આજે પૃથ્વી ઉપર ૧.૬ અબજ જેટલા લોકો ઓવરવેઇટ છે અને અનેક રીતે આ જગતને ભારરૂપ છે તેવો અંદાજ અમેરિકાની કોર્નેલ યુનિ.એ કાઢયો છે તેને લંડનના સન-ડે મેઇલે પ્રગટ કર્યો છે. એટલે કે ભારતની વસતિ જેટલા જ લોકો જગતમાં ચરબીના થર સાથે ઘૂમે છે. એક રસપ્રદ આંકડો પણ કવાન્ટાસ એરલાઇનના પૂર્વ મેનેજરે કાઢયો છે કે તેમનાં વિમાનોમાં આદોદળા અને ચરબીવાળા ઉતારુઓના એક્સેસ-વેઇટ થકી તેમનું ૩૫ કરોડ ગેલન વિમાનનું બળતણ વધુ વપરાય છે !
જેમ જેમ પુરુષ કે સ્ત્રી ચરબીવાળા થતાં જાય છે તેમ તેમ શરૂમાં તેમની કામેચ્છા વધુ પ્રદિપ્ત થાય છે પણ પછી શરીર વધુ અદોદળા થતાં આરબ દેશોમાં સ્ત્રીઓની કામેચ્છા જાગૃત કરવા ફીમેલ પિન્ક વાયગ્રા વાપરવી પડે છે ! જોકે આદોદળાપણાની સમસ્યા જુની છે. કવિ લોર્ડ બાયરન અને જર્મન ફિલસૂફ નિત્સેના સમયમાં સ્ત્રીઓ આકર્ષક રહેવા ડાયેટપીલ્સ લઇને પરાણે શરીરને પાતળું રાખતી (ગાર્ડીયન તા-૧૫-૪-૧૨) કવિ બાયરનને કોઇએ કહેલું શરાબમાં બોળેલા બાફેલા બટાટા ખાઓ અને સિગારેટ પીઓ તો ભૂખ મરી જશે અને વજન નહી ઘટે એમ છતાં યુરોપમાં સમૃદ્ધિ સમૃદ્ધિ વધી અને ભોજનના ચટકા વધ્યા તેમ તેમ પછી પાતળા થવાનો ઉદ્યોગ પણ વધ્યો. દેશની સમૃદ્ધિ પ્રમાણે ઓબેસિટીનું (અદોદળાપણું) પ્રમાણ વધ્યું છે.
-ભારતમાં જયારથી હવાલદારો અને ઇન્સપેક્ટરો ઉપર દાણચોરી, ગુનાખોરી, રેપ વગેરેના કેસનો બોજ વધવા માંડયો તેમ ગુનાખોરી ઓછી થઇ નહીં ઊલટાની તેમની ચરબી વધવા માંડી!
યેલ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે અમેરિકામાં ૭૦.૮ ટકા ઓવરવેઇટથી પીડાય છે અને પાંચ અબજ ડોલરના સ્લિમિંગ બિઝનેસને (પાતળા થવાનો ધંધો) પોષે છે. અમેરિકામાં તો હોસ્પિટલમાં લઇ જવાની ઇમરજન્સી સર્વિસની મોટરમાં ૮૫૦ રતલના વજનવાળા માટે ખાસ એમ્બ્યુલન્સ બનાવવી પડી છે. અમેરિકા પછી બીજે નંબરે સૌથી વધુ ચરબીવાળા લોકો ઓસ્ટ્રેલિયામાં (૬૩.૭ ટકા વસતિમાં) છે. ફીનલેન્ડમાં ૫૮ ટકા લોકો ઓવરવેઇટ માલૂમ પડતાં સરકારે જે જે લોકો વ્યાયામ કરીને શરીર પાતળું રાખે તેને માટે ઇનામો કાઢયાં છે.
નવાઇની વાત ભારતમાં એ થઇ કે જયારથી હવાલદારો અને ઇન્સપેક્ટરો ઉપર દાણચોરી, ગુનાખોરી, રેપ વગેરેના કેસનો બોજ વધવા માંડયોતેમ ગુનાખોરી ઓછી થઇ નહીં ઊલટાની તેમની ચરબી વધવા માંડી! મુંબઇના ૮૦ ટકા પોલીસની ફાંદ વધેલી છે અને હવે જોજો સરકાર જેમ જેમ કરવેરો વધારે તેમ તેમ સરકારી ઓફિસરો લાંચ ખાઇને અદોદળા થશે. બ્રાઝીલ દેશ ગરીબ હતો પણ તેનું અર્થતંત્ર ધીંગ થવા માડ્યું. ડેઇલમેઇલના કહેવા પ્રમાણે બ્રાઝીલના લોકોની વેઇસ્ટ લાઇન કમર ધીંમી થવા માંડી ૨૦૨૨ સુધીમાં બ્રાઝીલીયનો અમેરિકાનો જેટલા અદોદળા થઇ વર્ષે ૧ અબજ ડોલર પાતળા થવા ખર્ચશે.
ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર હોરેશિયા હેરોડ અને ફ્રેડ મિટિંગે કેટલાક આંકડા કાઢયા છે તે રસપ્રદ છે. (૧) અમેરિકનો દરવર્ષે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને તળેલા બટાટાની કાતરી વગેરેમાં વર્ષે ૧૪૨ અબજ ડોલર ખર્ચે છે. તેટલા જ ડોલર આ કંડમ ખાદ્યોથી થતા રોગમાં ખર્ચે છે.
(૨) એક વખત ખાઇ ખાઇને વજન વધારે પછી જિમખાનામાં જવાથી વજન ઘટશે તેવી અપેક્ષાથી જિમખાનાનાં લવાજમ ભરે છે, પણ પછી? જિમખાનામાં જવાથીય વજન ઘટતા નથી, કારણ કે માત્ર વ્યાયામથી નહીં આહારમાં મૂળભૂત સાદાઇ રાખવાથી વજન ઘટે છે. આને કારણે બ્રિટનના આંકડા મળે છે કે બ્રિટિશ લોકો જિમખાનાના ઊંચાં લવાજમો ભરે છે પણ ૩.૭ કરોડ પૌડ એટલે કે R ૩૧ કરોડના લવાજમો ફોગટ જાય છે. જિમખાનામાં જવાનું જ છોડી દે છે.!
(૩) યુરોપમાં સૌથી આળસુ, બેઠાડુ અને અદોદળા લોકો હોય તો તે ગ્રીસ અને ઇટાલીમાં છે ત્યાં માત્ર ૩ ટકા લોકો જ વ્યાયામ કરે છે.
(૪) આજે આરબ દેશોમાં ૩૦ ટકા લોકો અદોદળા છે અને આરબ મુસ્લિમ સ્ત્રીઓ વધુ અદોદળી છે. કતાર જેવા દેશોમાં જ્યાં કાચી રાષ્ટ્રીય પેદાશ જગતમાં પ્રમાણમાં સૌથી વધુ છે તે દેશમાં ૭૨.૩ ટકા લોકો ઓવરવેઇટ છે. કતાર આજે રિચેસ્ટ નેશન ગણાય છે. કતારની આરબ સ્ત્રીઓ રાત્રે રાંધતી જ નથી. લંડનનાં ડેઇલી મેઇલના કહેવા મુજબ કતારમાં એક એક ઘરમાં મેકડોનાલ્ડઝની ટ્રક આવીને સાંજનું જંકફૂડનું તૈયાર ખાણું પીરસી જાય છે. પૈસા વસૂલ કરવા જે કાંઇ આવ્યું તે ઝાપટી જાય છે, ઓવરઇટિંગ કરે છે.
(૫) તમને જાણીને હસવું આવશે કે સાઉદી અરેબિયામાં ૬૯ ટકા છોકરી અદોદળી હોય છે. તે વ્યાયામ કરતી નથી ! શું કામ ? એટલાં માટે કે આરબ બાપ માને છે કે ફૂટબોલ, વોલીબોલ કે બીજી રમતો જો છોકરીઓ રમે તો તેમની યોનિનું રક્ષા કવચ ઘાયલ થતાં તેનું ‘કોમાર્ય’ ગુમાવે છે, આના જેવો કોઇ બીજો મૂરખ દેશ જોયો છે ?
(૬) યુનાઇટેડ આરબ અમિરાત (દુબઇ- આબુધાબી, શારજાહ વગેરેના ૬૮.૩ ટકા લોકો ઓવરવેઇટ છે એ તો ઠીક પણ તેની અસર શું થઇ? આરબ ખેલાડી ફૂટબોલમાં પાવરધા પણ ૨૦૧૦ના ફૂટબોલ વર્લ્ડકપને આ અદોદળી ટીમ જીતી ન શકી. શું કામ ? ફૂટબોલની ટીમના કપ્તાન સોલહ ઓબેદ કહે છે કે આખી ટીમને જંકફૂડ ખાવાનું વ્યસન હતું તેથી તેમને થોડીવારમાં થાક લાગી જતો .
(૭) બ્રિટનથી આવતા ગુજરાતી સગાને કહેજો કે ત્યાંથી બટાટાની કાતરી ખાસ લાવે નહીં. બ્રિટનમાં જંકફૂડ એટલું ખવાય છે કે ત્યાંના લોકો ૫ અબજ કેલરી વધુ ઝાપટે છે તેને કારણે -અદોદળાપણા થકી ૯૦૦૦ મોત થાય છે. જે હાલની ઝડપે બ્રિટિશરો અદોદળા થશે તો ૨૦૫૦માં ૯૦ ટકા અંગ્રેજો ભીમકાય હશે. બ્રિટિશ બટાટાની કાતરી ગાયની ચરબીમાં તળાય છે.
Comments
Post a Comment