નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજીબ કિસ્સો:પત્ની સાથે સંબંધ બાંધવા મિત્રને ઘરે બોલાવતો પતિ

- આ સિલસિલો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હતો : આખરે કંટાળેલી પત્નીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર

ખંભાળિયામાં રહેતી લુહાર પરિણિતા પર તેના જ પતિની મદદથી અન્ય શખ્સે બળાત્કાર ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઇ છે. ત્રણ વર્ષ પૂર્વે આચરવામાં આવેલા બળાત્કાર બાદ તાજેતરમાં બે માસ પૂર્વે નરાધમે તેણીના પતિની મદદગારીથી બળાત્કાર આચર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ખંભાળિયા સહિત જિલ્લાભરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રહેતી અસ્મિતાબેન રાજેશ રવજી મકવાણા (ઉ.વ.૩૫) નામની મહિલાએ આજે સ્થાનિક પોલીસ દફતરમાં આરોપી રવિ ચીમન મકવાણા સામે બળાત્કાર અને આ પ્રકરણમાં મદદગારી કરવા સબબ તેના જ પતિ રાજેશ રવજી સામે ફરિયાદ નોંધાવી હતી. મુળ કેશોદની પરિણિતાના પ્રથમ લગ્ન માંગરોળ ખાતે થયા હતાં. 

જેમાં ૧૫ વર્ષના લગ્નગાળા બાદ તેણીના છુટાછેડા થઇ જતાં વર્ષ-૨૦૦૭માં ખંભાળિયાના રાજેશ સાથે તેણીએ પુન: લગ્ન કર્યા હતાં. દરમિયાન વર્ષ-૨૦૦૯માં એક દિવસ તેનો પતિ તેના આરોપી મિત્ર રવિ મકવાણાને ઘરે લઇ આવ્યો હતો અને પિત્નને રવિ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તેણીએ ઇન્કાર કરતાં પતિએ માર મારી ધમકી આપી મિત્રને પત્ની સાથે શરીર સંબંધ બંધાવ્યો હતો. 

આ સીલસીલો ત્રણ વખત ચાલતા તેણી માવતરે ચાલી ગઇ હતી. જો કે, થોડા સમય બાદ આરોપી પતિ સમાધાન કરી તેણીને પરત તેડી લાવ્યો હતો. થોડો સમય પતિએ પોતાના સ્વભાવને કાબુમાં રાખ્યા બાદ ગત તા.૧૪-૪ના રોજ પોતાના સંતાનો પિકચર જોવા ગયા બાદ રાજેશ તેના મિત્ર રવિને પુન: ઘરે લઇ આવ્યો હતો અને રવિએ તેણી પર પુન: બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવથી તેણીને માનસિક આઘાત લાગતાં પિયર ચાલી ગઇ હતી. ગઇકાલે પરત ખંભાળિયા આવેલી તેણીએ આ બનાવની વિગતવાર ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.પી. પરમાર સહિતના સ્ટાફે આરોપીઓને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. 

- આરોપી પતિએ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપ્યું હતું

પત્નીને મિત્ર સાથે ધરાર શારીરિક સંબંધો બાંધવા મજબુર કરનાર પતિના કરતૂતોથી પત્ની પિયર ચાલી ગઇ હતી. ત્યારબાદ પતિએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ કરાવી હવે પછી આવું કૃત્ય નહીં કરવાની બાંહેધરી આપી હતી. છતાં પણ પતિએ આ ઘટનાને દોહરાવતા પિત્નએ ફરિયાદ નોંધાવી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી