ચિરાગ કહે છે કે હું દરરોજ મારી જાત માટે દિવસમાં સૂતા પહેલાં અડધો કલાકનો સમય ફાળવું છું. મને એમ કરવાથી ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. હું જ્યારે પણ તૈયાર થાઉં ત્યારે તે સમયે મારી જાતને નિહાળું છું. તેને સ્માઈલ આપી તે કેટલી સુંદર છે તેનો અહેસાસ કરું છું.
હું ક્યારેય કોઈની પાસેથી મારી વખાણના આગ્રહ રાખતો નથી. હું જે સારું કામ કરું તેના વખાણ હું જાતે જ કરું છું. હું એવું માનું છું કે આપણે જ્યારે આપણા કામની અપેક્ષા કે પછી કામના વખાણની અપેક્ષા અન્ય પાસેથી રાખીએ છીએ ત્યારે દુઃખી થવું પડે છે. માટે આવી આશા રાખવી વ્યર્થ છે.
પોતાનાથી કંઈ ખોટું થાય તો તેને ફરી વખત સુધારવાનો પ્રયત્ન કરો. જો તમારાથી બીજાનું દિલ દુઃખી થયું હોય તો તે વ્યક્તિની માફી માંગી લેવી જોઈએ.
વ્યક્તિના વિવિધ રૂપ હોય છે. આવા સમયે તેના દરેક રૂપની એક અલગ જવાબદારી હોય છે. તે દરેક ક્ષેત્રમાં પોતાનું બેસ્ટ કામ આપવાની ક્ષમતા ધરાવે છે. આવા સમયે તે દરેક જગ્યાએ સુંદર અને સુશીલ જ હોય તે જરૂરી છે. સાથે એ પણ એટલું જ જરૂરી છે કે તે પોતાના માટે પણ થોડો સમય અચૂક કાઢે. પોતાની ભાવનાઓને પોતે જ સમજે. દરેક કામ માટેની તેની માનસિક અને શારિરીક સ્થિતિ અલગ હોય છે. તણાવથી ભરેલા આ જીવનમાં જો આટલી નાની વાતોને મહત્ત્વ આપીશું તો વધારે આગળ આવી શકીશું.
જે યુવાનો આત્મવિશ્વાસી અને ખુશમિજાજી છે તેઓ પાસે આ જાદુની છડી છે.
મહેશભાઈ ખુશ અને આત્મવિશ્વાસથી રહેવા માટેનો મંત્ર બતાવાતા કહે છે કે કોઈપણ પરિસ્થિતિમાં પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. કામ અઘરું છે પણ તેનાથી ખૂબ જ ફાયદો થાય છે. પોતાના કામને કામની અગ્રતા અનુસાર ગોઠવીને રાખવા જોઈએ. જેથી વર્કલોડ ન આવે. ઘરની આસપાસ ગાર્ડન હોય તો સવાર-સાંજ ત્યાં આંટો મારો.જો ઘરમાં બાળકો હોય તો તેમની સાથે થોડો સમય ફાળવવો જોઈએ અને પોતાના મનને હળવું બનાવવું જોઈએ. શક્ય હોય તો બાળકોની સાથે કાર્ટૂન ચેનલ જોવા કે પછી કોઈ કોમેડી સીરિયલ જોવા બેસવું. આમ કરવાથી તમે રિલેક્સ થઈ શકો છો.
કાર્યક્ષમતાથી વધારે કામ ક્યારેય કરવું જોઈએ નહીં. તેમ કરવાથી તણાવનો ભોગ બનાય છે. હંમેશા પોતાના માટે તેમજ બીજાના માટે પણ પોઝિટિવ વિચાર કેળવો.
આજની મોર્ડન સોનલ કહે છે કે મને મારી પ્રાઈવસીમાં કોઈ દખલ કરે તે જરાય પસંદ નથી. મને મારો પહેરવેશ, તૈયાર થવાની ટેવમાં કોઈની રોકટોક ગમતી નથી. હું ક્યારેય બીજાનું અનુકરણ કરતી નથી.હંમેશાં પોતાના મટે જીવવું જોઈએ.આજની યુવાપેઢી માને છે કે કોમ્પીટીશનના યુગમાં વર્તમાનને સાથે રાખીને ચાલવું જોઈએ. ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જોઈએ.
જો કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય તો તેને ભૂલી જવો જોઈએ. ભવિષ્યનું પ્લાનંિગ કરીને તે તરફ આગળ વધવું જોઈએ.આજની યુવાપેઢી ખૂબ જ સુશીલ અને સૌમ્ય છે. તે દરેક પરિસ્થિતિમાં સારો દેખાવ કરી શકે છે અને શાંત રહે છે. આના કારણે તે મોહક વ્યક્તિત્વ ઊભુ કરી કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. ઈન શોર્ટ સ્ટ્રેસમાંથી જ
Comments
Post a Comment