નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રીનકાર્ડ હોલ્ડર પિટિશન દાખલ કરી શકે ખરા?



 
સવાલ: અમે મુસ્લિમ કોમ્યુનિટીના પણ સંપૂર્ણ શાકાહારી ગુજરાતી અને ઘરમાં પણ શુદ્ધ ગુજરાતી ભાષામાં જ વિનિમય કરતો પરિવાર છીએ. અમારી પુત્રીની અમેરિકાના મુસ્લિમ સિટિઝન સાથે શાદી અથૉત્ લગ્ન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ અમારા એક સંબંધીએ સિટિઝન સાથે લંડન કરેલાં તેનું મુંબઇ કોન્સ્યુલેટના મેરેજ સર્ટિફિકેટ બતાવવા છતાં સ્પાઉસ વિઝા રિજેક્ટ કર્યો. તેથી તેઓ પાકિસ્તાનના પણ સિટિઝન હોઇ પાકિસ્તાનની અમેરિકન એમ્બેસીમાં મેરેજ આધારિત પિટિશન કરી તો તે માન્ય થઇ ગઇ. અમારા ભાવિ જમાઇ પણ પાકિસ્તાનના સિટિઝન હોઇ પાકિસ્તાનમાં પિટિશન કરે તો ફાયદો થાય?

જવાબ : ના, કોઇ ફાયદો થાય નહીં કારણ કે પિટિશન જો પાકિસ્તાનનો નાગરીક અમેરિકાના સિટિઝન તરીકે અમેરિકામાં જ સેટલ થયેલો હોય તો તેણે મેરેજ પિટિશન અમેરિકામાં જ કરી તેની પત્ની જે દેશમાં રહેતી હોય તે દેશની અમેરિકન કોન્સ્યુલેટની હકુમતવાળી ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવો પડે. તમારી પુત્રી ઇન્ડિયન સિટિઝન છે તેથી તેની હુકુમત મુંબઇ કોન્સ્યુલેટ ગણાય. તમે જેનો દાખલો આપો છો તેની હકીકતો અથૉત્ ફેકટ્સ તમારા કેસ કરતાં જુદા હોય તેમ જણાય છે. કદાચ પત્ની પાકિસ્તાનની સિટિઝન હોય અથવા તેમણે પહેલી પત્નીને તલાક આપી પાકિસ્તાનની સિટિઝન સ્ત્રી સાથે બીજાં લગ્ન કર્યા હોય તે પણ સંભવિત છે. આમ તમે કેસની પૂરી વિગતો આપી નથી.

સવાલ: મારો દીકરો અમેરિકન સિટિઝન સાથે લગ્ન કરી ન્યૂ જર્સીમાં એક વર્ષ પહેલાં ગયેલો. તેને ફકત બે જ વર્ષનું મર્યાદિત ગ્રીનકાર્ડ મળ્યું છે, તો બે વર્ષ પછી તેને પરમેનન્ટ ગ્રીનકાર્ડ મળે ?

જવાબ: હા, જરૂર મળે, જો વ્યવસ્થિત રીતે ગ્રીનકાર્ડની બે વર્ષની કન્ડશિન દૂર કરવા અથૉત્ ઇમિગ્રેશન એક્ટની ભાષામાં આવા કન્ડશિનલ ગ્રીનકાર્ડને રિમુવલ ઓફ કન્ડશિનની પિટિશન વ્યવસ્થિત રીતે અનેક પુરાવા સહિત ફાઇલ કરવામાં આવે તો જ. આવા કન્ડશિનલ ગ્રીનકાર્ડનાં બે વર્ષ પૂરાં થતાં પહેલાં ત્રણ માસની અંદર જ પિટિશન કરવી પડે. જો બે વર્ષની મુદ્દત પૂરી થઇ જાય તો ૧૦ વર્ષનું કે કાયમી ગ્રીનકાર્ડ મળવું અઘરું છે.

સવાલ: અમારા કુટુંબના ઓળખીતાની દીકરી અમદાવાદ આવેલી. તેણે મારા પુત્ર સાથે ફરીથી બીજી વાર ઇન્ડિયા આવીશ ત્યારે ધામધૂમથી હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરીશ તેવું મારા પુત્રને સમજાવી લગ્ન નોંધણી કચેરી (સબ રજીસ્ટ્રાર ઓફિસ)માં લગ્ન નોંધાવી તે અમેરિકા ગઇ છે. તે હાલમાં તે એફ-૧ સ્ટુડન્ટ વિઝા ઉપર છે, તો શું મારા પુત્ર માટે તે પિટિશન ફાઇલ કરે તો મારો પુત્ર વિઝા મેળવી અમેરિકા જઇ શકે?

જવાબ: ના, આ પ્રકારનાં લગ્ન હિન્દુ લો કે હિન્દુ મેરેજ એક્ટ અન્વયે કાયદેસરનાં લગ્ન હોવાનું અમેરિકન કોન્સ્યુલેટ માન્ય રાખતી નથી કે નેશનલ વિઝા સેન્ટર, હોમલેન્ડ સિકયોરિટી કે અમેરિકાનું ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ માન્ય રાખે નહીં. કેટલાક લેભાગુ ડિગ્રી કે લાઇસન્સ વગરના કન્સલ્ટન્ટ કે એજન્ટ પણ આવા વિધિ વગરનાં લગ્નનું રજિસ્ટ્રેશન કરવાની સલાહ આપે છે જે બરાબર નથી. જો તમે બધું જ વ્યવસ્થિત અને કાયદેસરનાં વિધપિૂર્વક લગ્ન સ્ટુડન્ટ વિઝાધારક સાથે કર્યા હોય તેવા ઘણાં કેસમાં પણ સ્પાઉસ વિઝા કેટલાંક કારણોસર આપતાં નથી.

સવાલ: મને એક વ્યક્તિએ એવી સલાહ આપી છે કે ગ્રીનકાર્ડ હોલ્ડર અમેરિકાનાં સિટિઝન નહીં હોવાથી અમારી દીકરી સાથે લગ્ન કરી તેના માટે પિટિશન ફાઇલ કરી શકે જ નહીં. તે વાત સાચી છે?

જવાબ : ના, તે વાત તદ્દન ખોટી છે. ગ્રીનકાર્ડ હોલ્ડર ઇમિગ્રેશન એક્ટ પૈકીની જુદી જુદી કેટેગરીમાંથી એફ૨એ કેટેગરીમાં પોતાના પતિ કે પત્ની અથૉત્ સ્પાઉસ માટે કાયદેસર પિટિશન ફાઇલ કરી તેનો વિઝા કોલ આવે તે પછી અમેરિકા લઇ જઇ શકે અને તેને બે વર્ષનું કન્ડશિનલ ગ્રીનકાર્ડ પણ મળે, જે બે વર્ષ પછી લંબાવી શકાય.

સવાલ: મારાં માતાપિતા નવેમ્બર, ર૦૧૧ ના રોજ અમેરિકા ફર્સ્ટ ટાઇમ જઇ ગ્રીનકાર્ડ મેળવીને રપ-પ-ર૦૧૧ ના રોજ ઇન્ડિયા પાછા આવી હવે એક વર્ષથી વધુ અથૉત્ સપ્ટેમ્બર, ર૦૧ર સુધી કેટલાક કારણોસર ઇન્ડિયામાં જ રહેવા માગે છે. તેમના માટે બે વર્ષની રિ-એન્ટ્રી પરમિટ લેવા સારુ ઇન્ડિયામાંથી જ પિટિશન મોકલી શકાય? - ઝાકીયા મલેક, અમદાવાદ

જવાબ: ના, ગમે તેવાં સામાન્ય કારણો જેવાં કે લગ્ન, થોડી માંદગી, નોકરી કે વેપાર વગેરે કારણોસર એક વર્ષથી વધુ ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો ઇન્ડિયામાં રહેવાય નહીં. એક વર્ષથી વધુ રહેવા માટેની પિટિશન અમેરિકા સિવાય બીજા કોઇપણ દેશમાંથી થઇ શકે નહીં. તમારાં પેરેન્ટ્સ એમરિકામાં પાંચ મહિના રહ્યાં ત્યારે તેમની પાસે ઘણો સમય હતો. તે દરમિયાન પિટિશન ફાઇલ કરી એક જ માસમાં ફિંગર પ્રિન્ટ આપી બે વર્ષની પરમિટ સહેલાઇથી મેળવી શક્યા હોત. કેટલીક વ્યક્તિઓ એક વ્યક્તિ દીઠ ૪ર૦ ડોલર પરમિટ માટેની ફી બચાવવા માગતી હોઇ તેમને એક વર્ષની અંદર પાછું જવું પડે છે. હજુ થોડા દિવસ એક વર્ષ પૂરું થવામાં બાકી હોઇ તમારાં પેરેન્ટ્સે અમેરિકા જવું જોઇએ.

સવાલ: મારાં માતાપિતાની ઉંમર પ૦ ઉપર છે. તેમના ખાસ અંગત સંબંધી તેમને યુ.કે.ના વિઝિટર વિઝા માટે સ્પોન્સર કરી બોલાવવા માગે છે. તો યુ.કે.ના વિઝિટર વિઝા મેળવવા સારુ તેની પ્રોસેસ, ડોકયુમેન્ટ્સ વગેરેની સંપૂર્ણ માહિતી અને ગાઇડન્સ આપશો? - સંદિપ વાઘેલા, સુરત

જવાબ: હા, જરૂર ગાઇડન્સ આપી શકું. તમે માગેલી વિગતોનું લિસ્ટ ખાસ્સું લાંબું છે. તેથી અહીં આપી શકાય તેમ નથી.

સવાલ: મને ૬૪ વર્ષ અને મારી પત્નીને ૬ર વર્ષ થયાં છે. અમે અમેરિકાનાં સિટિઝન હોઇ ઇન્ડિયાની પણ ડ્યુઅલ સિટિઝનશિપ લીધેલી છે. અમારે ઇન્ડિયામાં કાયમ માટે રહેવું હોય તો અમારે ઇન્ડિયાની કોઇ ઓથોરિટીને જાણ કરવી પડે? મારી વાઇફે તેના બે બ્રધર્સ માટે બે જુદી પિટિશન કરી છે. તેથી તેમના વિઝા કોલ આવે ત્યારે (ર૦૧૯માં) અમેરિકા જવું પડે? - પ્રફુલ્લભાઇ ગાંધી, અમદાવાદ

જવાબ: એક તદ્દન ખોટી માન્યતા પ્રર્વતે છે કે ઇન્ડિયાનું ઓ.સી.આઇ. લેવાથી ઇન્ડિયાની સિટિઝનશિપ પણ મળી, તેથી તેમનું બેવડું નાગરિકત્વ થઇ ગયું. આ કાયદો કોઇ વાંચવા કે સમજવા કોશિષ કરતા નથી. ઓ.સી.આઇ. એટલે ભારતના નાગરિક પરદેશમાં સિટિઝન છે તેમને માત્ર લાઇફટાઇમ વિઝા અપાય છે. ઇન્ડિયાના સિટિઝન હોવાનું અમેરિકાની જેમ કોઇ સિટિઝનશિપ સર્ટિફિકેટ અપાતું નથી. તમને મળેલા વિઝાના આધારે તમે જીવનપયઁત ઇન્ડિયામાં રહી શકો અને તે માટે કોઇ ઓથોરિટીને જાણ કરવાની કે પરમિશન લેવાની જરૂર નથી. પિટિશન કરેલી હોઇ તમારાં પત્નીએ ઘણા દસ્તાવેજી પુરાવા મેળવવા પડશે, ડોમિસાઇલ પુરવાર કરવું પડશે અને ત્યાં જવું પડશે. 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી