આજનો જમાનો ફેશનનો છે, પરંતુ તમારા મનમાં ફેશન સાથે જોડાયેલી દરેક બાબતો સ્પષ્ટ છે કે કોઈ પ્રકારની મૂંઝવણ અનુભવાય છે? તમે તમારી ડ્રેસંિગ સ્ટાઈલને વઘુ સારી બનાવીને લોકોની નજરોમાં એક આગવી ઓળખ ઊભી કરી શકો છો. એ માટે થોડી સૂઝ અને ફેશન અંગેની ટિપ્સ જરૂરી છે જે અહીં રજૂ કરાઈ છે.
- તમારા પગ પાતળા હોય તો તમારે હોટ પેન્ટ ન પહેરવું. એ સિવાય શોર્ટસ, માઈક્રો મિની સ્કર્ટસ તો ભૂલથી પણ ન પહેરવાં. એનાથી પગ વધારે પાતળા દેખાશે.
- તમારું શરીર કદમાં નાનું અને ફૂલેલું હોય તો લાંબા સ્કર્ટની સાથે લાંબુ ટોપ પહેરવાથી ઊંચાઈ વઘુ લાગશે. આવી મહિલાઓ ઉપર લેયર્સવાળાં સ્કર્ટ વઘુ શોભે છે. આવાં સ્કર્ટ દરેક પ્રકારના શારીરિક બાંધાવાળી સ્ત્રીને સારા લાગે છે.
- શરીર પાતળું હોય તેવી માનુનીઓએ સારા ફિટીંગવાળું બ્લાઉઝ અને ચોલી પહેરવા જોઈએ. યોગ્ય રીતે પહેરલી સાડીમાં તમારું ફિગર પણ સરસ લાગશે. બ્લાઉઝ થોડું ટાઈટ ફિટીંગવાળું પહેરવું જેથી કિલવેજ દેખાશે અને તમે આકર્ષક લાગશો.
- નૂડલ સ્ટ્રેપ માત્ર પહોળા ખભા ધરાવતી મહિલાઓને જ શોભે છે એવું નથી. લાંબા સ્કર્ટ સાથે આવા સ્ટ્રેપ દરેક સ્ત્રીને સારા લાગે છે. જો તેને સફેદ રંગની સ્પેગેટી અને ફલોરલ સ્કર્ટની સાથે પહેરાય તો એકદમ જુદો જ લુક મળશે.
- હળવા ફલેઅરવાળાં ટ્રાઉઝર્સ કેવળ વિદેશી જ નહિ પરંતુ ભારતીય મહિલાઓ પર પણ શોભે છે. જોકે એક વાતનું ઘ્યાન રાખવું કે સ્કર્ટમાં વધારે ફલેઅર હશે તો તે જમીન પર લટકતા રહે છે અને તેને લીધે એક્ટીવ લુક નથી મળતો.
- આજકાલ લો વેસ્ટ પેન્ટનું ચલણ વધારે છે. તે સ્લિમ મહિલાઓને સરસ લાગે છે. પણ જો તે યોગ્ય રીતે પહેરવામાં ન આવે તો તે ખૂબ જ ભદ્દાં લાગે છે.
- નાના કદની સ્થૂળ સ્ત્રીઓને બોડી હેંગંિગ ડ્રેસીઝ પહેરવામાં કોઈ વાંધો નથી. એનાથી શરીરના કટ દેખાય છે. એમાં પણ સ્ટ્રેચબલ પરિધાન હોય તો વઘુ સુંદર દેખાશે. એ માટે શિફૉન અથવા જ્યોર્જેટની સાડી કે ડ્રેસ પહેરવા. કોટન, ઓરગન્ડી અથવા કોટા જેવા ફેબ્રિકની સાડી પહેરવાથી શરીર વઘુ સ્થૂળ લાગશે.
- લાંબા અને પાતળા લોકો પર ટાઈટ ફિટીંગના બોલ્ડ પ્રિન્ટસવાળા કપડાં નથી શોભતા. કેમ કે એનાથી શરીર સાવ પાતળું લાગે છે.
- ઘેરા રંગના કપડાં માત્ર ગોરી મહિલાઓ પર જ સારા લાગે છે એવું નથી. જો એક જ રંગના કપડાં પહેરવામાં આવે તો તે ઘઉંવર્ણી કે શ્યામ ત્વચા ધરાવતી સ્ત્રીઓ પર શોભી ઊઠે છે. હા, શ્યામવર્ણી મહિલાઓએ કોન્ટ્રાસ્ટ રંગ અને મોટી પ્રિન્ટવાળાં કપડાં ન પહેરવા જોઈએ.
- કેટલાક લોકો માને છે કે ડેનિમ જેટલું વઘુ ધોવાશે એટલું જ સ્માર્ટ અને હોટ લુક આપશે. પરંતુ ફેડ થઈ ગયેલી જિન્સ પહેરવાથી સાથળ અને નિતંબ વઘુ પહોળા અને ભરાવદાર દેખાય છે.
- એ વાત સાચી છે કે આજે ટ્રેન્ડી એકસેસરીઝ ફેશનમાં છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે બધી એકસેસરીઝ એક સાથે પહેરી લેવી. એક વખતમાં માત્ર એક જ એકસેસરી પહેરવી જોઈએ. જેમ કે જો કોઈ ભડકીલું પેન્ડન્ટ પહેરો તો એની સાથે અન્ય કોઈ એકસેસરી પહેરવાની જરૂર જ નથી.
- એકદમ કૂલ અને ટ્રેન્ડી બનવા માટે અન્યોની ફેશનનું અનુકરણ કરવું જરૂરી નથી. તમે એ જ કરો જેમાં તમને અનુકૂળતા લાગે. ફેશનની આંધળી દોડમાં દોટ મૂકવાને બદલે તમારી પોતાની એક સ્ટાઈલ બનાવો.
Comments
Post a Comment