નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાર રૂપિયાનો પગારદારી આજે કમાય છે બે કરોડ



 
અત્યંત ગરીબીમાં ઉછરેલા સી. ગણેશન્ એક સમયે બાર રૂપિયાના પગારે ગેરેજમાં લગભગ મજુરી જેવું જ કામ કરતા હતા. પરંતુ ત્યાંથી ટ્રક રિપેર કરવાનું શીખીને તેમણે એક ટ્રક ખરીધ્યો. આજે એમની પોતાની ટ્રાન્સપોર્ટ એજન્સી છે અને પંદર મલ્ટિ એક્સલ ટ્રકોના માલિક છે. જોકે એમનું વાર્ષિક ટર્ન ઓવર કોઇ વિશાળ કંપની જેવડું મોટું નથી, પણ એ પ્રેરણાદાયી ભારોભાર છે.

જિંદગીના મહાસંગ્રામમાં બળવાન અને બુદ્ધિશાળી લોકો હંમેશાં વિજયી બને એવું નથી હોતું. પણ હા, જે લોકોમાં વિજયી થવાની, જીત હાંસલ કરવાની પ્રબળ ભાવના છે તેઓ મોડે મોડે પણ જીત મેળવીને જંપે છે ને સફળ પણ થાય છે. તમિલનાડુમાં નાગરકોઈલ શહેરની માથવન્ લોરી સર્વિસ આનું ઉત્તમ ઉદાહરણ છે. છાપાંમાં અવારનવાર ચર્ચા થતી હોય એવી આ મોટી કંપની નથી. વળી, એક સામાન્ય ટ્રેડર સરળતાથી કમાઈ લે એટલો જ નફો આ કંપની રળે છે. તેનું વાર્ષિક ટર્નઓવર પણ ઝાઝું એવું નથી. એમાંના કેટલાંક લોકો તો એવા છે કે જેમને સરકારી શાળા એટલે છોડવી પડી કે તેમની પાસે ભણવા માટે પુસ્તકો નહોતાં, નોટબુકસનો અભાવ હતો. માથવન લોરી સર્વિસીઝના સંસ્થાપક અને સંચાલક ચંબાગમ ગણેશન્ સાથે પણ આવી જ ઘટના ઘટી.

ગણેશન્નું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું. ગણેશન્ ગરીબીને જ તેમની નિયતિ માનીને બેસી રહેવા નહોતા માગતા. તેઓ માને છે કે સુખી જીવન જીવવાનો સૌને હક છે, પણ એ સમૃદ્ધિ ભેટમાં કોઈ ન આપે. પૈસા કમાવા માટે પરસેવો પણ વહાવો પડે ને કોઈ કામમાં નાનમ પણ ન રખાય. ૬૦ના દાયકામાં તમિલનાડુના નાગરકોઈલ શહેરથી આશરે નવ કિલોમીટર દૂર એકદમ ગરીબ અને પછાત ગામમાં ગણેશન્ના પિતાજી અડધો એકર જમીનના માલિક હતા. માંડ ૧૦૦ રૂપિયાની માસિક આવકમાંથી આઠ બાળકોના પરિવાર માટે બે ટંક ખાવાનું ભેગું કરવું અશક્ય હતું. તેમ છતાં બે દિવસમાં એક વાર અને એક સમયે પેટ ભરીને આ પરિવાર કોઈ પણ રીતે જીવી રહ્યો હતો.

ગામમાં સરકારી શાળા હતી કે જ્યાં નિ:શુલ્ક શિક્ષણ મળતું હતું. છતાંય ગણેશને પોતાનો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો કારણ કે તેમની પાસે ભણવા માટેનાં પુસ્તકો, નોટબુકસ નહોતાં. એટલે શિક્ષકોની રોજ તેમને વઢ પડતી. તેઓ ફકત એક જ નોટબુક લઈને સ્કૂલમાં જતા અને પાંચ વિષયની નોટ્સ તેમાં લખતા. દરરોજ સાહેબની વઢ ખાઈને ગણેશન્ કંટાળી ગયા. છેવટે તેમણે અભ્યાસ પડતો મૂક્યો.

૧૯૭૧માં તેઓ ઘરેથી ભાગીને નાગરકોઈલ શહેર આવી પહોંચ્યા. ખિસ્સામાં ફકત ૧ રૂપિયો હતો. સોળ વર્ષના ગણેશને અહીં એક રોડસાઈડ ટ્રક રિપેરિંગની દુકાનમાં ૧૨ રૂપિયાની મજુરીએ કામ શરૂ કર્યું. ધીરે ધીરે તેઓ ટ્રક રિપેરિંગ કરતાં શીખ્યા. આ અનુભવ બાદ ૧૯૮૬માં ગણેશને પોતાની ટ્રક રિપેરિંગની દુકાન ખોલી. વ્યાવસાયિક યાત્રાની આ શરૂઆત બાદ એક મુકામ પર પહોંચતાં તેમને ૧૫ વર્ષ લાગ્યાં. જોકે ગણેશન્ માટે તો આ તેમના જીવનનું સૌથી મોટું રોકાણ હતું.

એક દિવસ એક ટ્રક માલિક તેની ટ્રક લઈને રિપેર કરાવવા આવ્યા અને કહ્યું, ‘ઓછા ખર્ચે આ ટ્રક રિપેર કરી આપ કે જેથી હું તેને વેચી શકું.’ ગણેશને એ ટ્રક રિપેર કરવાને બદલે પોતે જ ખરીદી લીધી. એ જ ટ્રક ગણેશને રિપેર કરીને વેચી ત્યારે સારા એવા રૂપિયા આવ્યા. અચાનક તેમના મગજમાં વિચાર ઝબકયો કે હવે તેઓ જુની ટ્રક ખરીદી તેને નવી નક્કોર કરીને વેચશે. ટૂંક સમયમાં જ તેમણે આ વિચારને અમલમાં મૂક્યો.

ગણેશન્ માને છે કે જેમની પાસે પૈસા નથી તેઓ ગરીબ નથી, પણ જેમની પાસે કોઈ સપનાં નથી તે લોકો ગરીબ છે. પૈસા સૌને કમાવા છે, પણ એ માટે પ્રયત્ન કરવો નથી. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો ગણેશન્ ક્યારેય ગરીબ નહોતા. ૯૦ના દાયકામાં ઉદારીકરણ બાદ પૈસાદાર બનવાનું સપનું પૂરું કરવાની તેમને તક મળી. ઉદ્યોગ-વેપાર પ્રતિબંધોમાંથી મુકત થયા તો ટ્રાન્સપોર્ટ બિઝનેસ વિકસવા લાગ્યો. ટ્રકનું ભાડું વધી ગયું.

ગણેશને પણ ટ્રાન્સપોર્ટર બનવાનો નિર્ણય લીધો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે, ‘આજે તો ઓછા વ્યાજ પર ટ્રક ખરીદવા માટે ઉધાર મળે છે, પણ મેં મારી પહેલી ટ્રક માટે ૨૩ ટકા વ્યાજદરે કરજ લીધું હતું. એ વખતે મારું એક જ લક્ષ્ય હતું કે બિનજરૂરી ખર્ચા નહીં કરું. કરજ ચૂકતે કરીને જ બીજી ટ્રક ખરીદીશ.’ આપણે સૌ જાણીએ છીએ કે ટ્રક સંચાલન કેટલો જોખમી વ્યવસાય છે! ગણેશન્ પણ આ હકીકત જાણતા હતા, પણ તેમને ગુમાવવાનું કંઈ જ નહોતું. ૨૦૦૪ પછી ટ્રક માટે ઓછા વ્યાજ દરે લોન મળવા લાગી ત્યારે દર વર્ષે બે નવી ટ્રક ખરીદવાની દ્રઢ ઈચ્છાશક્તિ સાથે ગણેશને આ જોખમી કામમાં સંપૂર્ણ રીતે ઝંપલાવ્યું.

પૈસા કમાવાની પ્રબળ ઈચ્છાએ તેમને સફળતા પણ અપાવી.ચંબાગમ ગણેશન્ આજે ૧૫ મલ્ટિએક્સલ ટ્રકોના માલિક છે. ૫૦ કર્મચારીઓ ધરાવતી માથવન્ લોરી સર્વિસનું વાર્ષિક ટર્નઓવર આજે બે કરોડે પહોંચી ગયું છે. સમયાંતરે જુની ઉધારી ચૂકવી દેવાને કારણે હાલમાં માત્ર ૭.૫ ટકાના વ્યાજદરે તેમને સહેલાઈથી કરજ મળવા લાગ્યું છે. તેમના ફાઈનાન્સરનું કહેવું છે કે, ‘દસમાંથી નવ ટ્રક માલિકોનું દેવાળું ફૂંકાઈ જાય છે, પણ ગણેશન સાથે આવું કંઈ જ ન થયું. તેમણે જે કમાણી કરી એનું રોકાણ વ્યવસાયમાં જ કર્યું છે.

પોતાનો વ્યવસાય બીજાના ભરોસે નહીં મૂકી પોતે જ કાળજીપૂર્વક સંભાળ્યો. ટ્રક રિપેરિંગના કામમાં પણ કુશળ હોવાથી તેમની ટ્રકો ક્યારેય થંભી નહીં.’ બચત કર્યા બાદ ગણેશને આજે પરિવાર માટે તમામ સુખ-સુવિધા પૂરી પાડી છે. પોતે તો ઉચ્ચ શિક્ષણ ન મેળવી શક્યા, પણ પોતાનાં ત્રણ બાળકોને તેમણે ઉચ્ચ શિક્ષણ અપાવ્યું છે. આજે તેમનાં દરેક બાળક પાસે અંગત કાર છે અને એ મિસાલ પૂરી પાડે છે કે સુખી જીવન જીવવું તે માનવીનો હક છે, પણ એ માટે પરસેવો પાડવો પડે, અથાગ મહેનત કરવી પડે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી