નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કામ મેઈન્ટેઈન કરો, ટેન્શનને દૂર રાખતા શીખો

ભાગ્યે જ કોઇ એવું હશે જેને ચિંતા ન સતાવતી હોય. આ સ્ટ્રેસની માત્રા જો થોડી હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પરંતુ સમસ્યા ત્યારે જ સર્જાય છે જ્યારે સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે છે. ત્યારબાદ અન્ય સમસ્યાઓ પણ વીંટળાઈ જાય છે. રોજના ભાગદોડભયાઁ જીવનમાં સ્ટ્રેસને કંટ્રોલ કઈ રીતે કરવો તે વિશે જાણીએ.

-ઓછો જીઆઇ ફૂડ લો: મગજને યોગ્ય રીતે કામ કરવા માટે ગ્લૂકોઝના યોગ્ય પ્રમાણની જરૂરિયાત પડે છે. આ જ કારણોસર બ્લડસુગરમાં આવતાં ફેરફારની સીધી અસર વ્યક્તિના મૂડ પર થાય છે. આ વિચારીને એવા ખાદ્ય પદાથો આરોગવા જોઇએ કે, જેનો જીઆઇ એટલે, ગ્લાયસિમિક ઈન્ડેકસ ઓછો હોય. આ માટે બ્રાઉન રાઇસ, ગાજર, કેળા અને મલ્ટગિ્રેઈન બ્રેડ ખાઇ શકો છો.

-વિટામિન બીની માત્રા વધારો : શરીરનું તંત્ર સ્વસ્થ રાખવા માટે વિટામિન બીનું યોગ્ય પ્રમાણ જાળવવું જરૂરી છે. વિટામિન બી ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડની માત્રા નિયંત્રણમાં રાખે છે. ટ્રિપ્ટોફેન સેરોટોનિન નામનું રસાયણ બનાવે છે. જે મૂડને હળવો રાખે છે. આ માટે ઈંડા, પાંદડાવાળા શાકભાજી, સૂકોમેવો વગેરેનું સેવન કરી શકો છો.

-પાણી વધુ પીવો: મગજની પાસેથી વ્યવસ્થિત રીતે કામ લેવા માટે પૂરતાં પ્રમાણમાં પાણીની જરૂર રહે છે. થોડાં-ઘણાં પાણીની ઉણપ પણ માનસિક સુખ શાંતિ હણી શકે છે. 

-સ્ટ્રેસ ડાયરી બનાવો: થોડા અઠવાડિયા સુધી સ્ટ્રેસ આપનારી વિવિધ પરિસ્થિતિ વિશે એક ડાયરી મેઇન્ટેન કરો. એકવાર તેની ઓળખ થઇ જશે પછી લડવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. ઓફિસ જતી વખતે ડ્રાઈવિંગ કરતી વખતે પણ ઘણો તણાવ રહેલો હોય છે. આથી ઘરેથી થોડાં વહેલાં નીકળો કે પછી કાર પૂલિંગ સિસ્ટમ મુજબ કોઇની સાથે કાર શેર કરીને પોતે ડ્રાઈવિંગથી બચી શકે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી