નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બે-ત્રણ વર્ષ પછી અમેરિકા ફરી વાર જઈ શકાય ?

સવાલ:હું અમેરિકાના દસ વર્ષના ૨૦૧૯ સુધીના વિઝિટર વિઝા દ્વારા ૨૦૦૯માં બે વાર અમેરિકા ગયો. છેલ્લે ડિસેમ્બર ૨૦૦૯થી મે ૨૦૧૧ સુધી અમેરિકામાં ઓવરસ્ટે કરી રહ્યો છું, તો હવે બે-ત્રણ વર્ષ પછી અમેરિકા પાછો ફરીથી જઈ શકું ? મેં બંને વખત ડિપાર્ચર ડોક્યુમેન્ટ ડિપોઝિટ કર્યા નથી.-કૌશિક ઠાકર, અમદાવાદ

જવાબ: ના, હવે તમારા માટે અમેરિકાના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા છે. તમે વ્હાઈટ કાર્ડ પાછા આપ્યા ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ તમારા પાસપોર્ટના એરાઈવલના સિક્કા ઉપરથી જ તમે ઇમિગ્રેશનના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તે જણાશે જ તેથી તમને અમેરિકાના એરપોર્ટ ઉપરથી જ તમારો વિઝા કેન્સલ કરી પાછા મોકલશે. જેને વોલન્ટરી ડિપોટેંશન કહી શકાય.

સવાલ:હું ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવું છું અને અમેરિકા કે કેનેડા એમ.એસ. કરવા જઈ ડિગ્રી લીધા પછી ત્યાં કાયમ માટે સેટલ થવાનો વિચાર છે. તમારું માર્ગદર્શન માગું છું.- અનુજ કુમાર, મુંબઈ.

જવાબ: જો તમે વર્ષો પહેલાં સ્ટડી છોડી સ્ટુડન્ટ સ્ટેટસ રાખ્યું નહીં હોય તો સ્ટુડન્ટ વિઝા મળવો સહેલો નથી. બીજા સ્ટુડન્ટ તરીકે એપ્લાય કરવામાં અને ઈન્ટરવ્યૂમાં તમારો ઈરાદો ત્યાં સ્થાયી થવાનો રાખશો તો પણ તકલીફ પડે. તમારે જાન્યુઆરી ૨૦૧૩ થી શરૂ થતા કેનેડાની કેટેગરીમાં પી.આર. માટે એપ્લાય કરવું જોઈએ.

સવાલ:હું દિવ્ય ભાસ્કર નિયમિત વાંચું જ છું. મારા માટે કયો દેશ પી.આર. માટે બેસ્ટ છે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા? -આશિષ રાવલ, અમદાવાદ

જવાબ: કેનેડા બેસ્ટ છે, પરંતુ તે માટે જાન્યુઆરી ૨૦૧૩ સુધી રાહ જુઓ.

સવાલ:મેં ગ્રેજયુએશન પૂરું કરીને જી.આર.ઈ.ની તૈયારી કરી છે. મારા માટે સ્ટડી કરવા કયો દેશ સારો યુ.એસ. કે કેનેડા ? -ઉરેષા પટેલ, અમદાવાદ

જવાબ: અમેરિકા અને કેનેડા બંને જગ્યાએ એપ્લાય કરો. જો અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા મળી જાય તો બેસ્ટ.

સવાલ:મેં ૭૨ ટકા સાથે ૧૨ કોમર્સ કર્યું છે અને વધુ અભ્યાસ માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂ ઝીલેન્ડમાંથી કયો દેશ પસંદ કરું? -ઝુબીન મહેતા, અમદાવાદ

જવાબ: કેનેડા પસંદ કરવો જોઈએ, પરંતુ તમારો કઉજરફનો સ્કોર ૫.૫. બેન્ડ્સ છે, તે નહીં ચાલે. ૭ બેન્ડ્સ કે ૬.૫. બેન્ડ્સ લાવો તો વધુ સારું.

સવાલ:મેં ૨૭ એપ્રિલ, ૨૦૧૨ના રોજ અમેરિકન કોન્સ્યુલેટ મુંબઈમાં વિઝિટર વિઝા માટે ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે મને પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમારા માટે ઇમિગ્રેશનની પિટિશન ફાઈલ થઈ છે? મેં જવાબમાં ના કહેલું કારણ કે પિટિશન મારા વાઈફના નામે થયેલી. તેથી મારી વિઝા અરજી રિજેક્ટ થયેલી અને મારા સાથેના બે ડોક્ટર્સને વિઝા મળ્યા હતા. હવે હું રિએપ્લાય કરવા માગું છું. મને સાચી સલાહ આપો.- ડૉ. જિતેન્દ્ર પટેલ, અમદાવાદ

જવાબ: ડોક્ટર્સને વિઝા આપવો જ પડે તેવો કોઈ નિયમ કે કાયદો અમેરિકાના ઇમિગ્રેશન એક્ટમાં નથી. તમને તદ્દન ખોટી સલાહ મળવાથી તમારી ઇમિગ્રન્ટ પિટિશન પેન્ડિંગ હોવા છતાં તમારો રૂ. ત્રીસ હજાર જેવો ખોટો ખર્ચ અને અમૂલ્ય સમય વેડફાવ્યો. આ કોલમમાં વારંવાર ચેતવણી અપાય છે કે જેની બ્લડ રિલેટિવ ફેમિલી બેઈઝ્ડ ઇમિગ્રન્ટ પિટિશન પેન્ડિંગ હોય તેને વિઝિટર વિઝા મળે નહીં. બ્લડ રિલેટિવ પિટિશનમાં પિટિશન કરનારાનાં બહેન, ભાઈ, તેમના સ્પાઉસ તથા ૨૧ વર્ષની અંદરનાં બાળકો સહિત તમામનો સમાવેશ થતો હોઈ તે બધાને ઇમિગ્રેશન કાયદા મુજબ પિટિશનના બેનિફિશિયરીઝ કહેવાય. તમે સાચી હકીકત કહી નહીં તે ભૂલ કરી. દર વર્ષે એક કરોડ લોકો આખી દુનિયામાંથી અમેરિકા ટુરિસ્ટ તરીકે અમેરિકામાં વિઝિટર વિઝા મેળવીને ફરવા આવે છે, તેથી ટુરિસ્ટ વિઝાની કોઈ લિમિટ નથી. તમે બીજી વાર કે બાવીસ વાર રિએપ્લાય કરશો તો પણ વિઝા નહીં મળે.

સવાલ:હું હાલમાં સાઉથ આફ્રિકા રહું છું. મારે કેનેડા સ્ટડી કરવા જવું હોય તો અહીંથી જ એપ્લાય કરી શકું? -હર્ષદ પટેલ, ડરબન, સાઉથ આફ્રિકા

જવાબ: તમારો સાઉથ આફ્રિકાનો પાસપોર્ટ હોવાથી તમે ત્યાંથી જ સ્ટુડન્ટ વિઝા કોઈ પણ દેશના મેળવવા માટે એપ્લાય કરી શકો છો.

સવાલ:હું કાબૂલ, અફઘાનિસ્તાનમાં વર્ક વિઝા ઉપર રહું છું. કેનેડાના પી.આર. માટે કાબૂલથી એપ્લાય કરી શકું?-સમીર પટેલ, કાબૂલ, અફઘાનિસ્તાન

જવાબ: હા. એપ્લાય કરી શકો છો, પરંતુ હમણાં નહીં, કારણ હાલમાં તે કેટેગરી બંધ છે. જાન્યુઆરી ૨૦૧૩ પછી ખૂલશે અને ત્યારે જ એપ્લાય કરજો.

સવાલ:મેં ઓગસ્ટ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન માટે ફાઈલ મૂકી છે અને તેનો કોઈ જવાબ નથી તેમજ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સાઈટ ઉપર સર્ચ કર્યું તો તેના ઉપર મારી ફાઈલની કોઈ જ માહિતી નથી. મને સાચું માર્ગદર્શન આપશો.-જિજ્ઞેશ પટેલ, અમદાવાદ

જવાબ: તમે જો કોઈ એજન્ટ કે કન્સલ્ટન્સી મારફતે એપ્લાય કરાવ્યું હોય તો કદાચ તેમણે પૂરી માહિતી કે પેપર્સ પૂરા રજુ કર્યા ના હોય અથવા લાખ-બે લાખ પડાવી પિટિશન જ કરી ના હોય. પાંચ વર્ષ સુધી કોઈ પણ દેશની ઇમિગ્રેશન ઓફિસ જવાબ જ આપે નહીં તે શક્ય નથી. છતાં મને તમારા બધા જ પેપર્સ અને ફાઈલ નંબર મળ્યો હોય તે બતાવો તો જ સાચું માર્ગદર્શન આપી શકું.

સવાલ:મારો દીકરો સ્કોટલેન્ડના પર્થ સિટીમાં BE.Aircraft Main Engineering ના લાસ્ટ ઇયરમાં છે. તેને સપ્ટેમ્બર ૨૦૧૨માં ડિગ્રી મળ્યા પછી તેની બ્રાઈટ કરિયર માટે તેને ગાઈડ કરશો.- દિલીપભાઈ પારેખ, અમદાવાદ

જવાબ: તમારા દીકરાનું કવોલિફિકેશન તથા સી.વી. જોતાં તેને હજુ માસ્ટર ડિગ્રી એવિએશન એરક્રાફ્ટમાં મેળવવા કે પછી એચ-૧ બી વિઝા મેળવવા માટે અમેરિકા જ પસંદ કરવો જોઈએ કારણ કે તેના માટે આ દેશ વધુ અનુકૂળ છે.

સવાલ: મને અમેરિકાનો બી-૧ બિઝનેસ વિઝા મળ્યો હતો. તે ઉપર હું નવેમ્બર-ડિસેમ્બર ૨૦૦૭માં અમેરિકા ગયેલો અને હવે હું ફરીથી અમેરિકા જવા માગું છું. મને ઈન્ડિયાના તથા અમેરિકાના એરપોર્ટ પર બીજી વાર કેમ જાવ છો કે આવો છો? એવા સવાલો પૂછી મારી એન્ટ્રી ડિનાય કરી શકે? ફરી જવા માટે કોઈ ચાન્સ છે?- પંકજ પટેલ, અમદાવાદ

જવાબ: તમારો વિઝા ૨૦૧૭ સુધીનો હોવા છતાં અમેરિકાના એરપોર્ટ પર જરૂરી પ્રશ્નો પૂછી શકે છે, પરંતુ ઈન્ડિયાના એરપોર્ટ ઉપર પ્રશ્નો પૂછી શકે નહીં. બીજી વાર જવું જ હોય તો તમારો પાસપોર્ટ, તમારો બિઝનેસ પ્રોફાઈલ, વિઝા વગેરે મને રૂબરૂ બતાવવો પડે તો જ તમને હું સાચી સલાહ આપી શકું.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી