નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટીનએજર્સને સતત શિખામણ આપવાથી કશું નહીં વળે, અપનાવો પેરેન્ટિંગ ટિપ્સ

ટીનએજર સંતાનોના મા-બાપની એક બહુ સામાન્ય ફરિયાદ હોય છે કે તેમનું બાળક હંમેશાં વાતની નેગેટિવ એટલે કે નકારાત્મક બાબતને જોતું હોય છે. જ્યારે તેમને કોઇ બાબત માટે કહેવામાં આવે ત્યારે તેમને તેઓનો ભાવ ન દેખાય, પરંતુ વાત કેવા સમયે કહેવાઇ છે, કેવી રીતે કહેવાઇ છે તેના પર ધ્યાન જતું હોય છે. 

ક્રીના અગિયારમા ધોરણમાં ભણે છે. આ ઉંમરની બીજી છોકરીઓની જેમ તેને પણ પોતાની રીતે જિંદગી જીવવી છે. હંમેશાં ટીવી જોતી રહેતી હોય. મા-બાપની ફરિયાદ હોય છે કે આખો દિવસ મોબાઇલ ઉપર બહેનપણીઓ સાથે વાતો કરતી હોય કે એસએમએસ ચાલતાં હોય. હંમેશાં તેના ચોપડાઓ ઠેકાણે મૂકેલાં ન હોય, હંમેશાં છેલ્લા સમયે દોડાદોડ, ઘાંટાઘાંટ ચાલતી હોય. બધું મળતું ન હોય તો તેનો ગુસ્સો નાની બહેન પર કે પછી મમ્મી પર નીકળતો હોય છે.

ક્રીના કોઇક વાર બહુ ખુશ તો કોઇક વાર ખૂબ ગુસ્સામાં હોય છે. બહારથી આવીને ક્રીના પોતાના કપડાં ક્યારેય વાળે નહીં અને સામેથી મમ્મીને કહે કે પછી તું શું કરીશ? મમ્મીને પહેલાં તો આ બધું બરાબર લાગતું હતું, પણ હવે બહુ ખરાબ લાગે છે. તેમને થાય કે કાલે ઊઠીને સાસરે જવાનું થશે, ત્યાં આ બધું કેવી રીતે ચાલશે? ક્રીના સાથે જ્યારે ઘરમાં મા-બાપને આ વાતની ચર્ચા થાય ત્યારે એ કહેતી, તમને મારી બધી વાતોમાં ખોડ જ દેખાય છે. મને હંમેશાં હું શું નથી કરતી તે વિશે જ બધાં ટોક્યા કરે છે. મારી સારી બાબતો પર કોઇનું ધ્યાન જ નથી અને ચર્ચા ત્યાં જ અટકી જાય.

ક્રીનાનાં મા-બાપને ખબર નથી પડતી કે આ છોકરી સાથે વાત કઇ રીતે કરવી. એના માટે સારું શું છે તેનું ભાન કેવી રીતે કરાવવું. કંઇ પણ કહેવામાં આવે તો તેને તો શિખામણ જ લાગે છે. આથી મા-બાપ તરફથી થતી બધી જ વાતો તરફ તે દુર્લક્ષ સેવે છે. છેલ્લે તેની બધી બહેનપણીઓ રાત રોકાવા આવી અને ગઇ ત્યારે ઘર એટલું ગંદું કરી દીધું હતું કે ન પૂછો વાત. જ્યારે ક્રીનાને ઘર સાફ કરાવવામાં મદદ કરવાનું કહ્યું ત્યારે તેણે ચોખ્ખી ના કહી દીધી. 

આવી પરિસ્થિતિ ઘણાના ઘરમાં હશે. મા-બાપના કેટલાક પ્રયત્નોથી આમાં ફાયદો થઇ શકે. તેના પ્રત્યે થોડી સહાનુભૂતિ દર્શાવો. તેના સ્થાને તમારી જાતને ગોઠવી પરિસ્થિતિનું અવલોકન કરીને ઉપાય સૂચવો. જેમ કે, એમ કહી શકાય કે, ‘ચાલ, આપણે સાથે મળીને ઘર સરખું કરી દઇએ.’ ‘થોડી તકલીફ પડશે, પણ આપણે બધું બરાબર કરી દઇએ.’ દીકરીની સારી બાબત આગળ ધરીને તેને પ્રવૃત્તિમાં સામેલ કરી શકાય. સામાન્ય રીતે ટીનએજર સંતાનને પણ સંઘર્ષવાળી કે શિખામણ સાંભળવાની સ્થિતિથી દૂર રહેવું હોય છે. આથી તેમને સાથે રાખીને શિખામણ આપ્યા વગર પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો એ એક સારો ઉકેલ બની શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!