Posts

Showing posts from July, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમની આ અનોખી તસવીરને શબ્દોની જરૂર ખરી?

Image
આ બંનેના પ્રેમને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે આ ચિમ્પાન્જી માની જેમ એક વાઘના બચ્ચાને બોટલમાં દૂધ પીવડાવી રહ્યો છે માણસ જ નહીં જાનવરોમાં પણ અંદરોઅંદર ખૂબ પ્રેમ હોય છે. બેંકોકના એક ઝૂમાં એક ચિમ્પાન્જી પ્રેમ અને માતૃત્વનું આવુ અનોખુ ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છે. સામુત પ્રકાન ઝૂનો આ ચિમ્પાન્જી માની જેમ એક વાઘના બચ્ચાને બોટલમાં દૂધ પીવડાવી રહ્યો છે. ચિમ્પાન્જી આ નાનકડા બચ્ચાનું ખૂબ ધ્યાન રાખે છે, તે તેને પોતાના ખોળામાં બેસાડીને જ દૂધ પીવડાવે છે. આ બંનેનો પરસ્પર પ્રેમ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. *

સાત અજાયબીને પણ ફિક્કા પાડે તેવા છે આ નઝારા!

Image
યુએનના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં હવે 4 અન્ય નઝારાઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં કેન્યા લેક સિસ્ટમ, ઓગાસાવરા આઇલેન્ડ્ઝ, ઓસ્ટ્રેલિયાના નિંગાલુ કોસ્ટ તેમજ જોર્ડનના વાડી રમ પ્રોટેક્ટેડ એરિયાને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાંક તો એવી જગ્યાના નઝારા છે, જે પહેલેથી જ આ યાદીમાં સામેલ છે. પ્રસ્તુત છે તેની એક તસવીરી ઝલક *   1.કેન્યા લેક સિસ્ટમ   2.ઓગાસાવરા આઇલેન્ડ્ઝ   3.ઓસ્ટ્રેલિયાના નિંગાલુ કોસ્ટ   4.વાડી રમ પ્રોટેક્ટેડ એરિયા   5.એન્શિયન્ટ બીચ ફોરેસ્ટ ઓફ યુરોપ   6.રિયો પ્લેટેનો બાયોસ્ફિયર રિઝર્વ (સેન્ટ્રલ અમેરિકા)   7.સુમાત્રાના ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ્સ   8.માનસ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી (ઈન્ડિયા)  

ફરી વર્ષો પછી જીવતી થઈ એક સબમરીન, તસવીરો!

Image
આ યુ બોટ બનાવનારો ઈંગ્લેન્ડનો એક શાંત શહેરી છે આ બોટ એટલા માટે બનાવવામાં આવી છે, જેથી નાઝીઓના હુમલાવાળા સમુદ્રી દુઃસ્વપ્નની યાદ તાજી થઈ શકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરની નૌસેનામાં સામેલ યુબોટે નાઝીઓને સમુદ્રમાં લડાઈ કરવામાં મદદ કરી હતી. આ વખતે ફરી એક યુ બોટ બની છે, પરંતુ તેને બનાવનારો ઈંગ્લેન્ડનો એક શાંત શહેરી છે, જેનો ઉદ્દેશ્ય કંઇક અલગ કરવાનો છે. લંકશાયરના બુર્સકોફની એક નદીમાં ચાલતી આ સબમરીન લોકોને બીજા વિશ્વયુદ્ધ અને નાઝીઓના આક્રમણની યાદ અપાવે છે. આ યુ બોટ-8047 જર્મન સબમરીનની નકલ છે. રિચર્ડ વિલિયમ્સે આશરે 50 હજાર પાઉન્ડના ખર્ચે તે બનાવી છે. આ બોટ એટલા માટે બનાવવામાં આવી છે, જેથી નાઝીઓના હુમલાવાળા સમુદ્રી દુઃસ્વપ્નની યાદ તાજી થઈ શકે. જો કે તેમની વેશભૂષા જોઇને લોકો તેમને નાઝી કહીને બોલાવવા લાગ્યા છે. તેમની બોટના કેટલાક હિસ્સાની ચોરીનો પ્રયાસ પણ થયો હતો, પરંતુ વિલિયમ્સનું કહેવુ છે કે તે એક શાંત શહેરી છે અને શાંત નદીમાં આ નાવ ચલાવે છે. તેમનો હેતુ એ જણાવવાનો છે કે તે સમય કેવો રહ્યો હશે અને તે સબમરીન અંદર બહારથી કેવી દેખાતી હશે? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાનાશાહ હિટલરની નૌસેન

એક કબ્રસ્તાન જ્યાં આજે પણ ફરે છે પિશાચ!

આ આત્માઓ પોતાની જ દુનિયામાં ફરતી હોય છે તે ક્યારેય અહીંયા આવનાર કોઇને પરેશાન કરતી નથી ભૂત, પ્રેત અને આત્માનું કોઈ સ્થાન નિશ્ચિત ન કરી શકાય, પરંતુ દુનિયાભરમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે, જેને આત્માઓ પોતાનું સ્થાન બનાવી દે છે. અત્યાર સુધી તમે જૂની ઈમારતો અને જહાજો પર આત્માઓના કબજા વિશે વાંચ્યુ હશે, પણ આજે અમે તમને જે કબ્રસ્તાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં વેમ્પાયર્સનું સામ્રાજ્ય છે. અમે વાત કરી રહ્યા છીએ લંડનના હાઈગેટ કબ્રસ્તાનની. આ કબ્રસ્તાનમાં ઘણા બધા લોકોએ વેમ્પાયર્સને ફરતા જોયા છે. અત્યાર સુધી વેમ્પાયર્સ વિશે દુનિયામાં માત્ર અટકળો જ લગાવવામાં આવે છે, પરંતુ આ કબ્રસ્તાનમાં કેટલાય લોકોને મોતના આ રાક્ષસોને અનુભવ્યા છે. આમ પણ દુનિયાભરમાં કબ્રસ્તાનનું નામ સાંભળીને લોકોને ભૂત, પ્રેત અને આત્માનો ખ્યાલ આવી જાય છે. કબ્રસ્તાન વિશે ઘણા લોકો એ વાત સ્વીકારે છે કે અહીંયા આત્માઓ ભટકે છે. લોકોનું કહેવું છે કે અહીંયા આત્મા ફરે છે એ વાત સાચી છે, પણ તે કોઇને પરેશાન કરતી નથી, તે પોતાની જ દુનિયામાં રહેતી હોય છે.

મહિલાઓને આ એક કામમાં સૌથી ઓછો સમય લાગે છે!

Image
લંચ બ્રેકની વાત આવે ત્યારે તેમનો લંચ અવર 20થી 30 મિનિટનો જ હોય છે 49 ટકા મહિલાઓ ઘરેથી લંચ લઈને આવે છે ઓફિસમાં લંચ ટાઇમ બધા માટે સરખો જ હોય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે 30 ટકા મહિલાઓનું કહેવુ છે તે તેમનો કોઈ ફિક્સ લંચ અવર નથી હોતો અને તેઓ પોતાના ડેસ્ક ઉપર બેસીને જ જમી લે છે. જ્યારે લંચ બ્રેકની વાત આવે ત્યારે તેમનો લંચ અવર 20થી 30 મિનિટનો જ હોય છે. આ દરમિયાન પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ ઝડપથી લંચ લઈ લે છે. સેન્ડહર્સ્ટ ફાઇન ફૂડ્સ તરફથી કરવામાં આવેલા સર્વે પ્રમાણે 40 ટકા પુરુષો લંચ બ્રેક માટે 30 મિનિટ કરતા વધારે સમય લે છે. ત્યાં જ સર્વેમાં બીજી એક વાત એવી પણ સામે આવી છે કે 49 ટકા મહિલાઓ ઘરેથી લંચ લઈને આવે છે, જેના કારણે કેન્ટિનમાં ઓર્ડર આપીને જમવાનું મંગાવવાનો સમય બચી જાય છે. 55 ટકા મહિલાઓ ખોરાકમાં વેડફાતા પૈસા બચાવવા માટે આવુ કરે છે.

અંબાજી અને દ્વારકા પહોંચી શકાશે મિનિટોમાં: એરપોર્ટ મળશે

Image
    - ગુજરાતમાં નવા ચાર એરપોર્ટ બનશે- અંબાજી, દ્વારકા, પાલિતાણા અને અંકલેશ્વરમાં બનશે એરપોર્ટ - એરપોર્ટ સત્તાવાળાઓ તરફથી મંજૂરી મળી ગઇ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબાજી અને દ્વારકામાં નવા એરપોર્ટ માટે સંબંધિત સત્તાવાળાઓ તરફથી પ્રાથમિક તબક્કાની મંજૂરી મળી ગઇ છે અને 15મી ઓગસ્ટ પછી આ નવા સૂચિત એરપોર્ટ બનાવવા માટેના અભ્યાસ માટે એજન્સીને કામગીરી સોંપાઇ શકે તેમ છે. ગુજરાતના મહત્વના યાત્રાધામોને હવાઇ માર્ગે જોડવા માટે દ્વારકા, અંબાજી, પાલિતાણા સહિત અંકલેશ્વર ખાતે નવા એરપોર્ટ બાંધવા માટેની દરખાસ્તને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી તરફથી પ્રાથમિક સ્તરે મંજૂરી મળી ગઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સ્થળોએ એરપોર્ટ બાંધવા માટેની જગ્યા અને સાનુકૂળતાઓની તપાસ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી કન્સલ્ટન્સી ફર્મની પસંદગી કરીને તેને કામગીરી સોંપવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતના આ યાત્રાધામો ખાતે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમની સુવિધા માટે અહીં એરપોર્ટ માટેની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.

તમે સ્વર્ગ જેવું જીવન ઈચ્છતા હોવ તો, આટલુ જરૂર કરો

Image
બધા ઈચ્છતા હોય છે કે, તેને સ્વર્ગ મળી જાય કે સ્વર્ગ જેવા એશો આરામવાળી જિંદગી મળી જાય. દાર્શનિકોએ કહ્યું છે કે, આપણુ હોવું તે જ સ્વર્ગ છે. જે રીતેનું જીવન આપણે જીવીએ છીએ તે રીતે જ સ્વર્ગ અને નરક પોતાની આસપાસ નિર્મિત કરી લઈએ છીએ. એક સંત થયા હતા સુંદરદાસજી. તેઓ પ્રસિદ્ધ સંત દાદુજીના શિષ્ય હતા અને ખંડેલવાલ વૈશ્ય સમાજમાં રાજસ્થાનના દોસામાં જનમ્યા હતા. તેમને ઘણી અદભૂત પંક્તિઓ લખી છે. એક જગ્યાએ તેમને લખ્યું છે... सुंदर सतगुरु आपनैं किया अनुग्रह आइ। मोह-निसा में सोवते हमको लिया जगाई।। સુંદરદાસજીએ ગુરુનું મહત્વ ઉપર ખૂબ જ સુંદર લખ્યું છે. જે સ્વર્ગની ખોજમાં હોય તેમને જીવનમાં ગુરુ અને સંતનું મહત્વ સમજવું જોઈએ. જેટલા મોડેથી આપણે સંતોની સાથે બેસીશું, સમજી લો સ્વર્ગની નજીક છીએ કે સ્વર્ગમાં જ બેઠા છીએ. સંત ત્રણ વાતો કરે છે અને એટલા માટે તેમના ત્રણ રૂપ માનવામાં આવ્યા છે. પહેલુ તો તેઓ સૂરજ છે, જે સૂતેલાને જગાડે છે. બીજુ, તેઓ પવનની જેવા છે, જે સૂતેલાને હલાવવા માટે હવાની ભૂમિકામાં રહે છે અને જો માણસ ત્યારે પણ ન ઊઠે તો સંત, પક્ષીની જેમ હોય છે, અવાજ કરશે કે હવે તો ઊઠી જાઓ. સૂર્ય પવન અને પક્ષી ત્ર

દુર્ભાગ્યના દુઃખ પછી, આવી રીતે સુખ પણ આવે જ

Image
ભાગ્ય, દુર્ભાગ્ય આ એવા શબ્દ છે જેને આપણે બધા માનીયે છીએ. દુર્ભાગ્ય શું છે? કોણ ભાગ્યહીન હોય છે? આનો અર્થ શું છે? આની વિશે એ જ કહી શકાય છે કે કોઇ માણસના મનની કોઇ વાત ન હોય તો તે પોતાને ભાગ્યહીન માની લે છે. જીવનમાં ઘણી પરિસ્થિતિઓ એવી આવશે જ્યારે દુર્ભાગ્ય પર વિશ્વાસ થાય છે. જેમ કે - - જ્યારે ઘણી મહેનત પછી પણ અસફળતાનો સામનો થાય છે. - જ્યારે ધનની હાનિ થાય છે. - જ્યારે પ્રેમમાં દગો મળે છે અથવા પ્રેમી છોડીને જાય છે. - જ્યારે સંતાન અનાદર કરવા લાગે છે. - જ્યારે રોટલી, કપડા અને મકાન જેવી મુળભુત સુવિધા મેળવવાવામાં પણ પરેશાનિઓ આવી રહી હોય. - જ્યારે વિપરિત પરિસ્થિતિઓ આવી જાય. - જ્યારે ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ અધુરી રહી જાય. - જ્યારે સ્વાસ્થ્ય બગડી જાય અથવા દુર્ઘટના ઘટિ જાય. - જ્યારે ભુતિક સુવિધાઓમાં ખામી આવી જાય. આવી રીતે જીવનમાં જ્યારે પણ આપણા મનની વિપરિત કાંઈ બની જાય છે તો તેને દુર્ભાગ્યનું જ નામ આપવામા આવે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આવા દુર્ભાગ્યોનું દુઃખ કહી શકાય. પણ આમાંથી બહાર આવવા આપણે ત્યાં ધર્મ અને આધ્યાત્મ એક શ્રેષ્ઠ રસ્તો છે. આવા દુઃખોમાંથી બહ

ચહેરાની રંગત-રોનક વધારો, હરતાં-ફરતાં....આ સરળ ટિપ્સથી

Image
માણસનાં શરીરમાં તેનો ચહેરો સૌથી વધારે પ્રભાવશાળી હોય છે ,કારણ કે વ્યક્તિત્વનાં બીજા ગુણોની ઓળખ પછી થાય છે.ફસ્ટૅ ઇમ્પ્રેશન તો ચહેરાની રંગત અને હાવભાવથી જ પડે છે. તમારા ચહેરાને પ્રભાવશાળી બનાવવાં ત્વચાની ચમક સૌથી વધારે જરૂરી છે.આવો, જાણો આ સરળ ઉપાયોથી ત્વચાની ચમકને કેવી રીતે પાછી લાવી શકાય અને કેવી રીતે તેને લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી શકાય. 1 – ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠુ એટલે કે એલોવિરાનું જ્યુસ હથેળીઓ પર લઇને ચહેરા પર મસાજ કરીને લગાડો અને સુકાઇ જવાં પર ચહેરા પર સાફ નવશેકા પાણીથી ધોઇ લો.7 દિવસની અંદર તમે તમારા ચહેરાનાં બદલાવને જોઇ દંગ રહી જશો. એક અન્ય પ્રયોગમાં બે ચમચી બેસન,હળદર,ગુલાબ જળ અને મધ મેળવીને લેપ લગાડો.આ ચહેરો,હાથ-પગ અને ગરદન પર લગાડો અને 10 મિનિટ પછી ધોઇ લો.તેનાથી ત્વચાની રંગત નિખરી જશે. 2- કાચા દુધમાં હળદર લગાડીને તેની પેસ્ટ બનાવો.તેને ચહેરા અને હાથ-પગ પર લગાડો.10 મિનિટ બાદ તેને ધોઇ લો.ત્વચા નિખરી જશે. 3- હોઠને સુંદર અને મુલાયમ બનાવવા માટે રાતે સુતા સમયે દુધની મલાઇ લગાડો, સવારે ઠંડા પાણીથી ધોઇ લો. 4 – આંખોમાં બળતરા અને કા

ગુસ્સાને ભગાડવાં બસ આટલું કરો

Image
અગાઉના સમયમાં અમુક વ્યવહાર માટે કેટલાક અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી રહેતી હતી . પહેલાં ગુસ્સો આવે તો તેના માટે પણ એક અલગથી રૂમ રહેતો હતો. અનુચિત અંગેની પણ એક શિસ્ત હતી. વર્તમાનમાં આપણે ગુસ્સાને તો સાથે જ લઈને ફરતા હોઈએ છીએ. દરેકનો ગુસ્સો પોતાની અંગત બાબત હોય છે. કોઈને અમુક બાબતે ગુસ્સો આવતો હોય છે તો કોઈને કોઈક બીજી જ બાબત ગુસ્સે કરતી હોય છે. કામ, મદ અને લોભ અંગત નથી હોતાં. કામનું ધ્યેય અને કેન્દ્ર નક્કી હોય છે. મદ અને લોભની પરિસ્થિતિ પણ નક્કી હોય છે, પરંતુ ગુસ્સો કઈ વાતે આવે અને કઈ વાત પર ન આવે એ નક્કી કરવું કપરું છે. તમે તમારા ગુસ્સાને જાતે જ ઓળખો. ગુસ્સાને ઠંડો કરવાની સૌથી સીધી અને સરળ રીત નિશ્વિંતતા છે. કોઈ એક વાત પર અટકી જવું ગુસ્સાનું કારણ બની જાય છે. કોઈએ આપણું અપમાન કર્યું અને આપણે એ અપમાનની વાત પર અટકી જઈએ તો સમજી લેવું કે ગુસ્સો આવી જશે. ગુસ્સો સંક્ષિપ્ત સ્વરૂપમાં આવેલું પાગલપણું છે. ગુસ્સાવાળી વ્યક્તિ અને પાગલ માણસ વચ્ચે મૌલિક અંતર કશું જ નથી. અંતર ફક્ત એટલું જ છે કે પાગલ માણસ સ્થાયી સ્વરૂપે પાગલ હોય છે જ્યારે ગુસ્સાવાળી વ્યક્તિ અસ્થાયી પાગલ. આજે દરેક માણસ જવાળા

આ શું? ભારતીય પ્રજા દુનિયાની સૌથી હતાશ પ્રજા

Image
  -વિક્સિત દેશો કરતાં વિકાસશિલ દેશોમાં ડિપ્રેશનથી પિડાતી પ્રજાની સંખ્યા વધુ ભારતીયો દુનિયાની સૌથી વધુ હતાશ પ્રજા છે. આશરે 36 ટકા ભારતીયોમાં હતાશાના લક્ષણોમાંની મેજર ડિપ્રેસિવ એપિસોડ (એમડીઈ) બીમારી જોવા મળી હતી. WHO (હુ)ના સર્વે પ્રમાણે નેધરલેન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ધ રાષ્ટ્રો કરતાં ગરીબ રાષ્ટ્રોમાં રહેતા લોકો વધુ પ્રમાણમાં સુખી છે. નેધરલેન્ડ 33.6 ટકા એમડીઈના કેસો સાથે બીજા ક્રમે હતું જ્યારે ફ્રાન્સ અને અમેરિકા અનુક્રમે ત્રીજા ચોથા ક્રમે હતા. ફ્રાન્સમાં એમડીઈના 32.3 ટકા જ્યારે અમેરિકામાં 30.9 ટકા કેસો નોંધાયા હતાં ભારતમાં અંદાજે 9 ટકા લોકો આજીવન હતાશાથી પિડાય છે. અને 36 ટકા લોકો એમડીઈથી પીડાય છે. ભારતમાં હતાશા સરેરાશ વય 31.9 વર્ષ છે જ્યારે ચનમાં આ ઉંમર 18.8 અને અમેરિકામાં 22.9 વર્ષ છે. બીએમસી મેડિકલ જર્નલમાં પ્કાશિત અભ્યાસ વિવિધ દેશોમાં 89000થી વધુ લોકોની મુલાકાત પરથી કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પ્રમાણે ભારતમાં દરેક સાતમાંથી એક વ્યક્તિ આજીવન હતાશાથી પિડાય છે. જ્યારે વિક્સિત દેશોમાં આ આંકડો દર નવમાંથી એક વ્યક્તિનો છે. મેજર ડિપ્રેસિવ એપીસોડની બીમારીમાં ચિંતા, ઉત્સાહ કે ઉંમગનો

ટૂંકાગાળે મારઝૂડના સકારાત્મક પરિણામ જોવા મળે પણ લાંબાગાળે નુકસાન થતું હોય છે

Image
    શું તમે જાણો છો કે વરિયાળી શરીર માટે કેટલી લાભદાયી છે? વરિયાળીમાં અનેક ઔષધિય ગુણ રહેલા છે જે બધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નાના કે મોટા બધાને ભાવે તેવી વરિયાળીનાં ગુણો તો જાણી લો જરાં.... 1. મગજ સંબંધી રોગો માટે વરિયાળી ગુણકારી છે. આના નિરન્તર સેવનથી આંખો ખરાબ નથી થતી અને મોતિયાની સમસ્યા પણ નથી થતી. 2. ઉલ્ટી, તરસ, મન બેચેન થવું, જલન અને, ઉદરશૂલ, પિત્તવિકાર,મરોડ વગેરેમાં વરિયાળીનું સેવન લાભકારી છે. 3. દરરોજ સવારે અને સાંજે દસ ગ્રામ મીઠું ભેળવ્યા વગરની વરિયાળી ચાવવાથી લોહી શુધ્ધ રહે છે અને ત્વચાનો રંગ પણ સાફ રહે છે. 4. હાથ પગમાં બળતરાની સમસ્યા હોય તો વરિયાળી અને ધાણાને બરાબર પ્રમાણમાં લઈને વાટી લો. જમ્યા પછી દરરોજ એક ચમચી આ મિશ્રણનું સેવન કરો. થોડા દિવસોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે. 5. જો તમારા બાળકને હંમેશા અપચા, મરોડ અને દૂધ પાછું આવવાની સમસ્યા રહેતી હોય તો બે ચમચી વરિયાળીના પાવડર સાથે લગભગ 200 ગ્રામ પાણી મિક્સ કરીને ઉકાળી લો. આ પાણીને ઠડું કરીને બોટલમાં ભરી લો. આ પાણીને રોજ દિવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી આ પરેશાની દૂર થાય છે

મારઝૂડ બાળકોનું વર્તન બગાડે છે

ટૂંકાગાળે મારઝૂડના સકારાત્મક પરિણામ જોવા મળે પણ લાંબાગાળે નુકસાન થતું હોય છે વાલીઓ ખાસ ધ્યાન રાખે કે મારઝૂડ કરવાથી બાળકો લાંબાગાળે બગડે છે. અભ્યાસમાં જણાવાયું છે કે મારઝૂડથી બાળકોની સંવેદનશીલતાને અસર થાય છે અને તે તેમના વર્તનને બગાડે છે. સંશોધકોએ શોધી કાઢયું હતું કે બિનશારીરિક સજાઓને બદલે મારઝૂડ કરવામાં આવતાં બાળકોની સંવેદનશીલતા ઘટે છે અને તેમની વિશેષ કાર્ય કરવાની ક્ષમતાને પણ અસર થાય છે જે બાબત લોકોને સજા કરતી વખતે વિચારવા અને જરૂર પડ્યે તેમની વર્તણૂંક સુધારવા ફરજ પાડે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સતત મારઝૂડની સજાથી બાળકોની શિસ્ત નબળી બને છે અને તેમની વિશેષ કાર્યક્ષમતા પણ નીચી જાય છે. ડેઇલી ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું હતું કે બાળકો માર પડવાની બીકે ટૂંકાગાળા માટે નિયમનો અમલ કરે છે, પણ લાંબાગાળે તેઓ આ નિયમોને અનુસરતા નથી અથવા તો તેમના ફેંકાઈ જવાના કારણે સમજી શકતાં નથી. મોન્ટેરિયલની મેકગીલ યુનિવર્સિટીના સંશોધક પ્રો. વિક્ટોરિયા તલવારે કહ્યું હતું કે, ‘આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મારવાની સજા બાળકને કઈ રીતે વર્તવું અથવા તેમના અભ્યાસમાં કઈ રીતે સુધારો કરવા એ શીખવતી નથી. ટૂંકાગાળા

દહીંના ગુણો તો જાણી લો, તમે પણ તેના દિવાના થઈ જશો

Image
    -દહીં શરિરની ઈમ્યૂન સિસ્ટમ શાર્પ બનાવે છે -બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે, કેલ્શિયમ, વિટામિન એ-ડીનો ખજાનો છે દહીં આમ તો દહીંને કેટલાંયે ગુણ છે પણ તે વિશે ઘણાં ખરાં લોકોને જાણ નથી. દહીં આપણાં ઈમ્યૂન સિસ્ટમ માટે વરદાનથી કંઈ કમ નથી. દહીં ન ફક્ત આપને ફિટ રાખે છે પણ કેટલાંયે ગંભીર રોગથી પણ આપને બચાવે છે. હાલમાં જ થયેલાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે દહીંમાંઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરનારા બેક્ટેરિયા હોય છે આ બેક્ટીરિયા આપને રોગ સામે લડવાની શક્તિ પુરી પાડે છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન એ-ડી અને ફાસ્ફોરસ જેવા પોષક તત્વો જોવા મળ્યાં છે જે આંખ અને વાળની ગુણવત્તા પણ સુધારે છે. એટલું જ નહીં તે બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ છુટકારો આપે છે. દહીંમાં જોવા મળતાં બેક્ટેરિયા આંતરડાની અંદરની બાજુએ ચોટી જાય છે અને ત્યાં ભેગો થતા અપાચ્ય ખોરાકનો નિકાલ કરવાનું કામ કરે છે.

નવાં નવાં પ્રેમમાં પડ્યાં છો, તો આ વાતોનું ધ્યાન રાખજો

Image
  અહીં એવી કેટલીક બાબતો વિશે અમે જણાવીયે છીએ કે જે દરેક છોકરાએ તેની ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવતો હોય ત્યારે ધ્યાનમાં રાખવા જેવી છે. સંબંધોને બાંધવા સહેલાં છે પણ તેને સાચવવાં ઘણાં અઘરાં છે તેથી આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી આપનાં સંબંધો મજબુત બને અને તેનું આયુષ્ય લાંબુ ટકે. *ક્યારેય તમારા ભુતકાળ વિશે વાત ન કરો. તમારી ગર્લફ્રેન્ડ સામે ક્યારેય તમારી એક્સ ગર્લફ્રેન્ડની વાત કરશો નહી. આ તમારી સૌથી મોટી ભુલ કહેવાશે. આ વાતો તેને ખરેખરમાં દુઃખી કરે છે. * જ્યારે તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે હોવો અને ત્યાથી અન્ય કોઈ સુંદર છોકરી પસાર થાય તો ક્યારેય તેને જોઈ હોટ કે સેક્સી જેવાં શબ્દનો ઉપયોગ કરશો નહી. આ વસ્તુ તમારી ગર્લફ્રેન્ડ જરાં પણ પસંદ નહી કરે કે તમે તેની હાજરીમાં અન્ય યુવતીમાટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો. * જેવી રીતે આપને તે તેની સહેલીઓની વાતો કરે તે પસંદ નથી તેવું તેને પણ હોય તેને પણ આપનાં મિત્રોની વાતોમાં કોઈજ રસ હોતો નથી. તેથી હમેશાં તેની સહેલીઓનાં નામે તેને ચિડવવાની ભુલ ન કરશો. કારણ કે જે દીવસે તેની કમાન છટકશે આપની આવી બનશે. * ક્યારેય તેને આવી વાત ન કરશો કે 'જો તુ મ

આપના બાળકને હોસ્ટેલમાં મુકતા પહેલાં તૈયાર કરો

Image
    આજકાલ અભ્યાસ માટે પણ બાળકોને બીજા શહેરમાં રહેવું પડે છે. આ સમય વડીલો માટે પણ મુશ્કેલ હોય છે. અહીં એક માતાએ દીકરાને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે કઇ રીતે આ સમયને મજાની સફરમાં પરિવતિgત કરી શકાય છે. તમે પણ વાંચો... વહાલા રિંકુ, તને આ રીતે એકલા છોડવાનું ગમતું નથી. મને પણ તારી ખૂબ યાદ આવે છે, પણ બેટા, થોડી વાર ગુસ્સો ભૂલી જા, તો તને નવી વાત સમજવા મળશે. મારી વાત પર ધ્યાન આપજે દીકરા. બેટા, જિંદગી તને નવું શીખવાની તક આપી રહી છે. આજે તું એ દરેક બાબત શીખી શકે છે, જે તારા ભવિષ્યને ઉજજવળ બનાવવામાં ઉપયોગી થશે. આવા સોનેરી સમયને નારાજ થઇને વેડફી ન નાખ. આત્મનિર્ભરતાથી શરૂઆત કર. આપણે સૌએ ક્યારેક તો એકલાં રહેવાની ટેવ પાડવી જ પડે છે, માતાપિતા જીવનભર તો સાથે રહેતાં નથી ને? વળી, દરેક કામ માટે આપણે બીજાની આશા ન રાખતાં પોતાના દરેક કામ જાતે જ કર. શરૂઆતમાં તને મુશ્કેલી પડશે, પણ ધીરે ધીરે તું બધું શીખી જઇશ. તારા કપડાં ધોઇ, ઇસ્ત્રી કરીને રાખતાં શીખ. તારો યુનિફોર્મ રોજ નહીં તો દર બે દિવસે ધોઇ નાખવો. આ કામ અત્યારથી આવડતાં હશે, તો ભવિષ્યમાં તું નોકરી કરતો હોઇશ તો તકલીફ નહીં પડે. તારી જાતને વ્યવસ્થિત

વધારે પડતા વજનનું આ નુકશાન તો તમે જાણતાં જ નહીં હોવ..!

Image
  તમારાં વધારે પડતા વજનને કારણે તમારો બોયફ્રેન્ડ તમને પણ છોડી શકે છે...! જી હાં આપને જાણીને નવાઈ લાગશે કે આપનું વધારે પડતું વજન ઘણી વખત તમારા સંબંધોની આડે આવી શકે છે. આ કારણે તમારો બોયફ્રેન્ડ તમને છોડી પણ શકે છે. હાલમાં જ થયેલાં એક સર્વે પ્રમાણે ઘણાં પુરૂષોએ તેમની ગર્લફ્રેન્ડને એ કારણે ડમ્પ કરી હતી કારણકે તેનું વજન વધારે હતું અને તેથી તેમને તેનામાં ઈન્ટરેસ્ટ ઓછો થઈ ગયો હતો. યુએસનાં 70000 પુરૂષો પર કરવામાં આવેલા સર્વેમાંથી 48 ટકા પુરૂષોએ તેમનાં સંબંધો તુટવા પાછળ તેમની ગર્લફ્રેન્ડના વધતા વજનને ગણાવ્યું હતું. એટલું જ નહીં 32 ટકા પુરૂષોએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં પણ તેમની ગર્લફ્રેન્ડને તેના વધતા વજન બાબતે ટોકે છે. જ્યારે આ સર્વેમાં ફક્ત 20 ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે તેઓ વધતા વજનને કારણે તેમના બોયફ્રેન્ડને છોડી દેશે. આ સર્વે આસ્ક મેન.કોમનાં એડિટર ઈન ચિફ જેમ્સ બાસિલે આ સર્વે કરાવ્યો હતો. પુરૂષોએ જણાવ્યું હતું કે તેઓને હોટ એન્ડ સેક્સી ફિગર ધરાવતી છોકરીઓ વધુ પસંદ હોય છે અને તેઓ ઈચ્છે છે કે તેમની ગર્લફ્રેન્ડ એવી જ હોય.

મુઝાવો છો, યોવનની તે સમસ્યા કોને કહું? પુછો અહીં

પ્રશ્ન : મારી ગભૉવસ્થાનો ચોથો મહિનો છે. હજી પેટમાં ગર્ભનું હલનચલન થતું લાગતું નથી. મને કોઇ તકલીફ તો નહીં હોય? ઉત્તર : ગર્ભનું હલનચલન સામાન્યત: પાંચમા મહિનાથી થતું હોય છે. છતાં તમે મન શાંત કરી અડધો કલાક આંખો બંધ કરી ગર્ભ પર હાથ મૂકી ધ્યાન કેન્દ્રિત કરો. આનાથી તમને ગર્ભના હલનચલનનો અનુભવ થશે. પ્રશ્ન : મને ઘણા વખતથી એક યુવાન ગમે છે, પણ હું એને કહી શકતી નથી. મારા ઘરમાં લગ્ન વિશે વાતચીત ચાલે છે. મારે કેવી રીતે એ યુવાન વિશે ઘરમાં કહેવું? ઉત્તર : તમે પહેલાં એ જાણી લો કે એ યુવાનને તમારા માટે લાગણી છે કે નહીં. જો એને પણ તમારા પ્રત્યે પ્રેમ હોય તો ઘરમાં માતા કે મોટીબહેન અથવા ભાભીને વાત કરો. તેઓ એ યુવાનના પરિવારજનો સાથે વાત કરીને તમારા લગ્ન એની સાથે કરાવી આપશે. પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે. અમે ઘણી વાર સાથે ફરવા જઇએ છીએ. મેં એક-બે વાર મારી ફિઆન્સીને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ મારાથી દૂર રહે છે. મારે એને નજીક લાવવા શું કરવું? ઉત્તર : તમારી ફિઆન્સી તમારાથી દૂર રહેતી હોય તો એક કારણ આપણા સંસ્કાર હોઇ શકે. આપણે ત્યાં હજી પણ લગ્ન પહેલાં યુવક-યુવતી વધારે પડતા નજીક નથી આવતા. એને બિનજરૂરી નજીક લ

તૈલી ત્વચા હોય તો ચહેરો સાદા પાણીથી ધૂઓ

Image
    પ્રશ્ન : મારી ઉંમર ૩૭ વર્ષ છે. મારી ત્વચા તૈલી છે. મારે કયા ક્રીમથી ફેશિયલ કરાવવું અને કયા ફેશવોશથી ચહેરો ધોવો જોઇએ? હું કેવા કોસ્મેટિક્સનો ઉપયોગ કરું તો વધારે સારું? ઉત્તર : તમે ચહેરો ધોવા માટે બજારમાં ઓઇલી સ્કિન માટે મળતા ફેશવોશનો ઉપયોગ કરો. દિવસમાં ત્રણ-ચાર વાર ચહેરો સાદા પાણીથી ધૂઓ. ફેશિયલ કરાવતાં પહેલાં તમે બ્યૂટિશિયનને તમારી સ્કિન વિશે જણાવી દેશો તો એ ત્વચાના પ્રકારને અનુરૂપ ફેશિયલ ક્રીમનો ઉપયોગ કરશે. કોસ્મેટિકસમાં તમે વોટરબેઝડ કોસ્મેટિકસ તેમ જ મેટ ફિનિશ ધરાવતાં હોય તેનો ઉપયોગ કરો. પ્રશ્ન : હું બાવીસ વર્ષની છું. ઋતુ બદલાવાની સાથે જ મારા ચહેરા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે. તે દૂર કરવા માટે ઘરગથ્થુ ફેસપેક જણાવશો. ઉત્તર : તમે જણાવ્યું નથી કે તમારી ત્વચાનો પ્રકાર કેવો છે. જોકે તમારી સમસ્યા પરથી લાગે છે કે ત્વચા અત્યંત સંવેદનશીલ હોવી જોઇએ. તમે તુલસીના થોડા પાન વાટીને તેને જ્યાં ફોલ્લીઓ થઇ હોય ત્યાં લગાવો. ભોજનનું ખાસ ધ્યાન રાખો. તળેલાં ખાદ્યપદાર્થો ઓછા લેવાનું રાખો. તાજાં ફળ ખાવ. છતાં જો ફરક ન જણાય તો ડર્મેટોલોજિસ્ટને બતાવો. પ્રશ્ન : મારી દીકરી સાત વર્ષની છે. એના ચહેરા

ચોમાસામાં વાળ વધારે ખરતાં હોય ત્યારે...

Image
    ચોમાસામાં મોટા ભાગની મહિલાઓને રોજેરોજ પોતાના ખરતા વાળની ચિંતા હેરાન કરે છે. ત્યારે જો થોડી સંભાળ રાખવામાં આવે તો વાળના કથળતા સ્વાસ્થ્યને સુધારી શકાય. શુષ્ક હોવાથી વાળ ખરે એ તો જાણે સામાન્ય બાબત છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજના લીધે મૂળ નબળા થઇ જવાથી વાળ ખરવા લાગે છે. સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે, જ્યારે ખરતા વાળના પ્રમાણમાં નવા વાળ ઓછા આવે છે. જો તમને પણ ખરતા વાળની સમસ્યા સતાવતી હોય તો અહીં જણાવેલી બાબતો ધ્યાનમાં રાખો. જો એક દિવસમાં તમારા ૫૦થી ૧૦૦ વાળ ખરતાં હોય, તો ગભરાવા કે ચિંતા કરવાના બદલે એ ધ્યાન આપો કે તમારા વાળ કેટલી ઝડપથી વધે છે. જો તમારા વાળ એક મહિનામાં દોઢ ઇંચ જેટલા વધતા હોય તો સમજી લો કે બધું બરાબર છે. ચિંતા કરવાની જરૂર નથી. જો આમ ન હોય તો તમારા વાળને યોગ્ય માવજતની જરૂર છે. વાળના છેડા ફાટી ન જાય તેનું ધ્યાન રાખો કેમ કે તેના લીધે વાળ સારી રીતે વધતાં નથી. વાળ ધોવા માટે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરો. ચોમાસામાં ભેજને લીધે વાળ કોરા થવામાં વધારે સમય લાગે છે તેથી બહાર જવાના થોડા સમય પહેલાં જ વાળ ધોઇ લો. બ્લો ડ્રાયરનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરો. નિયમિત બ્લો ડ્રાયરના ઉપયો

મકાઇમાં રહેલાં ફાઇબર ઘટાડશે કોલેસ્ટરોલ

Image
    વરસતા વરસાદમાં મકાઇ ખાવાની કેવી મજા આવે? મકાઇ આપણા શરીરને કેટલી ઉપયોગી છે તે જાણીએ. મકાઇમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનિઝ, ઝિંક, કોપર, આયર્ન અને સીલેનિયમ સારા પ્રમાણમાં આવેલું છે. તેમાંથી પોટેશિયમ પણ મળે છે. તેમાં વિટામિન ‘બી’ (થીયામિન, વિટામિન બી-૬, નીયાસીન) સારા પ્રમાણમાં મળે છે. મકાઇને શેકીને, બાફીને અથવા તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. મકાઇમાં ફાઇબર વધુ તેમ જ તેમાં ૭૫ ટકા પાણીનો ભાગ હોવાથી પેટ જલદી ભરાઇ જાય છે. વધુ પડતા મકાઇ પેટમાં વાયુ પેદા કરી પાચનની તકલીફ કરી શકે છે. ઘણી વાર સ્વાદ ઉમેરવા મકાઇમાં વધુ પડતા માખણ અને ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. જે વજન વધારી શકે છે. ૧૦૦ ગ્રામ કોર્ન કાર્બોહાઇટ્રેટ - ૯ ગ્રામ, કેલ્શિયમ - ૯ ગ્રામ, પાચક ડાયેટ રેસા - ૨.૭ ગ્રામ, ફેટ - ૧.૨ ગ્રામ, આયર્ન - ૦.૫ ગ્રામ, મેગ્નેશિયમ - ૩૭ ગ્રામ, ફોસ્ફરસ - ૧૨૦ ગ્રામ, પોટેશિયમ - ૨૭૦ ગ્રામ, પ્રોટીન - ૩.૨ ગ્રામ, શર્કરા - ૩.૨ ગ્રામ, વિટામિન એ - ૧૫ ગ્રામ, વિટામિન સી - ૭ ગ્રામ, કેલેરી - ૯૦ મકાઇના ફાયદા - મકાઇમાં રહેલાં ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે. - ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણ

માતા-પિતાએ પાડેલી ટેવ, બાળકો માટે કુટેવ

Image
    નાનકડો આલોક મોબાઇલમાં ગેમ રમતો હતો. એ જોઇને નલિનીને નવાઇ લાગી. એણે પોતાની બહેનપણી સીમાને પૂછ્યું, તો સીમાએ જવાબ આપ્યો, ‘અરે જો ને, ક્યારનો જીદ કરે છે કે બહાર રમવા જવું છે. હવે આવા વરસાદમાં એને રમવા ક્યાં મોકલું? એટલે મોબાઇલ આપી દીધો કે એમાં ગેમ રમ્યા કરે.’ નલિની જ નહીં, ઘણા માતાપિતા આ રીતે બાળક સાથે વર્તતા હોય છે. બાળકો તેમનું કહ્યું ન માને અથવા કંઇ જીદ કરે ત્યારે સામાન્ય રીતે તેમને પોતાનો મોબાઇલ, કોમ્પ્યૂટર અથવા લેપટોપ આપતાં પણ અચકાતા નથી. તેમના મતે જો બાળક તેમની વાત ન માને, તો તેઓ પરાણે તેમને મનાવી શકતા નથી. આ કારણસર તેમને મનાવવા માટે જાતજાતના પ્રલોભન આપવા પડે છે. આની બાળમાનસ અને તેના વિકાસ પર થતી વિપરીત અસરનો ખ્યાલ જ્યારે બાળકને આવા સાધનોની આદત પડી જાય છે અને તેના વિના ચાલે જ નહીં એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવે છે. મમ્મી બહાર રમવા જવાની ના કહે અથવા પપ્પા કંઇ વસ્તુ ન લાવી આપે ત્યારે બાળકો લેપટોપ અથવા મોબાઇલમાં ગેમ રમીને ચલાવી લે છે. બાળકોની દ્રષ્ટિએ વિચારીએ તો સમય પસાર કરવા માટે કંઇક તો કરવું જ પડે, ત્યારે મોબાઇલ અને લેપટોપ હોય તો વાંધો નહીં. કેટલીક વાર બાળકને બહાર ફરવા લ

ચટપટા 'સમોસા'

Image
  ઘરે બનાવો સ્વાદિષ્ટ 'સમોસા' સામગ્રી: 6 નંગ બટાકા 1/2 કપ લીલા વટાણા 2 ટી સ્પૂન ધાણાનો પાઉડર 2 ટી સ્પૂન ગરમ મસાલો 2 ટીસ્પૂન ખાંડ 2 ટીસ્પૂન આમચૂર પાઉડર 2 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ 2 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર મીઠું, સ્વાદ અનુસાર રીત: - બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. - તે પછી તેમાં વટાણા નાખી થોડા સમયમાં બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા ઉમેરવાં. - તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. - મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો. - આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો. - આ સમોસાને ગરમ તેલમાં તળો, ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.

દિલ્હી દોડી રહ્યું છે, કારણ કે ગુજરાત 'ગતિ' આપી રહ્યું છે

દિલ્હી મેટ્રોને આવતા પાંચ મહીનામાં બ્રૉડગેજની 22 નવી મેટ્રો ટ્રેન મળવા જઈ રહીં છે. આ ટ્રેન તે ઑર્ડરનો હિસ્સો છે, જે દિલ્હી મેટ્રોએ જુલાઈ 2007માં બૉમ્બાર્ડિયર કંપનીને આપ્યો હતો. આ ટ્રેનો ગુજરાતમાં વડોદરા સ્થિત બોમ્બાર્ડિયર કંપનીની ફેક્ટરમીમાં તૈયાર કરવામાં આવી રહીં છે. અત્યાર સુધી આ કંપનીએ દિલ્હીમાં મેટ્રોને 450 કોચ સપ્લાઈ કર્યા છે. બોમ્બાર્ડિયરના પ્રવક્તાએ જણાવ્યુ કે બે વર્ષ પુરા કરી રહેલી આ કંપનીએ દિલ્હી મેટ્રોના ઑર્ડરને આયોજિત કાર્યક્રમ પ્રમાણે પુરો કર્યો છે. બ્રોડગેજના 88 કોચ આ વર્ષે ડિસેમ્બર સુધી દિલ્હી મેટ્રોને પુરા પાડવામાં આવશે. બીજો તબક્કો પુરો થવા પહેલા જ દિલ્હીમાં મેટ્રોએ 538 કોટ તૈયાર કરવા માટેનો ઓર્ડર આપ્યો હતો. કંપનીનુ કહેવું છે કે આ ટ્રેનો પેસેન્જર્સને મુસાફરી દરમિયાન આરામ તો આપે જ છે સાથે-સાથે તેમાં લાગેલા સીસીટીવી કેમેરા અને અન્ય કેટલાય ફીચર્સ સુરક્ષા પણ પુરી પાડે છે. દિલ્હી મેટ્રો પાસે આ સમયે 200 ટ્રેનો ઉપલબ્ધ છે, અને તેમાંથી 65 ટ્રેનો છ કોચ ધરાવતી છે. આ કોચ આવ્યા પછી દિલ્હી મેટ્રો પાસે 6 કોચ વાળી ટ્રેનોની સંખ્યા વધીને 100 થઈ જશે. ત્રીજા તબક્કાની તૈયારીમાં લાગેલી

i phone-4ને ટક્કર આપતા આ ફોન માટે દુનિયાભરમાં પડાપડી

જી હાં, આ શાનદાર સ્માર્ટફોનને ખરીદવા માટે દુનિયાભરમાં અફડાતફડી જામી છે અને તેના વેચાણનો પણ એક રેકૉર્ડ બની ગયો છે. આ મોબાઇલ ફોન છે દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રૉનિક કંપની સેમસંગનો ગેલેક્સી એસ-2 અને તેના વેચાણે 50 લાખ યૂનિટનો આંકડો પાર કરી લીધો છે. સેમસંગ મોબાઇલ ફોન બનાવનારી દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે. તેણે આ સ્માર્ટફોન એપ્રિલમાં બજારમાં ઉતાર્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી તેણે વેચાણના તમામ રેકૉર્ડ તોડી પાડ્યા છે. હવે તેનુ નવુ વર્ઝન ઉતારવામાં આવી રહ્યું છે, જે સૌથી પહેલા ચીનમાં વેચાણ માટે ઉતારવામાં આવશે, અને પછી અમેરિકા. આ મોબાઇલ ફોન એપ્પલના આઈફોન-4ને જબર્દસ્ત ટક્કર આપી રહ્યો છે. સેમસંગના મોબાઇલ કમ્યુનિકેશન્સ બિઝનેસ હેડ જે કે શિને જણાવ્યુ કે ગેલેક્સી લૉન્ચ થવાની સાથે જ હિટ થઈ ગયો છે અને તેને જબર્દસ્ત સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ મોબાઇલ ફોન ગુગલના એન્ડ્રોયેડ સિસ્ટમ ઉપર આધારિત છે અને કંપનીની ઇચ્છા તેના એક કરોડ યૂનિટ (મોબાઇલ) વેચવાની છે.

જાણો, શું છે આ SWOT એનાલિસિસ

Image
    સ્વોટ (SWOT ) એનાલિસિસ એટલે શું? તે ક્યાં ક્યાં કામમાં આવે? તેનો ફાયદો કઇ રીતે ઉઠાવવો? આ રહ્યા જવાબો... SWOT એનાલિસિસ એ કરિયર કાઉન્સેલરોમાં માનીતો અને કોર્પોરેટ કલ્ચરમાં જાણીતો ‘MOST WANTED’ ઉપાય છે, કે જેના ઉપયોગથી જુદી જુદી કરિયર પૈકી કઇ કરિયર પસંદ કરવી તે નક્કી કરી શકાય છે. કોર્પોરેટ સેક્ટરમાં જ્યારે એકથી વધુ વ્યૂહરચના ઉપલબ્ધ હોય, ત્યારે પણ આ એવરગ્રીન યોજનાનો ઉપયોગ કરાય છે.સ્વોટ (SWOT ) એનાલિસિસ કરવા માટે એક કાગળના ચાર સરખા ભાગ કરાય છે. આ દરેક ભાગ પર સ્વોટ (SWOT )ના અક્ષરો S W O T લખવામાં આવે છે. જેમાં S=Strength, W=Weakness, O=Opportunity અને T=Threat. હવે S=Strengthવાળા ભાગમાં જે તે કરિયરના સંદર્ભમાં વ્યક્તિએ પોતાની શક્તિઓ લખવાની રહે છે. ઘણીવાર વ્યક્તિ ખુદ પોતાની કેટલીક ક્ષમતાઓથી અજાણ હોય છે. આવા સંજોગોમાં પોતાના ખાસ મિત્રો, કુટુંબીજનો, શિક્ષકોનો અભિપ્રાય લઇ શકાય. અહીં કોઇ ક્રમ જાળવ્યા સિવાય નાની-મોટી બધી જ ક્ષમતાઓ લખી શકાય. પણ યાદ રહે, આ શક્તિઓ/ક્ષમતાઓ જે-તે કરિયરના સંદર્ભમાં જ હોવી જોઇએ. C.A કરિયર ઓપ્શન તરીકે વિચારતા હોઇએ ત્યારે સુંદર દેખાવ, વજન, ઊંચાઇ જેવી ક્ષમતાઓ