સ્પેશ્યિલ રિવ્યૂ :
એક ક્ષણ માટે કલ્પના કરો તો, એક જીપ હવામાં ઉડી રહી છે અને બસે જીપના કાચના કકડે-કકડા કરી નાખ્યાં છે. ત્યારબાદ તરત જ એક બીજી જીપ પાણી ભરેલા ટ્રક પર આવતી હોય છે, ત્યારે જ બસ ઓવરટર્ન લે છે અને અંતે ધાર પર કાર ઉભી રહી જાય છે. આ જ સમયે ડઝન જેટલા માણસોને અજય દેવગણ અને અભિષેક બચ્ચન મારી રહ્યા હોય છે. આમ તો આ ફિલ્મ હાર્ડકોર એક્શન છે. સિવાય કે, આ તો કોમેડી ફિલ્મ છે. એક્શન કોમેડીની આ ફિલ્મો આજકાલ ઘણી જ લોકપ્રિય બની રહી છે. રજનીકાંતને ભારતનો જેકી ચાન કહેવામાં આવે છે.
રોહિત શેટ્ટીએ 'સિંઘમ' અને 'ગોલમાલ 3' ડિરેક્ટર કરી છે. આ બંને ફિલ્મોમાં અજય દેવગણ હતો. અજય દેવગણ રોહિતનો મનપસંદ કલાકાર છે. રોહિતની આ ફિલ્મમાં અજય મૂંછ રાખે છે અને મસલ્સ-મેન તરીકે જોવા મળે છે. ફિલ્મમાં અજય પહેલવાન હોય છે. ચાલતી વખતે પોતાની છાતી પહોળી રાખે છે અને ફિલ્મમાં ભાંગ્યુ-તૂટ્યુ અંગ્રેજી બોલે છે. ''મૈં તુમ્હે છઠ્ઠી કા દૂધ યાદ દિલા દૂંગા'' આ સંવાદને અજય દેવગણ અંગ્રેજીમાં કંઈક આવા અંદાજમાં બોલે છે - ''આઈ વીલ મેક યુ રિમેમ્બર મિલ્ક નંબર સિક્સ''. આ ફિલ્મમાં અજય દેવગણ જ્યારે પણ અંગ્રેજી બોલે છે, ત્યારે રમૂજ સર્જાય છે. અન્ય એક સંવાદ છે કે, ''હાર્ડ વર્ક ઈઝ ધ કી ટુ સકસેસ'' તેને અજયે આ રીતે બોલે છે, ''હાર્ડ વર્ક ઈઝ ધ કીહોલ ટુ સેક્સોફોન'' સામાન્ય બોલચાલની ભાષામાં આને અંગ્રેજીની બેન્ડ બજાવી દીધી તેમ કહી શકાય. આ સંવાદો સાંભળીને તમને ક્યારેક હસવું આવી શકે છે.
આ ફિલ્મનો હેતુ અહીંયા એકદમ સ્પષ્ટ છે. અહીંયા ગુણવત્તા પર બિલકુલ ચિંતા કરવામાં આવી નથી. માત્ર 100 કરોડની ક્લબમાં સામેલ થવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 'ગોલમાલ 3' અને 'સિંઘમ' બંને 100 કરોડની ક્લબમાં પ્રવેશી હતી. નિર્માતાઓ માત્ર પૈસા કમાવવા માટે આ રીતની ફિલ્મો બનાવે છે, તેઓને બોક્સ ઓફિસના આંકડાની ચિંતા હોય છે. તેઓ માને છે કે, વધુમાં વધુ લોકો ફિલ્મ જુએ, એટલે ફિલ્મ સારી છે. '3 ઈડિયટ્સ' સિવાય જે 12 ફિલ્મો 100 કરોડની ક્લબમાં છે, તે કાં તો સિક્વલ છે અથવા તો રિમેક છે. આમાં 'દબંગ' અને 'રા.વન'નો પણ સમાવેશ થઈ જાય છે. રોહિતની આ ફિલ્મ પણ 1979માં આવેલી ઋષિકેશ મુખર્જીની સંવેદનશીલ,સૌમ્ય અને રમૂજી ફિલ્મ 'ગોલમાલ'ની રિમેક છે.
ફિલ્મમાં અમોલ પાલેકરની ભૂમિકા અભિષેક બચ્ચને ભજવી છે. દેવગણને ઉત્પલ દત્તની ભૂમિકા ભજવી છે. ઓરિજનલ ફિલ્મમાં ઉત્પલ દત્તને જે પુરૂષ મૂંછો ના રાખે તેની સામે વાંધો હતો. તેથી જ અમોલ પાલેકર ફિલ્મમાં મૂંછ રાખે છે. મૂંછો પ્રત્યેનો લગાવ ફિલ્મમાં રમૂજ કરે છે. જ્યારે આ ફિલ્મમાં અબ્બાસ એક મંદિરનું તાળું તોડે છે પણ લોકોનું ટોળું ભેગું થઇ જાય છે અને એક મુસ્લિમ મંદિરનું તાળું કેવી રીતે તોડી શકે એ વાતથી ડરીને તેનું નામ અબ્બાસના બદલે અભિષેક બચ્ચન બતાવવામાં આવે છે. ખરી રીતે તો, હિંદુ બોસને અન્ય ધર્મના લોકો સામે વાંધો નથી. આ બાબત અર્થહિન છે અને આ વાતને લઈને આખી ફિલ્મ ચલાવવી ઘણી જ મુશ્કેલ છે.
અલબત્ત, તમને ખબર છે કે, આ એક 'માઈન્ડલેસ' એક્શન-કોમેડી ફિલ્મ છે. મોટાભાગે કોઈ લાંબા એસએમએસ જોક્સ કે પછી ઠઠ્ઠા-મશ્કરીને કોઈ ગંભીરતાથી લેતું નથી. જોકે, મેકર્સને ફૂલ સ્ટોપ જેવી કળા પણ આવડે તે જરૂરી છે. ફિલ્મના કેટલાંક સીન્સમાં અજય દેવગણનું પાત્ર કારણ વગર જ અંગ્રેજી સંવાદો બોલે છે. મહાન ઋષિકેશ મુખર્જીની આત્માને દુઃખ પહોંચ્યું હશે, તે વાતથી જ હું ઉદાસ છું. અન્ય કોઈ બ્રહ્માંડમાં તેઓ ચોક્કસપણે લાગણીનો ઉભરો ઠાલવતા હશે.
Comments
Post a Comment