નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દૂધના આવા ઉપાય, ઘણી બીમારીમાં તમને આપશે રાહત

દૂધ એક સંપૂર્ણ આહાર છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે ફાયદાકારક અને આરોગ્યપ્રદ રહે છે. દૂધ પીવાના ઘણા ફાયદા છે. તેમાં વિટામિન એ, ડી, કે અને ઈ સહિત ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડીન તથા ઘણા મિનરલ અને ફેટની સાથે એનર્જી પણ હોય છે.

આ ઉપરાંત તેમાં ઘણઆ ઈન્જાઈમ અને લિવિંગ બ્લડ સેલ્સ પણ મળે છે. શરીરને હેલ્ધી બનાવવા માટે રોજના અડધો લીટર દૂધ જરૂર પીવું જોઈએ કારણ કે એ 250 ગ્રામ માંસ અને ત્રણ ઈંડાથી વધારે શક્તિ આપનાર છે. માત્ર એટલું જ નહીં દૂધથી ઘણા પ્રકારની આરોગ્યને લગતી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે કેટલાક એવા નુસ્ખા વીશે...


આંખો માટે – આંખોમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ હોય તો દૂધમાંથી મલાઈ નીકાળી, તેના દૂધની આંખોમાં થોડા ટીપા નાખવાથી લાભ થાય છે


એસીડિટી – જેને એસીડિટીની ફરિયાદ હોય તેને ઠંડું દૂધ દિવસમાં ઓછામાંઓછું ત્રણ વાર પીવું જોઈએ. તેનાથી નિશ્ચિત જ ફાયદો થશે.


દૂધ પીવો તો શું ધ્યાન રાખ શો? – રાતના સૂવાથી ત્રણ કલાક પહેલા પીવો તો દૂધ વધારે હિતકારી થાય છે. – રાતના વધારે ગરમ દૂધપીવાથી સ્વપ્નદોષ થાય છે. - દૂધમાં સાકરનો ઉપયોગ ઓછો કરો ગળ્યું દૂધ પીવું હોય તો તેમાં મધ નાખી પીવો.


હેડકી – વારંવાર હેડકી આવે છે તો હુંફાળા ગાયનું દૂધ ઘીરે-ધીરે પીવો. હેડકી સારી થઈ જાય છે.


ઝાડાની થઈ જાય ત્યારે – એક લીટર દૂધ ઉકાળો. ઠંડું કરો. હવે લોખંડની એક ટુકો લો. તેને આગમાં ગરમ કરી લો.ચીપીયાની મદદથી તેને દૂધમાં નાખીને ઠંડા કરો. એવું સાત વાર કરો અને તે દૂધમાં સાકર મેળવીને પી લો, ઝડપથી આરામ થઈ જશે.


કબજીયાત – રાતના સૂતા સમયે હૂંફાળું દૂધ પીવું. રાતના હૂફાળું દૂધ પીને સૂવાથી કબજીયાત નથી રહેતી. જો કબજીયાત ખૂબ જૂની અને કઠોર હોય તો દૂધમાં એક ચમચી બદામનું તેલ નાખીને પીવો.


તેજ દિમાંગ માટે – રોજના એક ગ્લાસ એલચીનું દૂધ પીવાથી મગજ તેજ થાયછે. એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું કે દૂધ માત્ર પોષક ત્તવોથી ભરપૂર નથી પણ તેમાં બ્રેન પાવર પર સકારાત્મક અસર પાડે છે.


મુખના છાલામાં – જો મુખમાં કોઈ પણ કારણે છાલા પડી ગયા હોય તો દિવસમાં ઓછામાંઓછા ત્રણ વાર કાચા દૂધથી સારી રીતથી કોગળા કરો, છાલા મટી જશે.


સુંદર અને સારી સ્કિન – દૂધમાં થડું એવું નમક મેળવીને ચહેરા પર સવાર-સાંજ લગાવો તેનાથી ખીલ દૂર થઈ જાય છે. દૂધમાં ગુલબ જળ મેળવીને લગાવવાથી સ્કિન હેલ્થી રહે છે. હોંઠો પર દૂધ લગાવવાથી ગુલાબી થઈ જાય છે.


અસ્થમાની પ્રોબ્લેમ હોય તો – અસ્થમાના રોગિઓ માટે એક પાવળું દૂધમાં એટલું જ પાણીની નાખીને ઉકાળી લો, જ્યારે દૂધ અડધું રહી જાય તો તેમાં દશ ગ્રામ બદામ તેલ તથા દસ ગ્રામ મિશ્રીની સાથે જ થોડો એવો મરીનો પાવડર નાખીને દૂધ પીવાથી વધારે રાહત રહે છે.









Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!