નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચોકાવનાર કિસ્સો: સંતાનોની વર્તૂણુક પર નજર રાખજો,નહીંતર.

મોજશોખ કે ડિપ્રેશનના બોજા હેઠળ ડ્રગ્સનો નશો કરનારાઓનું વધી રહેલું પ્રમાણ

મહિલાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સૌથી વધુ
જો...જો ક્યાંય તમારું સંતાન ડ્રગ્સના રવાડે ન ચડી જાય !


બીજા ક્રમે નોકરી કરતી યુવતીઓનો પણ સમાવેશ

વડોદરામાં તમામ નશીલાં દ્રવ્યો આસાનીથી મળી રહે છે

નશો માત્ર પરુરૂષો જ કરી શકે અથવા તો નશો માત્ર પુરુષો જ કરતાં હોય છે તે માન્યતા હવે વર્ષો જૂની થઇ ચૂકી છે. જે રીતે યુવતીઓ પુત્ર સમોવડી બની રહી છે તે જ રીતે યુવતીઓ નશો કરવામાં પણ પુરુષોની હરીફાઇ કરી રહી હોય તે રીતે દર વર્ષે તેનું પ્રમાણ વધી રહ્યું હોવાના કારણે આ બાબત સમાજ માટે લાલબત્તી સમાન ગણી શકાય તેમ છે. વ્યસનમુક્તિ કેન્દ્રમાં નશો છોડાવવા માટે દાખલ થતાં દર્દીઓમાં મહિલા અથવા તો યુવતીઓનું પ્રમાણ ૩૦ ટકા જેટલું જોવા મળી રહ્યું હોવાના કારણે યુવતીઓમાં નશાનું પ્રમાણ કેટલું ઝડપથી વધી રહ્યું છે તે બાબત આ આંકડા પરથી જ સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

ડીબી ગોલ્ડ દ્વારા એન્ટી ડ્રગ એબ્યુઝ ડે નિમિતે આ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં જે ૩૦ ટકા યુવતીઓ નશો કરી રહી છે તેમાં પણ ટકાવારીની દિષ્ટએ જોઇએ તો તેમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ સૌથી વધુ છે અને ત્યાર બાદ નોકરી કરતી યુવતીઓનું પ્રમાણ બીજા ક્રમે જોવા મળે છે. જ્યારે પરિણીત મહિલાઓનું પ્રમાણ અંદાજે દસ ટકા જેટલું જણાયું છે. તબીબે જણાવ્યું હતું કે, મુંબઇ, બેંગ્લોર અથવા તો પુનામાં મળતાં ડિઝાઈનર ડ્રગ્ઝ સહિતની તમામ નશીલીં દ્રવ્યો આસાનીથી મળી રહે છે અને આ પ્રકારનાં ડ્રગ્ઝનો નશો કરતી યુવતીઓ પાછળથી શોષણનો ભોગ પણ બનતી હોય છે.

મોટાભાગે યુવકો જ યુવતીઓને નશાની લતે ચડાવે છે અને ત્યાર બાદ તેનો શારિરીક રીતે શોષણ કરવા સહિત તમામ પ્રકારે ઉપયોગ પણ કરતા હોવાના કારણે યુવતીઓએ અને તેમના વાલીઓએ આ બાબતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. 

પોકેટ મની પણ નશાખોરી માટે જવાબદાર

પોતાની દીકરી નશો કરે છે તે બાબતની જાણ મોટાભાગની માત-પિતાને નથી હોતી. અમીર વર્ગની યુવતીઓને મહિને પોકેટમની સ્વરૂપે માતા-પિતા મહિને રૂ.પ હજારથી લઇને રૂ.૧પ હજાર સુધી આપે છે અને આ નાણાં નશો કરવા માટે પૂરતાં છે. નાની ઉંમરે વધુ પૈસાની છુટ પણ નશાખોરી માટે જવાબદાર માનવામાં આવે છે. 

ડ્રગ્સના નશાખોરોને ઓળખવા મુશ્કેલ

ડ્રગ્સનો નશો કરીને આવેલી વ્યક્તિને ઓળખવાનું મુશ્કેલ હોય છે. નશો કરતી યુવતીઓનાં કેટલાંક લક્ષણો પરથી તે નશો કરે છે તે બાબતની જાણકારી મળી રહેતી હોય છે પરંતું તેની જાણકારી નશો કરનારનો યુરીન ટેસ્ટ કે બ્લડ ટેસ્ટ બાદ જ મળી શકે છે. જે માટે શંકા જાય તો આવી વ્યક્તિનો તૂરત જ ટેસ્ટ કરાવી ખાત્રી કરી લેવી જોઈએ. 

વડોદરાની યુવતીઓ પણ પાછળ નથી

વડોદરામાં નશો કરનારા વર્ગમાં યુવતીઓ પણ પાછળ નથી. જે યુવતીઓને વ્યસન મુકત કરવામાં આવી છે તેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ અથવા તો મહિલાઓ હોય છે. જે આર્થિક રીતે સધ્ધર પરિવારની અથવા તો ઉચ્ચ મધ્યમવર્ગમાંથી આવી હોવાનું જોવા મળ્યું છે. આવા અનેક સ્થાનિક કક્ષાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે.-ડૉ. યોગેશ પટેલ, મનોચિકિત્સક

પરિવારજનોએ શું કરવું જોઈએ?

સામાન્ય રીતે નોકરી ધંધામાં વ્યસ્ત બનતા પરિવારજનો પૈસા કમાવવાની ઘેલછામાં પરિવારના મૂલ્યો ભૂલતા હોય છે. જેમાં બાળકો કે પરિવાર સાથે પુરતો સમય નહીં આપવાના કારણે એકલાપણાનો અહેસાસ કરતા બાળકો ખોટી સંગતે જઈ નશાશોરીના અંધકારમાં ધકેલાતા હોય છે. આવા કિસ્સાઓથી બચવા માટે વાલીઓએ તેમના બાળકો સાથે બેસી દરેક વિષયની વિગતે ચર્ચા કરવી જોઈએ. જેનાથી તેમને એકલાપણું ન લાગે.

સંતાનો પ્રત્યે ઉદાસીન જણાતા માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સા

કિસ્સો : ૧ 

ખૂબ જ અમીર પરિવારમાંથી આવતી ૧૬ વર્ષની એશા (નામ બદલ્યું છે) શહેરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક કુખ્યાત ગુનેગારે ઇમ્પ્રેસ કર્યા બાદ તેની સાથે મિત્રતા કેળવી નશાની લતે ચડાવી હતી. એશાનાં માતા-પિતાને આ બાબતની જાણ થઇ ત્યારે ખૂબ જ મોડું થઇ ચૂક્યું હતું. આ શખ્સ હાલ આણંદની જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે. જોકે એશા મિથાઇલ ફેનીડેટ (રીટાલીન)ના નશાની આદી બની હતી.

કિસ્સો : ૨

આણંદના ધનાઢય પરિવારની કિરણ (નામ બદલ્યું છે) પુના અભ્યાસ કરતી હતી અને ત્યાં તેને નશાની લત લાગી હતી. જે યુવકે તેને નશાના રવાડે ચડાવી હતી તે યુવકે જ પાછળથી આ યુવતીને લોહીના વેપારમાં ધકેલી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, કિરણના પરિવારના સભ્યોને આ અંગેની સમયસર જાણ થતાં તે બચી ગઇ હતી અને હવે તે નશાની લતમાંથી મુકત થઇને ફરી અભ્યાસ શરૂ કરી શકી છે. આ યુવતી ઇન્ટ્રાવીનસ ડ્રગ્ઝ લેતી હતી.

કિસ્સો : ૩ 

૩૮ વર્ષના પરણિત અર્ચનાબહેન (નામ બદલ્યું છે) એક સરકારી કચેરીમાં નોકરી કરે છે. ઓફિસમાં સાથે નોકરી કરતા અધિકારીએ મિત્રતા કેળવ્યા બાદ અર્ચનાબહેનને પહેલાં દારૂ અને ત્યાર બાદ કોકેઇનના નશાનાં આદી બનાવ્યાં હતાં અને ત્યાર બાદ તેમનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આ મહિલાએ નશા મુક્તિ કેન્દ્રમાં પતિને જાણ ન થાય તે રીતે સારવાર મેળવી હતી અને તેમણે અન્ય સ્થળે ટ્રાન્સફર પણ મેળવી લીધી છે.

નશો કરવા માટે પ્રચલિત ડ્રગ્સની શું છે અશરો?

ડ્રગ્સનું નામ

મીથાઇલ કેટામીન ગાંજો કોકેઇન આલ્કોહોલ સીરપ ડિઝાઈનરડ્રગ્સ

શું અસર થાય ?

ઉત્સાહ અને શારીરિક ક્ષમતા વધારે નશો ચડે અને આનંદની અનુભૂતિ આનંદ અને ઉન્માદ વધે આનંદની પરાકાષ્ઠાની અનુભૂતિ વ્યક્તિ ખીલે,નિર્ણય શક્તિ ગુમાવે પ્રતિકાર કરવાની ક્ષમતા ગુમાવી બેસે કેમિકલ ડ્રગ્સ, રેવ પાર્ટીઓમાં ઉપયોગ

નશો કરનારના લક્ષણો?

ચીડિયો સ્વભાવ થઇ જાય સવારે મોડે સુધી સૂઇ રહે વારંવાર શરદી થઇ જતી હોય વાતવાતમાં વિદ્રોહી સ્વભાવ દર્શાવે લગ્નની ના કહે અને આ મુદ્દે ઝઘડો કરે મોડી રાત સુધી જાગે અને લેટનાઇટ પાર્ટીઓમાં જાય દિવસ અને રાત સતત મોબાઇલ ફોન પર વાતો કરે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી