નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'આલુ ટિક્કી'ની મજા




3 વ્યક્તિઓ માટે બનાવો 'આલુ ટિક્કી'

સામગ્રી :
3 મોટા બાફેલા બટાકા
1/4 ચમચી કાળા મરીનો પાવડર
2/3 કપ બાફેલા લીલા વટાણા
1/2 ચમચી મસળેલું આદુ
1/4 ચમચી ગરમ મસાલો
લાલ મરચું સ્વાદ અનુસાર
1 ચમચી જીરા પાવડર
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત :
-સૌ પ્રથમ બાફેલા લીલા વટાણાને ચમચીથી મસળો
-તેમાં બધી સામગ્રી ઉમેરો અને તેનો માવો તૈયાર કરો.
-આ રીતે તૈયાર થયેલા માવાના 10 સરખા ભાગ કરીને એકબાજુ રાખો.
-હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો
-તેમાં મીઠું અને મરી ઉમેરી બરાબર એકરૂપ ન થઈ જાય ત્યાં સુધી મસળો.
-આ માવાના પણ 10 સરખા ભાગ કરો.
-હવે બટાકાના માવાના એક સરખા ગોળા વાળો.
-હવે એક એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો.
-ઉપર તૈયાર કરેલા લીલાવટાણા માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે.
-હવે તેને ધીમે ધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળા તૈયાર કરો
-હવે નોનસ્ટીક વાસણમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો.
-તૈયાર થયેલા ગોળાને બે-ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેલો ફ્રાય કરો.
-ટિક્કીનો કલર ગોલ્ડન રેડ થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો.
-વચ્ચે વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો.
-આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં અને ગ્રીન ચટની સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી