નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડાઇવોર્સી સાથે લગ્ન કરવાથી સાતમા સ્થાનનો ભાર થાય છે હળવો!



 
પ્રશ્ન :મારી પત્ની પાંચ વર્ષ પહેલાં મારા પુત્રને લઇ પિયર ચાલી ગઇ છે. એનાં મા-બાપ મને એની સાથે વાત પણ કરવા દેતાં નથી. શું એ પાછી આવશે?- પ્રશાંત, સાબરમતી

ઉત્તર :બારમું સ્થાન દાંપત્યજીવનના સહવાસનું છે. જેનું બારમું સ્થાન બગડે તે લગ્નજીવનના ભોગ ભોગવી ન શકે. વિરહમાં જ દિવસો પસાર કરવા પડે. તમારા બારમા ભાવે તો ગ્રહણ છે. સૂર્ય, ચંદ્ર, રાહુ બારમે છે. સાડા સાતી હજુ ચાલુ જ છે. ૨૦૧૩માં જ્યારે શનિ રાહુ ભેગા થાય ત્યારે આ બાબતનું કાયમી પરિણામ આવે. મોટા ભાગે તો છુટા પડવાના જ યોગ છે છતાં ૨૦૧૩માં પ્રયત્નો કરી શકો છો.

પ્રશ્ન :હું બેંકમાં જોબ કરું છું. એમબીએ કરેલ છે. લગ્ન ક્યારે? ૩૦ વર્ષ થયાં.-કમલ વસ્તાણી, નવસારી

ઉત્તર :બારમા ભાવે મંગળ કેતુ જેવા પાપ ગ્રહોનો અડ્ડો છે. સાતમા ભાવે ચંદ્ર એકલો છે. દર સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવો તથા દૂધ-ભાત ગાયને ખવડાવો. ડિસેમ્બર ૧૩માં કંકક્ષેત્રી છપાશે.

પ્રશ્ન :મારા હસબન્ડ એમબીએ/એમસીએ છે. મેં પણ માસ્ટર ડિગ્રી મેળવેલી છે. અમારે ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવાનો વિચાર છે. ક્યા દેશ માટે ટ્રાય કરાય? ક્યારે યોગ છે?- જલ્પા રાવ, વિદ્યાનગર

ઉત્તર :તમારી બંનેની કુંડળી વિદેશગમન માટે એકદમ બળવાન છે અને ભવિષ્યમાં ઇન્ડિયા છોડી દેશો એમાં બે મત નથી. કુંડળી પ્રમાણે ઓસ્ટ્રેલિયા/ન્યૂઝિલેન્ડ વધુ અનુકુળ રહેશે તેથી તેને પ્રથમ પસંદગી અપાય. ૨૦૧૫ વિદેશગમન માટે ખૂબ જ બળવાન છે.

પ્રશ્ન : મારા પતિની કુંડળી મોકલી છે. ખૂબ નાણાંભીડ છે. શેરબજારમાં ખોટ ગઇ. હવે દોઢ વર્ષથી અમદાવાદનું મકાન વેચવા કાઢયું છે, પણ વેચાતું નથી. તો ક્યારે વેચાશે?- ચંદ્રિકાબહેન, અમદાવાદ

ઉત્તર :તુલા લગ્નની કુંડળીમાં ચોથા સ્થાનનો માલિક ઉચ્ચનો બને અને તેના ઉપર ગુરુની દ્રષ્ટિ પડે ત્યારે મકાન વેચાય. ૨૦૧૩નું વર્ષ આ માટે વધુ આશા લઇને આવી રહ્યું છે. જુલાઇ ૧૩ પછીના ત્રણ મહિનામાં મકાન વેચાઇ જશે.

પ્રશ્ન :૧૯૭૯માં મારો જન્મ છે. ૩૪મું ચાલે છે. લગ્ન જ થતાં નથી. થશે ખરાં? ક્યારે?- જૈનેશ શાહ, વલસાડ

ઉત્તર :તમે નસીબદાર છો કે હજુ લગ્ન થયાં નથી. જો લગ્ન વહેલાં થઇ ગયાં હોત તો છુટાછેડા માટે કોર્ટ-કચેરીના ચક્કર તમે કાપતાં હોત! બારમું સ્થાન એટલું બગડેલું છે કે એક જ મહિનામાં ડાઇવોર્સ થાય. હવે લગ્ન કરો તો વાંધો નહીં, પણ જો મન માને તો કોઇ ડાઇવોર્સી કે વૈધવ્યવાળી કન્યાનો હાથ પકડી સહારો આપો. તમારા ગ્રહો કૂણા પડશે. ૨૦૧૩ના મે પછી લગ્ન!

પ્રશ્ન : ૪૨ વર્ષ થયાં ઘરનું ઘર નથી. ભાડાના ઘરમાં રહું છું. બસ એક જ ઇચ્છા છે. પોતાનું મકાન ક્યારે થશે?- મહેન્દ્ર ડાભી, અમદાવાદ

ઉત્તર :મિથુન લગ્નમાં નકારાત્મક ભૂમિકા ભજવતો મંગળ પ્રોપર્ટી સ્થાને છે. દર મંગળવારે મસૂરની દાળ બાફી, ગોળ નાખી ગાય-કૂતરાને ખવડાવો. એક વાર જમીને ૨૧ મંગળવાર કરો. મે ૨૦૧૩ પછી તમારી ઇચ્છા મંગળ મહારાજ પૂરી કરશે.

પ્રશ્ન : ૧૯૭૬માં જન્મ છે. હજુ લનનો મેળ જ પડતો નથી. ઉંમર વધતી જાય છે. ક્યારે થશે?- સંજયકુમાર, ગાંધીધામ

ઉત્તર :તુલા રાશિ લગ્નજીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તુલા રાશિમાં પાપ ગ્રહોની જમાવટ થઇ હોય તો લગ્ન વિલંબથી થાય અથવા ડાઇવોર્સ થાય, તુલામાં રાહુનો પ્રવેશ થાય પછી એટલે કે ૨૦૧૩માં કોઇ પાત્ર નજરમાં આવશે અને જાન્યુઆરી ૨૦૧૪માં તમારો સંસાર શરૂ થશે.

પ્રશ્ન : મારા ઇન્ટરકાસ્ટ મેરેજ છે. મારા પતિની ચાલચલગત સારી નથી. મારી સાથેના અંગત સંબંધો પણ ઓછા થઇ ગયા છે. આપઘાતના વિચારો આવે છે. મારું લગ્ન સુખી થશે કે પછી છુટાછેડા થશે?- વૈશાલી, અમદાવાદ

ઉત્તર :બારમું સ્થાન પતિ-પત્નીની અંગત પળોનું છે, સહવાસનું છે. તમારે બારમા ભાવે નીચ રાશિનો શનિ છે અને બારમા સ્થાનનો માલિક કેતુની પકડમાં છે. આપણા પોતાના જ પાછલા સંચિત કર્મો આપણને સજા આપે છે. ૨૦૧૩ અને ૨૦૧૪ તમારા માટે સારી આશાઓ લઇને આવે છે. કદાચ પતિની હૂંફ વધુ મળે. પતિની કુંડળી નથી એટલે ડાઇવોર્સ વિશે સચોટ તો ન કહી શકાય પણ તમારી કુંડળીમાં ડાઇવોર્સ નથી લાગતા. મંગળવારે મસૂરની દાળ બાફી ગોળ નાખી ગાયને ખવડાવો. સાથે સાથે ગણપતજિીની ઉપાસના કરો.

પ્રશ્ન :૪૭ વર્ષની ઉંમર છે. ભાડાના ઘરમાં રહીએ છીએ. ૨૦ વર્ષ પહેલાં એક આંખ ગુમાવી દીધી છે. પોતાના ઘરની ઇચ્છા પૂરી થશે?- રામલાલ મેઘાણી, રાજકોટ

ઉત્તર :તમારા ચોથા સ્થાને વર્ગોત્તમી મંગળ છે અને લાભેશ ગુરુની તેના ઉપર દ્રષ્ટિ પડે છે. ૨૦૧૪ના અંતમાં જ્યારે શનિ મહારાજ સૂર્ય ઉપરથી ભ્રમણ કરશે ત્યારે તમારા મકાનના યોગ સક્રિય થશે અને ૨૦૧૫માં તમારું પોતાનું મકાન ૧૦૦ ટકા થઇ જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી