નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક વખત આ સ્થળની મુલાકાત લેશો તો કાશ્મીરને પણ ભૂલી જશો

ચીટકુલના રસ્તાઓ વિશ્વના સૌથી થ્રીલિંગ રસ્તા તરીકે જાણીતા છે.રસ્તાની રાઇડ રોમાંચકારી છે કાશ્મીર કરતાં પણ બ્યૂટિફુલ એવું આ પ્લેસ ટુરિસ્ટ્સ માટે જાણીતું નથી, જેને ઇશ્વરે મનભરીને સુંદરતા આપી છે

બાર હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું ચીટકુલ એટલે તિબેટની બોર્ડર પર આવેલું છેલ્લું ગામડું. દૂર દૂર સુધી સુંદર પહાડો, એનાં પરથી પસાર થતાં વાદળો અને એની વચ્ચેથી વહેતી નદી..કોઈ સ્વર્ગમાં આવી ગયાં હોઈએ એવું જ લાગે..ટુરિસ્ટ માટે આ પ્લેસ બહુ જાણીતી નથી. બહુ શાંત જગ્યા છે આ. કાશ્મીર કરતાં પણ વધારે સુંદર અને આહ્લાદક. કુન્નુર ડિસ્ટ્રિક્ટમાં આવેલા આ પ્લેસ જિંદગીભરની એક યાદગાર જગ્યા ન બને તો જ નવાઈ. 

આ જગ્યાની ખાસ વાત છે અહીંના રસ્તા. પહાડોના રસ્તા પર રોમાંચ તો હોય જ. આ રસ્તા ખાસ્સા એવા ડેન્જરસ પણ છે. સાવ ગોળ... સ્ટિયરિંગ પરથી જરા કાબૂ ગયો તો ગયાં... 

પહાડ કોતરીને બનાવેલા આ રસ્તા 

સિંગલ ટ્રેક છે. સામેથી આવતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડ્રાઇવ કરવાનું. આ રસ્તાઓ રોમાંચ માટે દુનિયાભરમાં જાણીતા છે. આ રસ્તાની ખૂબી એનો વ્યૂ છે. પહાડ કોતરીને બનાવેલા રસ્તાઓ અદ્ભુત લાગે છે. રસ્તાઓની બ્યૂટી જોવામાં ખોવાઈ જઈએ તો જર્નીનો થાક પણ ના લાગે. એક બાજુ પહાડ દેખાતો હોય અને નીચે નદી. સ્વર્ગ કરતાં પણ અદ્ભુત સૌંદર્ય. જેમ જેમ હાઇટ પર જતાં જઈએ એમ એમ રસ્તાની સુંદરતા વધતી જાય. હાઇટ પરથી નદી જોવાની મજા જુદી જ છે. જો કોઈને સુંદરતા અને રોમાંચ બંનેનો અનુભવ સાથે કરવો હોય તો અહીં જરૂર જવું જોઈએ.

એકવાર તો જવું જ જોઇએ

ચિટકુલની ટુર રોમાંચકારી છે. રસ્તાઓ સિંગલ ટ્રેક છે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે બહુ જ સાવધ રહેવાની જરુર છે. સ્ટિયરિંગ પરથી કાબૂ ગયો તો સીધા નદીમાં.. 

ચિટકુલ એકદમ શાંત પ્લેસ છે. અહીં નેચર એટલું બધુ અદ્ભુત છે કે તમે રિલેક્સ થઈ જાવ. સ્ટ્રેસ ફ્રી થવા માટે આ પ્લેસની વિઝિટ ચોક્કસ જ કરવી જોઇએ. સર્પાકાર રસ્તાઓના વ્યૂને કેમેરામાં શૂટ કરવાનું ભૂલતા નહીં.






Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !