નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઇન્કમ ટેક્સ બચાવાના આ રહ્યા 10 શ્રેષ્ઠ ઉપાયો

ફક્ત સેવિંગ જ નહીં, તમારા કેટલાંય ખર્ચા પણ ટેક્સ સેવિંગમાં તમારી મદદ કરે છે

ફક્ત સેવિંગ જ નહીં પરંતુ તમારા કેટલાંય ખર્ચા પણ ટેક્સ સેવિંગમાં તમારી મદદ કરે છે. સેવિંગના વિભિન્ન વિકલ્પોને પસંદ કરતાં પણ જો ખર્ચને સામેલ કરાય તો ઇન્કમ ટેક્સમાં વધુ છૂટ પ્રાપ્ત કરતા સારું રિટર્ન પણ મેળવી શકાય છે. 

માર્ચ સુધીમાં દરેક નોકરિયાતને વ્યક્તિની ચિંતા ઇન્કમ ટેક્સમાં બચત કરવાની હોય છે. તેઓ ઇચ્છે છે કે ટેક્સના રૂપમાં ઇન્કમ ટેક્સ વિભાગને ઓછામાં ઓછા પૈસા ચૂકવવા પડે. પરંતુ જો તમે નાણાંકીય વર્ષના અંત પહેલાં જરૂરી વ્યવસ્થા નથી કરી તો પછી ઉતાવળમાં કેટલાંક એવા નિર્ણય પણ લેવા પડી શકે છે જે તમારા માટે નફાનો સોદો સાબિત ન પણ થાય. 

સૌથી બેસ્ટ પદ્ધતિ તો એ છે કે તમે નાણાંકીય વર્ષની શરૂઆતની સાથે જ ટેક્સ બચતની પ્રક્રિયા શરૂ કરી લો. ઇન્કમ ટેક્સમાં જરૂરી ખર્ચ દ્વારા પણ ટેક્સ બચાવી શકો છો. રજૂ છે ટેક્સ બચતના એ ખર્ચાઓ પર એક ફોટો ફિચર -


જો તમારી વાર્ષિક આવક 1.80 (મહિલાઓના મામલામાં 1.90 લાખ રૂપિયા અને 60-80 વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે 2.50 લાખ રૂપિયા તથા 80 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો માટે પાંચ લાખ રૂપિયા) છે તો તમારી ટેક્સ આપવો પડતો નથી.


સામાન્ય લોકોની આવક જો વાર્ષિક 2.80 લાખ રૂપિયા સુધીની છે તો ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80સી અંતર્ગત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ઇએલએસએસ), જીવન વીમા વગેરેમાં રોકાણ કરીને 1 લાખ રૂપિયા સુધીના ઘટાડાનો લાભ ઉઠાવી શકો છો. પરંતુ જેમની આવક 2.80 લાખ રૂપિયાથી વધુ છે, તેમને કલમ 80 સી હેઠળ ઉપલબ્ધ વિકલ્પોના અન્ય સાધનોનો સહારો લેવો પડે છે.


હોમ લોનના વ્યાજની ફરીથી રીપેમેન્ટ સેવિંગ દ્વારા ઇન્કમ ટેક્સમાં બચતવાળા હિસ્સામાં અમે જોયું છે કે કલમ 80સીની અંતર્ગત હાઉસિંગ લોનના મૂળ ધન પર એક લાખ રૂપિયા સુધીની છૂટ લઇ શકાય છે. અપનાપૈસા.કોમના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર બળવંત જૈને કહ્યું કે કલમ 24 (બી) હેઠળ હાઉસિંગ લોનના વ્યાજના રીપેમેન્ટ પર 150000 રૂપિયા સુધીનો ઘટાડો માન્ય છે.


તમારા ઘરનું સમારકામ, ફરીથી બંધાવા માટે કે વધારવા માટે તમે લોન લીધી છે તો તમે કલમ 24 (સી) હેઠળ વ્યાજમાં ઘટાડાના દાવેદાર હશો. તેના અંતર્ગત તમને 30000 રૂપિયા કપાત મળશે. તેના અંતર્ગત તમને તમારા ઘરના નવીનકરણ માટે પણ લોન મળી શકે છે.


ટયૂશન ફી નિયમિત શિક્ષણના રૂપમાં બે બાળકોની ટયૂશન ફી પર કલમ 80સી હેઠળ ટેક્સમાં કપાતનો લાભ મળે છે. ડીટીસીની અસર - ટેક્સમાં 50000 રૂપિયા સુધીની રાહત મળશે, અને આ મેડિકલ અને જીવન વીમા સાથેની રકમમાં સામેલ થશે.


હોમ લોનનું મુખ્ય નાણાંની ચૂકવણી કલમ 80સી હેઠળ એક લાખ રૂપિય સુધીની છૂટ મળે છે. તેનો દાવો કરવા માટે તમારે લેણદાર પાસેથી સ્ટેટમેન્ટ લેવું જરૂરી હોય છે.


સ્વાસ્થ્ય વીમો જો તમે તમારી ધન-સંપત્તિને વધારવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે મેડિકલ વીમો લેવો વધુ જરૂરી થઇ જાય છે. મેડિકલ ઇમરજન્સીની કોઇ ધારણા બાંધી શકાય નહીં. એસોસીએટ ફાઇનાન્સિયલ પ્લાનર મધુપમ કૃષ્ણ કહે છે કે જો તમે તમારો કે તમારા પરિવારના મેડિક્લેઇમ માટે 15000 રૂપિયા સુધીનું પ્રીમિયમ આપો છો તો ટેક્સ બચતનો લાભ મળી શકે છે. જો તમે તમારા આશ્રિત માતા-પિતા માટે મેડિક્લેઇમ લો છો તો 20000 રૂપિયાની વધુ છૂટ મળી શકે છે. વરિષ્ઠ નાગરિક 20000 રૂપિયા સુધીની છૂટ મેડિક્લેઇમ દ્વારા પ્રાપ્ત કરી શકે છે.


કલમ 24 (સી) અને બીજું ઘર, જૈન કહે છે કે જો તમે બે ઘરના માલિક છો, જેમાંથી એક મકાન તમે ભાડે આપી રાખ્યું છે તો એવામાં હાઉસિંગ લોન પર વ્યાજમાં કપાતની કોઇ મર્યાદા નક્કી નથી. તમારા દ્વારા વ્યાજના રૂપમાં અપાતી પૂરી રકમ પણ કપાતના દાયરામાં આવી શકે છે. યાદ રાખો, તમારે અહીં તમારી કુલ આવકમાં એ મકાનમાંથી મળનાક ભાડાની રકમ પણ જોડવાની રહેશે. એટેલ સુધી કે જો તમે તમારું ઘર ભાડે આપી રાખ્યું નથી તો પણ તમારે ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે તમારે એ મકાન માટે મળનાર અંદાજીત ભાડાની રકમને તમારી આવકમાં દર્શાવી પડશે.


એજ્યુકેશન લોન, એજ્યુકેશન લોનના વ્યાજ અંગે જૈન કહે છે કે કલમ 80 ઇ હેઠળ એજ્યુકેશન લોન પર અપાતા પૂરા વ્યાજ પર છૂટ મળી શકે છે. જો બાળકોના અભ્યાસ માટે પાલક કે પછી માતા-પિતા લોન લે છે તો તે પણ આ ઘટાડાના હકદાર હશે. લોન કોઇ માન્યતા પ્રાપ્ત આર્થિક સંસ્થા કે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટમાંથી લીધેલું હોવું જોઇએ. વોકેશનલ કોર્સીસ સહિત કોઇપણ પ્રકારના અભ્યાસ માટે એજ્યુકેશન લોન બારમું ધોરણ પાસ કર્યા બાદ લઇ શકાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!