નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચહેરા પરથી મેકઅપ કેમ ઉતારવો..


ચહેરા પર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ યોગ્ય રીત કર્યો હોય તો સાધારણ દેખાવ ધરાવતી મહિલા પણ સુંદર લાગે છે. પરંતુ મેકઅપને ચહેરા પરથી યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો સુંદર થી સુંદર મહિલાની ત્વચા પણ બદસૂરત થઇ શકે છે. તેથી મેક્અપ કરવાની સાથે-સાથે મેકઅપ કાઢવાની યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ત્વચાના રોમછિદ્રોની સ્વચ્છતા પણ થાય તેનું ઘ્યાન રાખવું.
રાતના સૂતા પૂર્વે ચહેરા પરથી મેકઅપ સંપૂર્ણ રીતે ન કાઢવાથી ભવિષ્યમાં ત્વચા રોગની સાથેસાથે કરચલી પણ પડી શકે છે.એટલું જ નહીં ફરી મેક્અપ કરતા પૂર્વે પણ ચહેરા પર કરેલો મેકઅપ દૂર કરીને ત્વચાની બરાબર સફાઇ કરવી.
મેકઅપ ઉતારતી વખતે વાળ ખુલ્લા હોય તો તેને ભેગા કરી પાછળથી બાંધી લેવા.
નકલી પાંપણ, કોન્ટેકટ લેન્સપહેર્યા હોય તો તેને કાઢીને જ મેકઅપ દૂર કરવો.
ક્લિન્ઝંિગ મિલ્કને રૂના પૂમડા પર લઇ ચહેરા તેમજ ગળાની નીચે સુધી લગાડવું.ફાઉન્ડેશન લગાડ્યું હોય તે દરેક ભાગ પર ક્લિન્ઝંિગ મિલ્ક લગાડવું.
આઇશેડો અને લિપસ્ટિક લગાડ્યા હોય ત્યાં એટલે કે આંખ અને હોઠની આસપાસ વધારે પ્રમાણમાં ક્લિન્ઝંિગ મિલ્ક લગાડવું.
ક્લિન્ઝંિગ મિલ્કને ચહેરા તથા ગરદન પર લગાડીને ત્રણ-ચાર મિનિટ સુધી રહેવા દેવું જેથી ચહેરા પર લગાડેલ કોસ્મેટિક ક્લિન્ઝંિગ મિલ્કમાં ભળી જાય. ત્યાર બાદ હળવે હાથેેથી નાક, ગાલ, ગરદન, કપાળ અને આંખની આસપાસ મસાજ કરતા હોય તે રીતે મેકઅપ સરળતાથી ઊતરી જશે.

સ્વચ્છ રૂનો ગોટો બનાવવો અથવા ટિશ્યૂ પેપરના ચાર ફોલ્ડ કરી ચહેરા તથા ગરદનથી ક્લિન્ઝંિગ મિલ્કથી સાફ કરવું.ટિશ્યૂ પેપરથી નીચેથી ઉપરની તરફ અને હડપચીથી ગાલ અને કપાળ લૂછતા જવું.નીચેની તરફ વઘુ પડતું દબાણ કે ખેંચાણથી કરચલી જલદી પડે છે. જ્યારે નીચેથી ઉપરની તરફ માલિશ કરવાથી કરચલી પડતી નથી. ક્લિન્ઝંિગ મિલ્કથી રૂના પૂમડાને બરાબર સાફ કરવું અને ત્યાર બાદ પર્યાપ્ત પાણીથી રૂના એક પૂમડાને ભીંજવી ચહેરા પર પાણી ફેલાવવું.જેથી રોમછિદ્રોમાં ભરાયેલા સોંદર્યપ્રસાધનોના કણ બહાર નીકળી જાય. ઠંડીના દિવસોમાં મેક્અપ ઉતારતી વખતે ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો.
આઇશેડો, આઇલાઇનર અને કાજળ દૂર કરવા આંખની આસપાસ બરાબર લૂછવું. તેથી આંખની આસપાસ એકવાર ફરી ક્લિન્ઝંિગ મિલ્ક અથવા કોલ્ડક્રિમ લગાડીને અનામિકા આંગળીથી ગોળાકારમાં આંખની આસપાસ બે-ચાર મિનિટ ફેરવી ચહેરો સાફ કરવો.
પાંપણ પર લગાડેલા મસ્કરાને દૂર કરતી વખતે પાંપણના વાળ ખેંચાય નહીં તેનું ઘ્યાન રાખવું. એકટિશ્યૂ પેપરના ચાર ફોલ્ડ કરી તેને હળવું ભીનું કરી બન્ને પાંપણની મઘ્યમાં રાખી આંખ બંધ કરવી. બે-ત્રણ વખત આંખ ઉઘાડ-બંધ કરવાથી સંપૂર્ણ મસ્કરા ટિશ્યૂ પર આવી જશે. મેકઅપ ઉતાર્યા બાદ ત્વચા પરથી ચીકાશ દૂર કરવા રૂના પૂમડા પર ટોનર લગાડી પૂરા ચહેરા, ગરદન તેમજ જે ભાગ પર મેકઅપ લગાડ્યો હોય તેના પર લગાડવું. તરત જ ફરીથી મેક્અપ કરવો હોય તો ટોનર સુકાઇ ગયા બાદફાઉન્ડેશન લગાડી મેકઅપ કરવો.
ચહેરો ધોયા બાદ જ મેકઅપ કરવાની શરૂઆત કરવી. ત્વચાના રંગ તેમજ પ્રકાર અનુસાર સોંદર્યપ્રસાધનોની પસંદગી કરવી. જેથી મેકઅપ ઉતાર્યા બાદ ત્વચા ખરાબ ન થાય.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી