નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

૧લી જુલાઇથી પેટ્રોલના ભાવમાં રૃપિયા ૪ના ઘટાડાની શક્યતા

પેટ્રોલના ભાવમાં ભારે રડારોળ બાદ ૧લી જુલાઈથી રૃા. ૪નો ઘટાડો થાય તેવી શક્યતા છે. ક્રુડ તેલના ભાવોમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાના કારણે અત્યાર ભાવ આઠ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. બીજી તરફ અમેરિકા, યુરોપ અને બ્રાઝીલની જેમ ભારતમાં પણ રોજ પેટ્રોલના ભાવમાં પરીવર્તન થઈ શકે છે. પેટ્રોલીયમ મંત્રાલય તેલ કંપનીઓ પર રોજ ભાવની વધ-ઘટ કરતા રહેવા માટે દબાણ વધારી રહ્યું છે.
જો કે, પત્રકારો સાથેની મુલાકાતમાં ઓ.એન.જી.સી.ના ચેરમેન સુધીર વાસુદેવે જણાવ્યુંં હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ તેલના ભાવોમાં થયેલો ઘટાડો આપણા દેશના ગ્રાહકોને બહુ લાભપ્રદ થયો નથી કેમ કે રૃપિયાના મૂલ્યમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા ભાવ ઘટાડાથી થનારો મોટા ભાગનો લાભ આ મુલ્યઘસારામાં ખેંચાઈ જશે પરિણામે પેટ્રોલ કે સંબંધિત પેદાશોના ભાવમાં બહુ ઘટાડો થશે નહિ. સુધીર વાસુદેવે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સબસીડીનો સવાલ છે અમને તે ૫૬ રૃા. પ્રતિ બેરલના ભાવે ચૂકવવા સૂચન કરાયેલું છે. મેની ૨૩મી તારીખે પેટ્રોલના ભાવમાં તીવ્ર રૃા. ૭.૫૪ રૃા. પ્રતિ લીટરનો વધારો કર્યા પછી સરકારને ભારે ટીકાનો સામનો કરવો પડયો હતો. એટલું જ નહિ તેનાથી ફુગાવાવર્ધક પરિબળોને પ્રોત્સાહન મળશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના ઉચ્ચ પદસ્થ અધિકારીઓ અને ઓઈલ રીટેલ કંપનીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. દેશની સૌથી મોટી પેટ્રોલીયમ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનને (આઈ.ઓ.સી.) આ પધ્ધતિ પર એક નોંધ તૈયાર કરવા કહ્યું છે.
મંત્રાલયના એક સૂત્રે પત્રકારો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મુદ્દે ઘણી તેજ ચર્ચા ચાલી રહી છે. પણ આ અંગે કોઈ ઔપચારીક પ્રસ્તાવ હજી સુધી તૈયાર થઈ શક્યું નથી. હકીકતમાં ઓઈલ રીટેલર્સ દર પખવાડીયે ભાવમાં પરીવર્તન કરવા સંમત છે. નક્કી થનારા ભાવનો મુખ્ય આધાર જે-તે વિભાગના સરાસરી રીતે નક્કી થતો તેલનો ભાવ અને ડોલરની સામે રૃપિયાની તુલનાત્મક કિંમત પર તેનો આધાર રહે છે.
મંત્રાલય પેટ્રોલની કિંમતમાં રોજીંદા ફેરફાર પર એટલા માટે દબાણ કરે છે કે તે રાજકીય ટીકાઓથી બચવા માંગે છે. જ્યારે પણ પેટ્રોલના ભાવમાં વધારો થાય ત્યારે સરકાર વિપક્ષી દળ અને જનતાની નારાજગીનો શિકાર બને છે. મંત્રાલયનું માનવું છે કે ભાવની સમીક્ષા જો રોજીંદા સ્તર પર થાય તો ભાવ વધારવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. જ્યારે ભાવ ઘટાડવામાં તો કોઈ મુશ્કેલી જ નથી. જ્યારે ભાવ વધારવા દર વખતે કિલયરન્સ મેળવવું પડે છે. તેથી પણ મંત્રાલય ઈચ્છે છે કે ભાવ આંતર રાષ્ટ્રીય બજાર સાથે રોજીંદા ક્રમથી જોડાઈ જાય તો તેમને આ મુદ્દે કોઈ પંત્રણા વેઠવી નહી જ્યારે રીટેઈલરો રોજીંદા અમુક પૈસા વધારવા કે ઘટાડવાની જવાબદારી લેવાથી નાખુશ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !