નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'નવાબી બિરયાની'



'નવાબી બિરયાની'

સામગ્રી :
ચોખા - ૧૨૫ ગ્રામ, ગાજર - ૨૦ ગ્રામ
ફણસી - ૧૫ ગ્રામ, ફ્લાવર - ૫૦ ગ્રામ
વટાણા - ૫૦ ગ્રામ, મરીનો પાઉડર - પા ચમચી
આદું - ૫૦ ગ્રામ, લસણ - ૫૦ ગ્રામ
મરચું - સ્વાદ મુજબ, તજ - ૩-૪ ટુકડા
જાવંત્રી - ૧ ગ્રામ, તમાલપત્ર - ૨-૩
એલચી - ૩-૪ નંગ, એલચા - ૨ નંગ
દહીં - ૨૫ ગ્રામ, મીઠું - સ્વાદ મુજબ
ઘી - ૫૦ ગ્રામ, ડુંગળી - ૧૦૦ ગ્રામ
કેસર - થોડા તાંતણા, દૂધ - ૫૦ ગ્રામ

રીત : 
-બધા શાકને ધોઇ બારીક સમારી લો. 
-એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં સમારેલાં આદું-લસણને આછા બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો. 
-મરચું, ગરમ મસાલો અને દહીં નાખીને હલાવો. 
-તે પછી બધાં શાક તેમાં નાખી થોડી વાર રહેવા દો. 
-ત્યાર બાદ તેને આંચ પરથી ઉતારી એક તરફ મૂકો. 
-હવે બાકીના ગરમ મસાલાને દૂધ ભેળવેલા પાણીમાં નાખી ભાત તૈયાર કરો. ઠંડું થાય એટલે પાણી નિતારી લો. હવે તૈયાર ભાતમાં બધા શાક મિકસ કરો. 
-પ્રેશર કૂકરમાં ઘી લગાવી શાક ભેળવેલો ભાત તેમાં નાખો. 
-તેના ઉપર કેસરના પલાળેલા તાંતણાં નાખી ઢાંકીને ધીમી આંચે બિરયાની સીઝવા દો. -છેલ્લે બદામી રંગની સાંતળેલી ડુંગળી ભભરાવી સર્વ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી