નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દેશમાં સોયા આઈસક્રીમની પહેલ કરનાર ભાનુમૂર્તિ ગોના


 
કોઇ પણ સામાન્ય માણસની પ્રાથમિક અને મહત્વની જરૂરિયાત છે તેના પરિવારની ખુશી. તેની સૌપ્રથમ ચાહ જ એ હોય છે કે તેના પરિવારને સંપૂર્ણ સુખ-સુવિધા મળે. આમાંના કેટલાંક એવું વિચારે છે કે જે લોકો રૂપિયા કમાય છે તેઓ નફાખોર, કરચોર અને ગરીબોનું શોષણ કરનારા છે. આ વિચારધારાએ જ આઝાદી પછી છેક ચાર દાયકા સુધી ભારતીય યુવાનોની ઉદ્યોગ સાહસિકતાને કાટ લગાડી દીધો. ગ્લોબલ માર્કેટનો હિસ્સો બન્યા પછી કેટલાક ભારતીય યુવાનોની વિચારસરણી બદલાઈ અને ઉદ્યોગ સાહસિકતા જાગ્રત થઈ.

કમનસીબે આજે પણ દેશના નાનકડા શહેર અને ગામમાં યુવા ટોળકી તેમની કાર્યશક્તિનો, ક્ષમતાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતી. આજે પણ તેઓ એ ભ્રમમાં જીવી રહ્યા છે કે વ્યવસાયી બનવા માટે મોટી ડિગ્રી અને ભારેભરખમ મૂડી જોઈએ. જો આ યુવાનો પણ ખુલ્લી આંખે સપનાં જુએ તો તેમના માટેય ઉદ્યોગ સાહસિક બનવાના દ્વાર ખુલ્લાં જ છે. બસ, એ માટે જોઈએ નવી વિચારસરણી અને જોખમ ખેડવાનું સાહસ. ભારતીય યુવાશક્તિ ટ્રસ્ટના સહસંસ્થાપક અને પૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. વેંકટરામન્નાં દીકરી લક્ષ્મી વેંકટરામન્ વેંકટેશન્ કહે છે કે, ‘૧૯૯૧માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મેં જોયું કે પ્રિન્સ ચાર્લ્સના એક અભિયાન હેઠળ તેમના દેશના યુવાનો વેપાર સ્થાપે છે. ભારત પાછાં ફયાઁ બાદ ૧૯૯૨માં હું જેઆરડી ટાટાને મળી અને તેમની મદદથી ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટની સ્થાપના કરી. નાનાં શહેર તેમજ ગામડાંમાં એવા પણ યુવકો છે જેમની પાસે કંઈક નવું કરવાનું જોમ છે, આશય છે. જોખમ ઉઠાવવાની હિંમત છે. આ યુવકોને ટ્રસ્ટ હેઠળ છેલ્લાં ૨૦ વર્ષમાં વેપાર-ધંધો શરૂ કરવાની પ્રેરણા આપી છે.’

આવા જ એક ઉદ્યોગ સાહસિક છે ભાનુમૂર્તિ ગોના. સોયા ઉત્પાદન માટે જાણીતા આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લાના તેઓ રહેવાસી. તેમણે દેશમાં સૌ પ્રથમવાર પર્યાવરણ હિતેચ્છુ આરોગ્યપ્રદ સોયા આઈસક્રીમ બનાવવાની પહેલ કરી. ૩૫ વર્ષીય ભાનુમૂર્તિ ગોના ક્રીમલાઇન્સના સંસ્થાપક મેનેજિંગ ડાયરેકટર છે. તેમની શિરમોર પ્રોડકટ છે ‘બેરઝિ’ બ્રાન્ડ સોયા આઈસક્રીમ. આ ઉપરાંત તેઓ મસાલાનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે. હાલમાં ગોના ક્રીમલાઇન્સનું વાર્ષિક ટર્નઓવર ૪ કરોડ રૂપિયા છે. પરંતુ આનાથીય મહત્વની વાત એ કે ભાનુમૂર્તિએ ૬૦૦ જણાને રોજગાર આપ્યો છે. ૧૨ વર્ષ પહેલાં તેઓ હૈદરાબાદમાં બેટરી બનાવતી એક કંપનીમાં નોકરી કરતા હતા. એ વખતે તેમનો પગાર ફકત ૬૦૦ રૂપિયા હતો. ભાનુમૂર્તિ અહીં માત્ર એક વર્ષ ટક્યા. દિવસ-રાત તેમના મગજમાં એ વિચાર ઘોળાયા કરતો કે નોકરી કરીશ તો કેટલું કમાઈશ? ક્યાં પહોંચીશ? આ સવાલોએ તેમના મનને એવી ઠેસ પહોંચાડી કે ભાનુમૂર્તિ વગર વિચાર્યે નોકરી પડતી મૂકી પોતાને ગામ પાછા આવી ગયા.

ઘણા દિવસના મનોમંથન બાદ ૨૦૦૦માં તેમણે મિત્રો પાસેથી કરજ લીધું, પત્નીનાં ઘરેણાં ગિરવે મૂક્યાં અને એ રકમમાંથી કેન્ડી બનાવવાનો કુટિર ઉદ્યોગ શરૂ કર્યો. બે વર્ષની અંદર તેમણે આ નાનકડા વેપારમાંથી બે લાખ રૂપિયા ભેગા કર્યા. ત્યાર પછી મોટું સાહસ ખેડવાના ઈરાદાથી ભાનુમૂર્તિ હૈદરાબાદ ગયા. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે સોયામાં પ્રોટીન વધુ અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. વળી, સોયાબીન જેટલા જોઈએ એટલા મળી શકે એમ હતા. આમ વિચારીને હૈદરાબાદમાં તેમણે ભાડાના એક શેડમાં આઈસક્રીમ મેન્યુફેકચિંરગ યુનિટની સ્થાપના કરી. આ રીતે ભાનુમૂર્તિ દેશમાં સૌ પ્રથમ વાર સોયા આઈસક્રીમ લોન્ચ કરનારા ઉદ્યોગ સાહસિક બન્યા. નસીબે પણ તેમને પૂરો સાથે આપ્યો અને તેમને આગળ વધવાની એક નહીં, પણ ત્રણ ત્રણ તક મળી.

અમેરિકન સોયા એસોસિએશનના એક સેમિનારમાં તેઓ સામેલ થયા. અહીં તેમણે સોયામાંથી આઈસક્રીમ બનાવવાની વર્લ્ડકલાસ પદ્ધતિ શીખી. આ તેમની પહેલી તક હતી. એ પછી બીજી તક એ મળી કે આંધ્રપ્રદેશ ઇન્ડસ્ટિ^યલ ઇન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશને તેમને ૨૦૦૦ સ્કવેર ફીટનો પ્લાન્ટ ફાળવ્યો અને ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટની મદદથી તેમને ૩.૫ લાખ રૂપિયાની બેંક પાસેથી લોન મળી એ તેમને ત્રીજી તક મળી.

ભાનુમૂર્તિએ ગ્રાહકો સુધી બેરઝિ બ્રાન્ડ સોયા આઇસક્રીમ પહોંચાડવા માટે દેશી ઉપાય અપનાવ્યો. તેમણે મોબાઈલ ટ્રોલીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આઇસક્રીમનો સ્વાદ ચખાડ્યો. આજે હૈદરાબાદમાં જ બેરઝિ સોયા આઈસક્રીમનાં બે ડઝન એક્સકલુઝિવ આઉટલેટ્સ છે. ભાનુમૂર્તિ પોતાની બાઈક પર દરરોજ આ દરેક આઉટલેટ્સ પર પહોંચે છે. તેઓ કહે છે કે, ‘૨૦૨૦માં ગોના ક્રીમલાઈન્સનું વાર્ષિક ટર્નઓવર ૧૦૦ કરોડે પહોંચશે અને ૩૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ તેમાં કામ કરતા હશે.’
લક્ષ્મી વેંકટેશન્ પણ કહે છે કે, ‘ભાનુમૂર્તિ જેવા ભારતીય જુવાન દેશની મૂલ્યવાન સંપત્તિ અને બેમિસાલ તાકાત છે.’‘

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી