નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એપ્પલ લાવ્યું મેકબૂક અને ઓપરેટિંગ સિસ્ટમનું અપગ્રેડ વર્ઝન

એપ્પલે વર્લ્ડવાઈડ ડેવલપર્સ સંમેલનમાં મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસ-૬ અને મેકબૂકનું અપગ્રેડ વર્ઝન લોન્ચ કર્યું હતું. કંપનીના સીઈઓ ટિમ કૂકે જણાવ્યું હતું કે, આઈઓએસ-૬ને બીટામાં લોન્ચ કરવામાં આવશે. સામાન્ય ગ્રાહકોને હજુ થોડો સમય રાહ જોવી પડશે.

મેકબૂક પ્રો બે વર્ઝનમાં

રેટિના ડિસ્પ્લે : એટલે કે બહેતર પિક્ચર ક્વોલિટી (પ૦ લાખ પિક્સેલ. હાઈ ડેફિનેશન ટેલિવિઝનથી ૩૦ લાખ પિક્સેલ વધારે)

- મેકબૂક પ્રોનું એડવાન્સ વર્ઝન રૂ ૧,૯૨,૯૦૦
- બેઝિક વર્ઝન : ૧,પ૨,૯૦૦

ફ્લેશ મેમરી

- તેમાં હાર્ડ ડ્રાઈવના બદલે ફ્લેશ સ્ટોરેજ મેમરી છે.
- લેપટોપ કરતાં મેકબૂક
- ચાર ગણી ઝડપે કામ કરી શકે છે.
- તેમાં ઉપયોગમાં લેવાયેલી ૭૬૯ જીબી ફ્લેશ મેમરીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

પ્રોસેસર

- ઈન્ટેલ કોર આઈ-૭ આઈવી બ્રીજ પ્રોસેસર
- ૨.૭ ગીગા હર્ટ્ઝ સ્પીડ
- ૩.૭ ગીગા હર્ટ્ઝની ટર્બો બૂસ્ટ સ્પીડ. 'અપર્ચર’ અને 'ફાઈનલ કટ પ્રો’ જેવા હેવી સોફ્ટવેરનો પણ ઉપયોગ થઈ શકશે.

વધુ બેટરી લાઈફ

સાત કલાકનો વકિગ ટાઈમ ૩૦ દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ

બહેતર સાઉન્ડ: બે માઈક્રોફોન. ઓડિયો કોલ વખતે આસપાસનો અવાજ ઓછો કરવા માટે પોતાનો અવાજ સ્પષ્ટ કરીને બીજી તરફ મોકલે છે.

બેકલિટ કી-બોર્ડ: કી-બોર્ડમાં ઈનબિલ્ટ સેન્સર.

અંધારું થતાં જ લાઈટ શરૂ થઈ જાય છે. જેથી અંધારામાં પણ ટાઈપિંગ કરી શકાય છે.

મેકબૂક એરના પણ બે વર્ઝન લોન્ચ: એપ્પલે મેકબૂક પ્રો સાથે એરના બે વર્ઝન લોન્ચ કર્યા છે. ૧૧ ઈંચ એરની કિંમત R પપ,૮૮પ અને ૧૩ ઈંચ મોડેલની કિંમત R ૬૭,૦૦૦ છે.

ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસ -૬

એપ્પલે નવી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ -૬ લોન્ચ કરી છે. તેને આઇફોન, આઇપેડ અને આઇપોડ ટચ પર ચલાવી શકાશે.

ઓપરેટિંગ સિસ્ટમમાં ૨૦૦ નવા ફીચર

- આઇઓએસ -૬ પર ગુગલ મેપ નહીં ચાલે. એપ્પલ પોતાના મેપના ઉપયોગ પર ભાર મૂકશે.
- આઇફોન, આઇપેડ, આઇપોડ ટચના ગ્રાહક મફતમાં તેને અપગ્રેડ કરાવી શકશે.
- આઇજ ફ્રી ફીચર રહેશે. તેની મદદથી કાર ડ્રાઇવ કરતી વખતે સીરી બટન દબાવતાં જ આઇફોન બોલીને ઓપરેટ કરી શકાશે. આ સીરી બટનને કારમાં લગાવવામાં આવશે.
- વીડિયો કોલ મોબાઇલ કનેક્ષનથી કરાશે. પહેલાં વાઇફાઇ પર નર્ભિર હતા.

આઇઓએસ -પના યૂઝર્સને આઇઓએસ-૬ પર લાવવાની તૈયારી

- ૮૦% એપલના યૂઝર્સ આઇઓએસ -પના.
- ૨૦% યૂઝર્સ બાકી.
- ૩૬.પ કરોડ આઇઓએસ એપ્પલ વેચી ચૂક્યું છે.
- ૧૪ કરોડ મેસેજ કઠફ-પને કઠફ-૬માં અપડેટ કરવા કંપનીએ મોકલ્યા છે.

મેકબૂક માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ જુલાઇમાં

- મેકબૂક માટે એપ્પલ નવી ઓપરેટિંગ સિસ્ટમ માઉન્ટેન લોયન મેક ઓએસ એક્સ ૧૦.૮ જુલાઇમાં લોન્ચ કરશે. કિંમત લગભગ ૧૯.૯૯ ડોલર (૧૧૦૦ રૂપિયા)હશે.
- ફેસબુક, ટ્વીટર સાથે સીધું કનેક્ષન હશે. તેના કારણે યૂઝર્સને આ સાઇટ પર વારંવાર લોગઇનની જરૂર નહીં રહે.
- પાવર નેપ કમ્પ્યૂટરને સ્લીપિંગ મોડમાં પણ અપડેટ કરી દેશે. ઇમેલ, મેસેજ અને ફાઇલને બેકઅપમાં સુરક્ષિત રાખશે.
- સોફ્ટવેરને ઓટોમેટિક અપડેટ કરશે. તેથી વારંવાર અપડેટની જરૂરત નહીં રહે

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી