નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો ભરેલા પરવળનું ચટાકેદાર શાક

3 વ્યક્તિઓ માટે બનાવો ગ્રેવીવાળા પરવળ

સામગ્રી : 
પરવળ - ૨૫૦ ગ્રામ, 
ચણાનો લોટ - ૨૫ ગ્રામ, 
લીલાં મરચાં - ૨ નંગ , 
આદું - નાનો ટુકડો ,
મરચું - અડધી ચમચી, 
ધાણાનો પાઉડર - અડધી ચમચી, 
હળદર - પા ચમચી, 
વરિયાળી - અડધી ચમચી, 
આમચૂર - અડધી ચમચી, 
સમારેલી કોથમીર - જરૂર મુજબ, 
મીઠું - સ્વાદ મુજબ, તેલ - જરૂર પ્રમાણે

રીત : 
-પરવળને ધોઇ છોલીને દરેકમાં વચ્ચેથી કાપો મૂકો. 
-એક કડાઇમાં બે ચમચી તેલ ગરમ કરો. 
-તેમાં પરવળને સતત હલાવતાં રહી સાંતળીને નરમ થવા દો. તે પછી તેને એક પ્લેટમાં કાઢી લો. 

સ્ટફિંગ માટે : 
-એક કડાઇમાં ચણાના લોટને શેકો. તેમાં ચપટી મીઠું, થોડા બારીક સમારેલા લીલાં મરચાં અને આદું, આમચૂર અને વરિયાળી નાખી સારી રીતે મિકસ કરો. 
-આ મિશ્રણને બધા પરવળમાં ભરો. 
-એક વાટકીમાં થોડું પાણી લો. 
-તેમાં મરચું, ધાણા પાઉડર અને હળદર મિકસ કરો. 
-એક તપેલીમાં ત્રણ-ચાર ચમચી તેલ ગરમ કરી તેમાં આ મસાલાવાળા પાણીનો વઘાર કરો. 
-તે પછી તેમાં પરવળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિકસ કરો. 
-મધ્યમ આંચ રાખી પરવળને થોડી થોડી વારે હલાવતાં રહી બરાબર સીઝવા દો. 
-છેલ્લે સમારેલી કોથમીરથી સજાવટ કરી સર્વ કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!