નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સત્યમેવ જયતે: ઓનર કિલિંગની ખોફનાક વાત સાંભળીને રડી પડશે આંખો


આમિર ખાનનો શો 'સત્યમેવ જયતે'માં આ વખતે 'પ્રેમ' શબ્દ પર ચર્ચા કરી છે. 'ઈશ્ક ઐસી આગ હૈં, જો બુઝાયે નહીં બુઝતી..'

આમિર એપિસોડની શરૂઆતમાં દર્શકોને પ્રેમ અંગે તેઓ શું માને છે, તે અંગે ચર્ચા કરી હતી. આમિરે સિનેમાઘરમાં લોકો કઈ રીતે પ્રેમને પસંદ કરે છે, તેની વાત કરી હતી.

ફેમિદાનો પ્રેમ પરનો વિશ્વાસ આજે પણ અડગ...

યુપીમાં રહેતી ફેમિદાએ મકાનમાં રહેતા ભાડુઆત લોકેન્દ્ર સાથે પ્રેમ કર્યો હતો. તેની સજા તે આજે પણ ભોગવી રહી છે. લોકેન્દ્રે અકસ્માતમાં પગ ગુમાવી દીધો હતો. છતાંય ફેમિદાએ લોકેન્દ્રને પ્રેમ કર્યો હતો. બંને અલગ ધર્મના હોવાથી ફેમિદાના પરિવારે લોકેન્દ્રનો ક્યારેય સ્વીકાર કર્યો નહીં.

અંતે ફેમિદાએ ભાગી જઈને લોકેન્દ્ર સાથે લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ જ્યારે ફેમિદાના પરિવારને થઈ ત્યારે તેઓ આ બંનેની જાનના દુશ્મન બની ગયા હતા. લોકેન્દ્ર-ફેમિદા ગ્વાલિયાર, ઝાંસી, દહેરાદૂન ફરતા રહ્યા પણ તેઓને સતત ધમકી મળતી રહેતી હતી. હાઈકોર્ટમાંથી પ્રોટેક્શન લીધું હોવા છતાંય તેઓને પોલીસે સાથ આપ્યો નહીં.

એકવાર પોલીસે લોકેન્દ્રને જેલમાં પૂર્યો અને માર માર્યો.અંતે 25 હજાર રૂપિયાના જમાનત પર છોડ્યો હતો. આ સમયે જેલમાં પોલીસે પ્રોટેક્શન લેટર ફાડી નાખ્યો હતો.

ફેમિદા પરિવારની લાડલી પુત્રી હતી. આજે તેને વિશ્વાસ નથી થતો કે, તેને આટલો પ્રેમ કરનાર પરિવાર તેની જાનનો દુશ્મન બની ગયો છે. જોકે, ફેમિદા લોકેન્દ્ર પર વિશ્વાસ છે અને તે તેને ઘણો જ પ્રેમ કરે છે.

મરી ગયો માનો લાડકવાયો...

27 વર્ષીય રિઝવાને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. આ ભૂલનું પરિણામ તેને જાન ગુમાવીને ચૂક્યું છે.

કોલકાતામાં રહેતો રિઝવાનને જાણીતા ઉદ્યોગપતિની પુત્રી પ્રિયંકા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રિયંકાના પરિવાર માનશે નહીં, તે વાતની જાણ હોવાથી તેઓએ છાનામાના લગ્ન કરી લીધા. લગ્ન બાદ પ્રિયંકા રિઝવાનના ઘરે આવી ગઈ. પ્રિયંકા રિઝવાનના ત્યાં આવતા જ તેના પરિવારના લોકો નારાજ થઈ ગયા. તેઓ રિઝવાના ઘરે આવ્યા અને પ્રિયંકાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રિયંકા માની નહીં. તેનો પરિવાર રાત આખી રિઝવાનના ઘરે રહ્યો અને સવાર જતો રહ્યો.

બીજા દિવસે પોલીસ પ્રિયંકા અને રિઝવાનને બોલાવીને લઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં રિઝવાનને હેરાન કરવામાં આવ્યો હતો. એક દિવસ રિઝવાનને પોલીસને પૂરી દીધો. પ્રિયંકાને કહેવામાં આવ્યું કે, જો તે રિઝવાનને છોડવવા માંગતી હોય તે ઘરે આવતી રહે. પ્રિયંકાએ એક કાગળમાં સહી કરાવીને લખ્યું કે, તે આઠ દિવસ પછી રિઝવાનના ઘરે આવી જશે.

એક દિવસ અચાનક જ રિઝવાનની લાશ રેલવે ટ્રેક આગળથી મળી આવી હતી. તેનો પરિવાર માનવા તૈયાર નથી કે, રિઝવાને આત્મહત્યા કરી હોય. તેની હત્યા થઈ હોય તેમ પરિવાર માને છે.

અચાનક એ દિવસ રિઝવાનની લાશ રેલવે ટ્રેક નજીક મળી. તેની માતાએ કહ્યું હતું કે, જો પ્રિયંકાના પરિવારે આટલી નફરત ના કરી હોત તો તેનો પુત્ર આજે જીવતો હોત.

પ્રેમ કરીને કર્યો ગુનો, જાન ગુમાવીને ચૂકવ્યું પરિણામ...

હરિયાણાના મનોજ અને બબલી જાટ હતા અને તેઓ એક જ ગોત્રના હોવાથી પરિવાર તેમનો વિરોધ કરશે તે વાત નક્કી હતી. બબલી-મનોજે ભાગીને લગ્ન કરી લીધા હતા. જ્યારે બબલીના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ રોષે ભરાયા હતા.

પરિવાર સહિત ગ્રામ પંચાયતે પણ આ લગ્નનો વિરોધ કર્યો હતો. તેઓએ હાઈકોર્ટમાંથી પ્રોટેક્શન ઓર્ડર લીધો હતો, તેમ છતાંય તેઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.

શોમાં મનોજની માતા ચંદ્રાવતિ અને બહેન સીમા આવી હતી.

ચંદ્રવતિએ કહ્યું હતું કે, તેઓ મનપસંદ સાથી સાથે લગ્ન કરીને કંઈ જ ખોટું કર્યુ નથી. તે દિવસે મનોજ-બબલી કોર્ટમાં નિવેદન આપવા જતા હતા. કોર્ટમાં બબલીએ કહ્યું હતું કે, તે મનોજ સાથે જ રહેવા માંગે છે. કોર્ટે પોલીસ પ્રોટેક્શન ઓર્ડર આપ્યો. પોલીસ તેઓને માત્ર થોડે દૂર સુધી મૂકવા આવી હતી. આ સમયે બબલીનો પરિવાર તેમનો પીછો કરી રહી હતી.

મનોજ-બબલી દિલ્હી જતા હતા. મનોજે પોતાના પરિવાર સાથે છેલ્લીવાર કરી. તેઓ બસમાં બેઠા અને થોડે દૂર ગયા ત્યાં જ સ્કોર્પિયો ગાડી બસની આગળ ઉભી રહી. માણસોએ મનોજ-બબલીને નીચે ઉતારી દીધા. બબલીને ઝેર આપી દેવામાં આવ્યું, તો મનોજને બેરહેમીપૂર્વર માર મારવામાં આવ્યો અને ગાડી પાછળ બાંધીને ફેરવવામાં આવ્યો. આટલેથી પણ તેમનો જીવ ના ભરાયો, તેઓએ મનોજનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને હાથ-પગ કાપીને નહેરેમાં વહાવી દીધા.

મનોજની માતા-બહેન આ દર્દ ક્યારેય ભૂલી શકશે નહીં. આ બંનેએ પોલીસમાં હત્યાને લઈને એફઆઈઆર નોંધવવાનું નક્કી કર્યું. પોલીસમાં એફઆઈઆર નોંધાવી તે સાથે જ સામાજીક બહિષ્કાર કરવામાં આવ્યો. ચંદ્રાવતીને અસ્થીકળશ આપવામાં આવ્યો નહોતો.

બબલીના ભાઈએ કોર્ટમાં સીમાને તમાચો ચોડી દીધો હતો. સીમાને મારી નાખવા માટે 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી. હાલમાં તો કેસ ચાલી રહ્યો છે.

ખાપ પ્રેમલગ્નના પક્ષમાં નહીં....

આમિર ખાને શોમાં ખાપ પંચાયતના કેટલાંક સભ્યોને બોલાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેઓ પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને ક્યારેય મારી નખાવતા નથી. તેઓએ કામવાસનાના ચક્કરમાં આવીને પ્રેમ લગ્ન કર્યા હોય છે. તેઓને સજા આપવામાં આવે છે. તેઓને આ જે-તે ગામને બદલે અન્ય બીજે વસવાટ કરવાનું કહેવામાં આવે છે.

લવ કમાન્ડો....

સંજય સચદેવ લવ કમાન્ડો છે. તેઓએ શોમાં કહ્યું હતું કે, પ્રેમ કરવો પાપ નથી. લોકોએ પ્રેમીઓને આ રીતે ડરાવવા જોઈએ નહીં.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી