમાં જો હલકી કક્ષાના રંગનોે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે આંખને નુકસાન પહોંચાડે છે. આમ આંખને આકર્ષક બનાવવાને બદલે વિપરીત પરિણામનો સામનો કરવો પડે છે.
આંખ અને તેની આસપાસની ચામડી એકદમ કોમળ હોય છે. આથી ત્યાં તરત જ અસર થાય છે. યોગ્ય પ્રસાધન ન હોય તો આંખો લાલ થઈ જાય છે અને તેમાંથી પાણી નીકળવા લાગે છે. વળી કાયમી ધોરણે આંખ અને તેની આસપાસ વિવિધ પ્રસાધન લગાવવાથી લાંબે ગાળે ત્યાંની ત્વચા કાળી અને ડાઘવાળી બની જાય છે. આથી વઘુને વઘુ મેકઅપ કરવો પડે છે. આમ એક વિષચક્ર ચાલુ થાય છે. જેન ેકારણે આંખને ઝડપથી નુકસાન પહોંચે છે. કેટલીકવાર કાજળ જેને આંખ માટે સારું ગણવામાં આવે છે તે પણ જો સારી ગુણવત્તા ધરાવતું ન હોય તો નુકસાન કરે છે. આના કરતાં ઘરે બનાવેલું કાજળ વાપરવું વઘુ હિતાવહ છે.
ખાસ કરીને મહિલાઓ ચહેરાના સૌંદર્ય પ્રત્યે વઘુ ઘ્યાન આપતી હોય છે. ચહેરાના સૌંદર્યમાં હોેઠ મહત્ત્વનો ભાગ ભજવે છે. હોઠ સુંદર બનાવવા (રંગવા માટે) અનેક પ્રકારની લિપસ્ટિક્સ બજારમાં મળે છે. બજારમાં એટલી વિશાળ શ્રેણીમાં લિપસ્ટિક્સ ઉપલબ્ધ છે કે જો બધી જ કંપનીઓના બધા શેડ્‌સની લિપસ્ટિક્સ તમારી સામે પસંદગી માટે મૂકવામાં આવે તો કઈ લિપસ્ટિક્સ પસંદ કરવી તે એક ટાસ્ક બની જાય છે. હવે તો અનેક મશહૂર વિદેશી બ્રાન્ડની લિપસ્ટિક પણ ભારતીય બજારોમાં છૂટથી મળે છે.
જો સસ્તી, હલકી ગુણવત્તા ધરાવતી લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો હોઠ કાળા પડી જાય છે. લિપસ્ટિકના ઉત્પાદન માટે જે પદાર્થો વાપરવામાં આવે છે તેને કારણે હોઠ .... સેન્સીટીવ બની જાય છે. વળી વઘુ પડતી લિપસ્ટિક લગાવી હોય તો પાણી પીતી વખતે કે ખાતી વખતે તે શરીરની અંદર જાય છે. અને તેનો રંગ નુકસાન કરે છે.
સસ્તી નેઈલ પોલીશનો નખ રંગવા માટે ઉપયોગ કરવામાં આવે તો નખ રંગવિહીન થઈ જાય છે. લાંબે ગાળે નખ ઉખડી જાય છે. તેથી નખ અને તેની આજુબાજુની ત્વચા રૂક્ષ બની જાય છે. નેઈલ પોલિશ રિમૂવરમાં જે એસિટોન વપરાય છે તે પણ નખ અને તેની આસપાસની ત્વચાને સખત બનાવે છે. જેને કારણે નખની આંગળી પર પકડ ઢીલી પડે છે. નેઈલ પોલિશના વઘુ પડતા વપરાશને કારણે નખના વિકાસની ઝડપ પર પણ અસર પડે છે. વળી નેઈલ પોલિશનો રંગ રસોઈ બનાવતી વખતે અને જમતી વખતે ખોરાકમાં ભળીને શરીરમાં જાય છે જે નુકસાનકારક છે.
પફ્‌ર્યૂમ્સના ઉપયોગને કારણે ત્વચામાં બળતરા થાય છે. પફ્‌ર્યૂમ ત્વચા પર છાંટવાથી તે પરસેવાના સંસર્ગમાં આવે છે અને ક્ષાર સાથે ભળીને રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે ચામડી માટે અત્યંત નુકસાનકારક બને છે.
પરફ્‌યુમ્સ આફટર શેવ લોશન, એન્ટિ-પર્સપીરન્ટસ તેમજ ડિઓડરન્ટસ છાંટવાને કારણે ત્વચામાં દાહ થાય છે. ચામડી પર એક પડ છવાઈ જાય છે જેને કારણે ખંજવાળ આવે છે. ત્વચા સૂકી અને રૂક્ષ થઈ જાય છે. ચામડીની એલર્જી થાય છે.
અનેક કારણસર યુવાન વ્યક્તિના વાળ સફેદ થઈ જાય છે. વાળ કાળા કરવા માટે હેરડાઈનો ઉપયોગ વધતો જાય છે. હેરડાઈ ડોક તેમજ ચહેરા પર પ્રસરે છે. તેથી તેમાં રહેલા રસાયણો ત્વચા સાથે સંપર્કમાં આવે છે અને રિએકશન થાય છે. જેથી ત્વચાને નુકસાન પહોંચે છે. ત્વચા લાઈટ-ગ્રે કલરની થઈ જાય છે અને બાદમાં કાળી પડી જાય છે. વળી શરીરના તે ભાગમાં ખંજવાળ આવે છે. નવા સંશોધન પ્રમાણે હેરડાયના જોખમી રસાયણ કેટલીક વ્યક્તિમાં ત્વચાનું કેન્સર નોતરે છે.
હેર સ્પ્રે જ્યારે ચામડીના સંપર્કમાં આવે છે ત્યારે ત્વચામાં બળતરા થાય છે. ટાઈટ હેરસ્ટાઈલ તેમજ હેરકલિપ્સ અને બેન્ડસના વપરાશથી વાળ ખેંચાણ અનુભવે છે અને નબળા પડી જાય છે. બાદમાં વાળ ખરે છે. સ્ટ્રોંગ પર્મંિગ લોશનનો વપરાશ કરવાથી વાળ સૂકા થઈ જાય છે અને નબળા પડી જાય છે. તેને કારણે વાળનો આગળનો ભાગ નાશ પામે છે. અને વાળ ખરે છે. જો વાળને અવારનવાર પર્મ કરવામાં આવે તો તે લાંબે ગાળે ગ્રે રંગના થઈ જાય છે. વળી વઘુ પડતા ગરમ રોલર્સના વપરાશથી અથવા ડ્રાયરને વઘુ સમય વાળની એકદમ નજીક રાખવાથી વાળ સૂકા થઈ જાય છે અને વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે.
જો આઈબ્રોના વાળ તેની ઉગવાની દિશામાં પ્લક કરવામાં ન આવે તો વાળની કોશિકાઓ અથવા ગ્રંથિનો નાશ થાય છે અને નવા વાળનો વિકાસ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં થતો નથી. કેટલીક વાર એક જ મૂળમાંથી બે કે ત્રણ વાળ જુદી જુદી દિશામાં ઊગી નીકળે છે. જે ચહેરાને કદરૂપો બનાવે છે. હેર રિમુવંિગ લોશનને કારણે પણ ત્વચાને નુકસાન પહોંચે છે. આમ કોસ્મેટિકસનો બેહદ ઉપયોગ કરનારાએ એક વાત સમજી લેવી કે વઘુ પડતો વપરાશ અને તેમાંય હલકી કક્ષાના સૌંદર્ય પ્રસાધન સુંદરતાને બદલે સ્વસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત