નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાળજું કંપી ઉઠે તેવી સત્યઘટના:પિતા દીકરીનું લોહી છાલિયામાં ભરતો હતો

ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા સાથે જીવતા એક શખ્સે માત્ર સપનાના આધારે પોતાની સગી પુત્રીનો બલિ ચઢાવી દીધો.

‘સાહેબ, એક શંકા જન્માવે તેવા વાવડ આવ્યા છે!’ ૩૦મી એપ્રિલ ૧૯૯૪ના દિવસે હળવદના પોલીસ સબ-ઈન્સ્પેકટર સિસોદિયા પોલીસ-સ્ટેશનમાં બેઠા હતા ત્યારે એક બાતમીદાર જેવા જાણભેદુએ આવીને તેમના કાનમાં ફૂંક મારી: ‘આપણા તાલુકાના સાપકડા ગામની એક છોડીનું બે દા’ડા પહેલાં એકાએક મરણ થઇ ગયું છે ને તેના આઘાતમાં તેનો બાપ કંઇક લવારે ચડી ગયો છે, પણ ગામના લોકો માને છે કે દાળમાં કંઇક કાળું છે.’

પોલીસપાર્ટી માત્ર લોકવાતોના આધારે જ સાપકડા ગામે પહોંચી ગઇ. સાપકડા માંડ બે હજારની વસ્તી ધરાવતું ગામ છે. બળુકા બ્રાહ્નણો માટે જાણીતા હળવદથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા આ ગામના નવા વસેલા હિસ્સાને ગામલોકો નવા સાપકડા ગામ તરીકે ઓળખે છે. ગામમાં પટેલો અને કોળીઓની વસતી વધારે છે. પોલીસ પાર્ટીએ જઇને ખણખોદ કરવા માંડી તો જાણવા મળ્યું કે ગઇ ૨૭મી એપ્રિલની મધરાતે નવા સાપકડામાં રહેતા કોળી હેમુ વસરામની ૧૨ વર્ષની દીકરીનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું. 

ગામ આખું તાજુબીમાં ડૂબેલું હતું કે રાતે હડિયાદોટી કરતી રંજન મધરાતે ગુજરી કઇ રીતે ગઇ અને કદાચ કોઇ કારણસર ગુજરી ગઇ હોય તો વહેલી સવારે છ વાગ્યે જ તેના અંતિમ સંસ્કાર શા કારણે કરી દેવામાં આવ્યા? હળવદ પોલીસ આવી જ વિચિત્રતાઓને તપાસવા માટે રંજનના પિતા હેમુ વસરામ અને તેના મોટાભાઇ ગાંડુ વસરામને હળવદ લાવીને પૂછતાછ કરવામાં આવી ત્યારે હેમુએ કબૂલ કર્યું કે તેણે પોતાનાં કુળદેવી ચામુંડા માતાજીને પ્રસન્ન કરવા માટે દીકરી રંજનનો બલિ ચઢાવ્યો હતો.

ગુજરાતમાં અંધશ્રદ્ધાનું સૌથી વધુ પ્રમાણ ઝાલાવાડમાં જોવા મળ્યું છે. સુરેન્દ્રનગર નજીક થોડા સમય પહેલાં એક પીર કેન્સર મટાડતા હતા. પરંતુ આજકાલ તેઓ ગુમ થઇ ગયા હોવાનું કહેવાય છે. હળવદ નજીક જ એક બાપા ભાવતાં ભોજન કાઢવાનો ચમત્કાર કરતા હતા. આ બાપા પોતાની ફરતે કાંબળી કે ધાબળો વીંટાળી રાખતા હતા અને ભકતો માગે તે મીઠાઇ કાઢી દેતા હતા. ઝાલાવાડમાં એક તર્કબદ્ધ દલીલ કરનાર વ્યક્તિ કરતાં ઢોંગ ધુતારાઓ જલદી સ્થાન અને માન પ્રાપ્ત કરી લેતા આવ્યા છે. તેનું કારણ સાપકડાના હેમુ વસરામ જેવા લોકો છે. 

હેમુ વસરામનો સાપકડાની સીમમાં ખેતીની જમીનનો એક ટુકડો હતો, પણ ખેતી કરતાં તે ચામુંડા માતાની ભક્તિમાં વધારે સમય કાઢતો હતો. તેણે સાપકડા સીમમાં જાતે જ ચામુંડા માતાજીનું સ્થાનક બનાવ્યું હતું. એ કારણે ગામના કેટલાક લોકો તેનાથી નારાજ હતા. પરંતુ હેમુ પોતાની ભક્તિમાં મસ્ત હતો. એ પોતાને માતાજીનો ભૂવો પણ ગણતો હતો. જોકે છેલ્લાં બે-ત્રણ વરસથી તેની ખેતીમાં સારી ઊપજ આવતી નહોતી એટલે તેણે પથ્થર ઘડવાનું મજૂરી કામ શરૂ કર્યું હતું. એમાં પત્ની, એક પુત્ર અને ત્રણ પુત્રીનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાથી હેમુ પરેશાન રહેતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હેમુને થોડા દિવસ પહેલાં એક સપનું આવ્યું હતું અને સપનામાં આવીને તેનાં કુળદેવી ચામુંડા માતાજીએ બે બકરા અને ત્રણ કુંવારિકાઓનો બલિ માગ્યો હતો. એ દિવસથી હેમુના દિમાગમાં એવું ઠસી ગયું હતું કે પોતે બલિ ચઢાવશે તો જ ખેતીની ઊપજ સારી થશે. હેમુ માતાજીને પ્રસન્ન કરવા માટે ગયા માર્ચ દરમિયાન જ બે બકરાના બલિ સીમમાંનાં માતાજીના સ્થાનકે ચઢાવી આવ્યો હતો. 

૨૭મીએ તેણે સગી દીકરી રંજનને હડફેટે લીધી. ૧૨ વર્ષની રંજન એ રાતે ફિળયામાં ખાટલા પર સૂતી હતી. હેમુ પણ ફિળયામાં સૂતો હતો. બીજા બધા ઘરમાં હતા. રાતે બે વાગ્યે ઊઠીને હેમુએ હાથમાં છરી લીધી. એ જ છરીથી હેમુએ ઘસઘસાટ ઊંઘતી દીકરી રંજનની ગરદન કાપી નાખી. રંજને વેદનાને કારણે ચીસ પાડી એટલે ઘરમાં સૂતેલી તેની માતા દોડી આવી. તેણે જોયું કે રંજની ગરદાન પર ચીરો પાડવાથી લોહી વહેતું હતું અને તેનો જ સગો બાપ એક છાલિયા (વાસણ)માં તે ભરતો જતો હતો.

જેની ફરિયાદના આધારે હેમુ સુરેન્દ્રનગરની જેલમાં ગયો એ ગાંડુ વસરામે પોતાની પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે હેમુને રોકવા માટે તેની પત્નીએ પ્રયત્ન કર્યો એટલે હેમુએ કહ્યું કે તું ચૂપ રહે નહીંતર તારો પણ બલિ ચઢાવી દઇશ. એથી હેમુની પત્ની મારા ઘેર આવી. અમે પહોંચ્યા ત્યારે રંજન મૃત્યુ પામી હતી.

સગી દીકરીનું લોહી છાલિયામાં ભરીને હેમુ સીમમાં આવેલા માતાજીના સ્થાનકે તેના છાંટણાં કરી આવ્યો પછી તાબડતોબ અમુક લોકોને બોલાવીને સવારે છ વાગ્યે રંજનના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ગમે તે કારણોસર ૨૮મી એપ્રિલથી હેમુ જાહેરમાં એવું બોલતો હતો કે માતાજીને એક બલિ ચઢાવ્યો છે. હજુ બે બલિ ચડાવવાના બાકી છે. તેના આ લવારામાંથી જ તેનો ભેદ ખૂલી ગયો હતો. પોલીસે તપાસ કરી તો ખાટલાનો એક પાયો લોહીથી ભીંજાયેલો મળ્યો હતો. રંજનને અગ્નિદાહ આપ્યા પછી હેમુએ તેનાં કપડાં અને છરી ફળિયામાં જ ખાડો કરી દાટી દીધાં હતાં. 

હેમુ સુરેન્દ્રનગરની જેલમાં પહોંચી ગયો એટલે ઓછી ઊપજ આપતી ખેતી કદાચ સાવ વાંઝણી થઇ ગઇ, પણ સાપકડાના લોકો કહેતા કે જે થયું તે સારું જ થયું. નહીંતર હેમુ માતાજીને ત્રણ ત્રણ બલિ ચઢાવી દેત.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત