નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લાઈફને શું કામ કોમ્પ્લિકેટેડ બનાવો છો?



 
જિંદગીની મુશ્કેલીઓ દૂર કરવા માટે કેટલીક વાર સિમ્પલ સોલ્યુશન આપણી સામે હોય છે ને આપણને દેખાતો જ નથી હોતો. જરૂર છે, સિમ્પલ બનવાની.

હમણાં સખત ગરમી છે. એનો એક, કદાચ એકમાત્ર ફાયદો એ છે કે સાવ અજાણ્યા માણસ સાથે પણ વાત કરવી હોય તો વિષય મળી જાય છે: ‘બાપ રે, શું ગરમી છે!’ આટલું બોલો એટલે સોએ સો ટકા સામેથી પડઘો પડવાનો જ. અને પછી આ ગરમીથી થતી બીમારીઓથી માંડીને એક સમયે બધાંયના ફેવરિટ વેકેશન સ્પોટ ગણાતા કાશ્મીરની સમસ્યા સુધીની વાતો કરી શકાય.આપણી કોઈ નઠારી કે અયોગ્ય કહેવાય એવી વર્તણૂંક માટે પણ ગરમીનું બહાનું હાથવગું છે. આળસ, ગુસ્સો આવે, કામ કરવાનો કંટાળો આવે. તોયે કહી દેવાય કે આ સિઝનનો વાંક છે. ગરમીમાં મારું ઠેકાણું જ નથી રહેતું. હમણાં એક મિત્રનો ફોન આવ્યો, ‘કેવું ચાલે છે, લખવાનું?’ એણે દૂર બેઠાં પૃચ્છા કરી.

‘જવા દે યાર, આ ગરમીમાં લખવાનું તો બાજુએ રહ્યું. કંઈ સરખા વિચાર પણ નથી આવતા.’ મેં કહ્યું, (જાણે શિયાળાને ચોમાસામાં કામ કરી કરીને ઊંધી વળી જતી હોઉં.) ‘તો એસી ચાલુ કરીને બેસને!’ મિત્રે સૂચન કર્યું. હું વધુ ગરમ થઇ.‘મારા ઘરમાં રૂમેરૂમે એસી નથી. હું જ્યાં બેસીને લખું છું ત્યાં એસી નથી, અને નવું લાવવાની વાત નહીં કરતો. હમણાં બજેટમાં...’ મને વચ્ચેથી અટકાવીને મિત્રે કહ્યું, ‘અરે, દરેક રૂમમાં એસી લગાડવાની વાત નથી કરતો. મેં તો અટલું કહ્યું કે જે રૂમમાં એસી છે ત્યાં ટેબલ લઈ જા. ત્યાં તો શાંતિથી કામ થશેને!’દિમાગ કી બત્તા જલા દે, જેવી વાત હતી. પછી હું ટેબલ ઘસડીને બેડરૂમમાં લઈ ગઈ.

રૂમનો દેખાવ વિચિત્ર થઈ ગયો. બીજી સવારે કામવાળી બાઈએ બબડાટ પણ કર્યો કે એને સાફસફાઇમાં થોડી અડચણ પડતી હતી. પરંતુ આઈ વોઝ ઠંડા ઠંડા કૂલ કૂલ! સમસ્યાનું સોલ્યુશન કેટલું સિમ્પલ હતું. હું અમસ્તી આટલા દિવસોથી દુ:ખી થતી હતી અને બીજાને કરતી હતી.સવાલ એ કે આપણને રોજેરોજની લાઈફમાં સર્જાતી તકલીફોના આવા સહેલા ઉકેલ કેમ નથી સૂઝતા? આ કિઠન કહેવાય એવા પ્રશ્નનો પણ સાદો-સચોટ જવાબ બીજા એક દોસ્તે આપ્યો. એણે કહ્યું કે, ‘આપણને નાનપણથી કહેવાતું રહ્યું છે કે લાઇફ ઈઝ નોટ ઈઝી. એટલે આપણે માની જ લઈએ છીએ કે બધું કિઠન ને અટપટું જ હોય. પ્રશ્ન કે સમસ્યા કોમ્પ્લિકેટેડ હોય તો એનો જવાબ કે ઉકેલ પણ કોમ્પ્લિકેટેડ જ હોય. અઘરા સવાલનો જવાબ સાચો હોઈ શકે એવી કલ્પના જ આપણને નથી આવતી.

સંબંધોમાં પણ આપણે કોમ્પ્લિકેશન્સ ઊભા કરીએ છીએ. કોઈ કમિટમેન્ટ પાળી ન શકીએ ત્યારે સામેવાળાને કેવું લાગશે એવું વિચારીને જાતજાતનાં ચિત્રવિચિત્ર બહાનાં શોધીએ છીએ અને પછી જુઠાણાંની જાળમાં આપણે જ ફસાઈ જઈએ છીએ. હકીકતમાં મોટેભાગે તો આવું કરવાની જરૂર જ નથી હોતી. મુંબઈમાં રહેતી મારી એક કઝિને નવું ઘર લીધું. ધામધૂમથી પૂજા-વાસ્તુ કર્યા. ઘણા લોકોને બોલાવ્યા, પણ હું રહી ગઇ. એક જ શહેરમાં રહેતા હોવા છતાં ત્રણ-ચાર વરસથી જેને ન મળ્યા હોઇએ, ફોન પર વાત સુધ્ધાં ન થઇ હોય, એ વ્યક્તિ આપણને એના ઘરના વાસ્તુમાં ન બોલાવે એમાં આપણાથી ખોટું પણ ન લગાડાય. થોડા સમય પછી એ કઝિન મળી ત્યારે એણે નિખાલસતાભેર કહી દીધું, ‘ખોટું નહીં લગાડતી. હું તને બોલાવવાનું ભૂલી જ ગયેલી.’

ત્યારે એના પર મને ખરેખર માન થઈ ગયું. બાકી તો ‘તું આઉટ ઓફ ટાઉન હતી’, ‘તારો ફોન નથી લાગતો’, ‘કુરિયરે તારું કાર્ડ પહોંચાડ્યું નહીં’, ‘બહુ ધમાલમાં હતી’... જેવાં કારણો - બહાનાં સાંભળીએ ત્યારે કંટાળો આવી જાય છે. વાત અહીં સત્યવાદી નહીં, સિમ્પલ બનવાની છે. ઘણા લોકો રાતે ઊંઘ ન આવે તો એનો મોટો ઇશ્યૂ બનાવી નાખે. ઊંઘ શું કામ નથી આવતી. એના કારણે વિચારી વિચારીને વધુ હેરાન થાય. ખુલ્લી આંખે પથારીમાં પડખાં ઘસી ઘસીને શરીર અને દિમાગને ટોર્ચર કરે, ઊંઘની ગોળીઓ ગળે. અરે યાર, ઊંઘ ન આવે તો પથારીમાંથી ઊભા થઈને કંઈ કામ કરવા લાગો. દિવસે થતાં અનેક કામ રાતે પણ કરી શકાય છે.

ઊંઘ આવવાની હશે તો આવશે! અને રાતે પૂરતી ઊંઘ ન મળે તો બીજો દિવસ બગડે એ માત્ર ઠોકી બેસાડાયેલી માન્યતા છે. આવું ભાગ્યે જ થાય છે. અને સ્વસ્થ આરોગ્ય માટે રોજ સાત-આઠ કલાકની ઊંઘ મળવી જ જોઈએ. એવું વાંચીને-સાંભળીને પછી ભૂલી જવાનું. રાતે માત્ર ચાર-પાંચ કલાકની ઊંઘ ખેંચતા હોવા છતાં હટ્ટાકટ્ટા, એક્ટિવ રહેતા લોકો આપણા આસપાસ વસે છે.‘ખાવાપીવા પર મારો કંટ્રોલ નથી. ઘરમાં હોઉં ત્યારે આખો દિવસ હું આચરકૂચર ખાધા કરું છું.’ ઘણા સમય પહેલાં મારી આવી ફરિયાદનો જવાબ વાળતાં ડોક્ટરે કહેલું, ‘પણ ઘરમાં આચરકૂચર રાખે છે શું કામ? હશે તો ખાશેને!’ વાત સાવ સીધી-સાદી હતી. જીભ અને મન પર કંટ્રોલ રાખવાના ભાષણની કોઈ જરૂર જ નહોતી.

‘જબ વી મેટ’ ફિલ્મનો હીરો એની બેવફા પ્રેમિકાની તસવીર પોતાના પાકીટમાં રાખીને દુ:ખી થયા કરે છે, ત્યારે કરીના કપૂર એને સલાહ આપે છે કે ફોટો બાળીને, ટોઇલેટમાં ફ્લશ કરી નાખ! અને પછી એ જ કરીના એના જૂના પ્રેમીને યાદ કરીને રડતી હોય, ત્યારે હીરો કહે છે, એના કરતાં પેલાને ફોન કરીને ગાળાગાળી કરી નાખ. બંને પ્રસંગે, બેઉ વ્યક્તિનું દુ:ખ મોટું અને સાચું હતું પણ સામેવાળાએ સૂચવેલા સિમ્પલ સોલ્યૂશનથી એમને થોડી રાહત તો મળેલી. આવું માત્ર ફિલ્મોમાં નથી થતું. વાસ્તવિક જીવનમાં પણ અનેકવાર આવા સાદા, અરે, બાલશિ લાગે એવા નુસખા કામ કરી જાય છે.

હા, આવી પરિસ્થિતિનું એનાલિસિસ કરવું પણ જરૂરી હોય છે. આવું કેમ થયું, એ જાણવું પડે. પરંતુ એ તો પછી પણ કરી શકાય. પહેલાં તો સહેલામાં સહેલો રસ્તો શોધીને બહાર નીકળવું જરૂરી હોય છે. કોઇવાર રડવું આવે તો શું કામ રડવું આવ્યું, લાગણીઓ પર કેવી રીતે કાબૂ રાખવો. બીજી વાર રડવાનો વખત ન આવે, એ માટે શું કરવું...’ એ બધી માથાકૂટ છોડીને રડી લેવું શક્ય છે કે રડીને હળવા થઇ ગયા પછી વધzુ કંઇ વિચારવાનું મન જ ન થાય. સો સિમ્પલ!

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી