નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન,


જ્યારે અમિતાભની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું...!


સેંટ ફિલોમિના હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સદીનું સૌથી જાણીતું ઓપરેશન શરૂ થયું. દર્દી હતા હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન અને ડોક્ટરોની ટુકડીમાં હતા ડો. ભટ્ટ, ડો. જોસેફ એન્ટોની અને ડો.જયસિંહ. પેટ ચીરતાંની સાથે જ ફુવારો ઉડ્યો. પેટની અંદર જમા થયેલું લોહી, ગેસ અને પરુ દબાણ હેઠળ એકઠા થયેલા હતા, તે અચાનક દબાણ હટી જતાં ફુવારાની પેઠે બહાર ઘસી આવ્યા. હવે હોસ્પિટલના સ્થાનિક સર્જનોને પોતની ભૂલ સમજાણી. અંદર થયેલી ઇજાની કોઇ જ બાહ્ય નિશાની ભલે દેખાતી ન હતી, પણ ડો. ભટ્ટે એક્સ-રે જોઇને કરેલું નિદાન સાચું પડ્યું હતું.

પેટની અંદરનો તમામ બગાડ બહાર કાઢી લીધા પછી ડો. ભટ્ટે આખું નાનું આંતરડું તપાસવાનું શરૂ કર્યું. બાવીસ ફૂટ લાંબું આંતરડું બારીક નજરે તપાસતાં ગયા. જ્યાં નાનું આંતરડું મોટા આંતરડાને મળતું હતું તે જગ્યાએ એની દિવાલમાં એક છિદ્ર જોવા મળ્યું. તો બધી જ તકલીફનું કેન્દ્રબિંદુ ત્યાં હતું. ડોક્ટરોએ ટાંકા લઇને એ છિદ્રને સાંધીને બંધ કરી દીધું. પછી પેટની દિવાલ બંધ કરતાં પહેલાં ત્રણ જગ્યાએ ડ્રેઇન્સ મૂક્યાં. (અંદર જમા થનારો બગાડ બહાર આવી શકે તે માટેની નળીઓ જેનો એક છેડો પેટની અંદર હોય અને બીજો છેડો બારની તરફ હોય. હકીકતમાં આ એક રબરનો બનેલો ટુકડો હોય છે, જે થોડાંક દિવસ પછી કાઢી લેવામાં આવે છે.)

ઓપરેશન લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું. જ્યારે એ પૂરું થવામાં હતું ત્યારે જ તેજી બચ્ચનનું આગમન થયું. ફોન ઉપર થયેલી વાત પ્રમાણે તેજીજી મુંબઇના ત્રણ નામાંકિત ડોક્ટરોને પોતાની સાથે લઇ આવ્યાં હતાં. એમાં સૂરી હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. એમ.કે. ગાંધી, આંતરડાના નિષ્ણાત ડો. શરદ શાહ તથા આંતરડાના પ્રખ્યાત સર્જન ડો. શિરીષ ભણસાલી સામેલ હતા.

અમિતાભ પેટનું ઓપરેશન તો પૂરું થઇ ગયું હતું, પણ પછી બધા ડોક્ટરો એક ઓરડામાં ચર્ચા કરવા માટે બેઠા. સેંટ ફિલોમિના હોસ્પિટલના ડોક્ટરો, મુંબઇથી આવેલા તજજ્ઞો અને ડો.ભટ્ટ ખૂલ્લી નિખાલસ ચર્ચાના અંતમાં ત્રણ બાબતો અંગે એક નિર્ણય ઉપર આવ્યા. એક, અમિતાભની માંદગીના નિદાનમાં અક્ષમ્ય વિલંબ થયો હતો; બીજું, ઓપરેશન કરવાનો નિર્ણય ભલે મોડો હતો, પણ યોગ્ય હતો. ત્રીજી વાત, અમિતાભની જિંદગી હજુ ચોવીસ કલાક સુધી ખતરામાં હતી.
ડોક્ટરોની ટીમે જયાજી અને તેજીજીને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે કહી દીધું, "ઓપરેશન સરસ રીતે પતી ગયું છે, પણ એની સફળતા માટે આપણે ચોવીસ કલાક સુધી રાહ જોવી પડશે. એ દરમ્યાન દર્દીની સ્થિતિમાં કોઇ ગરબડ પેદા ન થવી જોઇએ."

અમિતાભને ઘનિષ્ઠ સારવાર અને નિરીક્ષણ માટે આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા. જયા અને તેજી આંખનું મટકુંયે માર્યા વગર જાગતાં બેસી રહ્યાં હતાં. આ તો થઇ હોસ્પિટલની અંદરની વાત! બહારની શી પરિસ્થિતિ હતી? 

અત્યાર સુધીમાં અમિતાભ વિષેના સમાચાર દેશભરમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. એમના ઓપરેશનના ખબર પણ મિડીયામાં આવી રહ્યા હતા. એમના ચાહકોને જાણ થઇ ચૂકી હતી કે એમનો માનીતો અભિનેતા જીવન અને મરણ વચ્ચેનો જંગ ખેલી રહ્યો હતો. અને આ એક એવું યુધ્ધ હતું જેની સ્ક્રિપ્ટ સલીમ-જાવેદે નહીં, પણ સ્વયં વિધાતાએ લખેલી હતી. એનો અંત કેવો હશે એની કોઇને ખબર ન હતી; સારવાર કરતાં ડોક્ટરોને પણ નહીં. દવાની સરહદ પૂરી થઇ ગઇ અને દુઆની હદ શરૂ થઇ રહી હતી.


હોસ્પિટલના મુખ્ય ઝાંપાની સામે હજારોની ભીડ જમા થઇ ગઇ હતી. એ દિવસે બેંગલોરમાં વરસાદ પડતો હતો. પણ અમિતાભના પ્રશંસકો શાંતિથી ઊભા હતા; દિલમાં દુવા ભરીને, આંખોમાં ભીનાશ આંજીને અને મનમાં ઊચાટ લઇને, બસ, ઊભા હતા. 
કૂલી'ના દિગ્દર્શક મનમોહન દેસાઇની હાલત સૌથી કફોડી હતી. આખો દેશ આ સ્થિતિ માટે એમને જ દોષી માનવાનો હતો. અમિત માત્ર એમની ફિલ્મોનો હીરો જ ન હતો, પણ એમનો અંગત મિત્ર પણ હતો. એને જો કંઇ થઇ ગયું, તો મનમોહન દેસાઇ પોતે જ પોતાને ક્યારેય માફ કરી શકવાના ન હતા. 

ફિલ્મનું શૂટીંગ તો સંપૂર્ણ પણે અટકી ગયું હતું. મનમોહન દેસાઇ, સારવાર સિવાયની બીજી તમામ વાતો 'મેનેજ' કરી રહ્યા હતા. જ્યારે એમની ઘીરજનો બંધ તૂટવાની અણી ઉપર આવી જતો, ત્યારે એ ભગવાનના શરણમાં દોડી જતા હતા. બેંગલોરમાં એક મંદિર આવેલું હતું. રાજેશ્વરનું મંદિર. છેલ્લાં ત્રણ દિવસથી આ મંદિર એ જ મનમોહન દેસાઇનું ઘર બની ગયું હતું.
અત્યારે પણ મનમોહન નીકળી પડ્યા. વરસતા વરસાદમાં પગે ચાલતા તેઓ રાજેશ્વરના મંદિરે જવા માટે નીકળી પડ્યા. ભગવાન પાસે અમિતની જિંદગીની ભીખ માંગવા માટે અને પોતાના વ્યાકૂળ મનને તસલ્લી આપવા માટે. પણ ભગવાન તસલ્લી નહીં, તકલીફ આપવા માગતો હતો. 


મધરાત સુધી તો બધું ઠીક હતું. ડોક્ટરોએ નિરાંતનો દમ ભર્યો. કહી દીધું, "હવે વાંધો નહીં આવે તેવું લાગે છે. ઓપરેશન પછી સારા એવા કલાકો નીકળી ગયા છે. હીઝ કન્ડીશન ઇઝ સ્ટેબલ. બસ, સવાર સુધી આવું ને આવું રહે તો અમિતાભની તબિયત ઝડપથી સૂધરવા લાગશે." 


આ આશ્વાસન પછી જયા અને તેજીજી આડે પડખે થયાં. પણ આ આશ્વાશન એક રાત પૂરતું જ હતું. સવાર પડતાંની સાથે કોમ્પ્લીકેશન્સનું ટોળુ મગરની જેમ જડબાં ફાડીને ઊભું હતું. 


ડોક્ટરોએ અમિતાભને તપાસ્યા. એમને તેજ બુખાર હતો. એનો અર્થ એ કે શરીરમાં ક્યાંક 'ઇન્ફેક્શન' હતું. ઓપરેશન દરમ્યાન પેટમાં ગોઠવેલા ડ્રેઇન્સમાંથી ખાસ બગાડ જેવું કશું જ બહાર આવતું ન હતું. એનો મતલબ એ ઓપરેશનમાં તો બધું બરાબર હતું. તો પછી ચેપ ક્યાં લાગ્યો હતો?


ડોક્ટરોને ચેપનું સરનામું જડી ગયું. અમિતજીને ન્યૂમોનિયા થયો હતો. એમના શ્વાસની ગતિ તેજ બની ગઇ હતી. આ વાતના ખાતરીપૂર્વકના નિદાન માટે શ્વાસનળીમાં દૂરબીનવાળું સાધન નાખીને તપાસ કરવાનું જરૂરી હતું; પણ આવી હાલતમાં બ્રોન્કોસ્કોપી કરવી કે નહીં એ વિચારણા માગી લે તેવી વાત હતી. 


અમિતાભનો તાવ ઊતરવાનું નામ લેતો ન હતો. તાવની ગરમી હવે એમના દિમાગ ઉપર થવા લાગી હતી. તેઓ સનેપાત થયો હોય તે રીતે બકવાસ કરવા માંડ્યા હતા. જોર-જોરથી રાડો પાડીને ગ્લુકોઝની નળી, કેથેટર અને ગળામાં ભરાયેલી રાઇલ્સ ટ્યુબ ખેંચીને ફેંકી દેવાની કોશિશો કરી રહ્યા હતા. જયા અને તેજી એમને પકડી રાખવાના નિષ્ફળ પ્રયત્નો કરીને હતાશ બની રહ્યાં હતાં. 


આ દરમ્યાન ડોક્ટરોએ એમના લોહીનું લેબોરેટરીમાં પરિક્ષણ કરાવ્યું, જેનો રીપોર્ટ સારો ન હતો. અમિતાભના રક્તમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું હતું. ડોક્ટરોએ તરત જ એમને નાક વાટે ખાસ પ્રકારનો ઓક્સિજન આપવાનો નિર્ણય લેવો પડ્યો.


મધરાત સુધીમાં હાલત વધારે કથળી ગઇ. હવે ડોક્ટરોને નવી તકલીફની જાણ થઇ. અમિતાભની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આને 'એક્યુર રીનલ ફેઇલ્યોર' કહે છે. આવા દરદીઓને જો સમયસર શ્રેષ્ઠ કક્ષાની આધુનિકતમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં ન આવે, તો એમનો પ્રાણ બચવાની શક્યતા ઓછી થઇ જાય છે. 

ગુરુવારની સવારે ડોક્ટરો એ નિર્ણય પર આવતા જતા હતા કે અમિતાભને મુંબઇ લઇ જવા પડશે; પણ ત્યાં એવું જાણવા મળ્યું કે અમિતજીની સ્થિતિમાં કંઇક સુધારો થઇ રહ્યો છે. 

ફરી પાછી દરદીની હાલત બગડતી ચાલી. એક ડોક્ટરને લાગ્યું કે અમિતાભને કમળાની અસર દેખાવી શરૂ થઇ છે. ત્યાં વળી બીજી દિશામાંથી પણ મોંકાણના સમાચાર આવ્યા. લોહીના પરીક્ષણના તાજા રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અમિતાભના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા અઢીથી ત્રણ લાખ જેટલી હોય છે; પણ અત્યારે અમિતજીના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ફક્ત એંશી હજાર જેટલા જ જણાતા હતા. 

પ્લેટલેટ્સ આપણાં શરીરમાં એટલાં માટે હોય છે કે જ્યારે આંતરિક કે બાહ્ય ઇજા થાય અને લોહીનું વહેવાનું શરૂ થાય ત્યારે આ તંતુઓ એને જમાવી દેવામાં મદદ કરે છે. જો આ પદાર્થ ન હોય અથવા પૂરતી સંખ્યામાં ન હોય, તો માત્ર એક દાંત પડવાથીયે શરીરનું બધું લોહી બહાર વહી જાય અને માનવી મૃત્યુ પામે.


ખૂનકા બદલા ખૂન હી હોત હૈ! આ ખૂનખરાબાની કે વેરની વસુલાતની વાત નથી, દરદીની સારવારની વાત છે. પ્લેટલેટ્સ લોહીમાં હોય છે અને એની ખોટ ભરપાઇ કરવા માટે માનવ રક્તની જ જરૂર પડે છે. બેંગ્લોરમાં આવી સગવડ એકાદ વાર પૂરતી તો થઇ શકે તેમ હતી, પણ એની સાતત્યભરી સગવડ મળી શકે તેમ ન હતી. માનવીના લોહીમાંથી પ્લેટલેટ્સને અલગ પાડવા માટે ખાસ મશીનની જરૂર પડે છે, જે માત્ર મુંબઇની મોટી લેબોરેટરીમાં જ ઉપલબ્ધ હતું. બેંગ્લોર કે ચેન્નઇમાં (એ સમયે) આવું મશીન ન હતું. આ કારણે અમિતાભને હવે તો મુંબઇ લઇ જવા જ પડે તે વાતમાં તમામ ડોક્ટરો એકમત થઇ ગયા. 

પહેલાં એવું વિચારવામાં આવ્યું કે અમિતાભને મુંબઇ લઇ જવા માટે ભાડાનું વિમાન પસંદ કરવું. પણ એમાં બે મુશ્કેલીઓ હતી. ભાડાનું વિમાન ખાનગી કંપનીનું હોય અને એ નાનું જ હોય. એમાં વધારે પ્રવાસીઓ પણ સમાઇ ન શકે. માટે ઊડતી વેળાએ (આસમાનમાં પણ) એને વધુ સંખ્યામાં તીવ્ર આંચકાઓ લાગે જે અમિતાભની નાજુક હાલતમાં પ્રાણઘાતક સાબિત થઇ શકે.


છેવટે એકત્રીસમી જુલાઇએ ઇન્ડિઅન એરલાઇન્સ સાથે વાત કરવામાં આવી. બપોરનો સમય હતો. એવી વિનંતી કરવામાં આવી કે એરબસની એક્ઝિક્યુટીવ ક્લાસની ત્રણ હરોળની બધી જ બેઠકોને હટાવી દેવામાં આવે. એ જગ્યામાં ઇન્ટેન્સીવ કેર યુનિટ ઊભું કરી દેવામાં આવે. એ રીતે અમિતજીને મુંબઇ સુધી પહોંચાડવામાં આવે. ઇન્ડિઅન એરલાઇન્સના અધિકારીઓ આ માટે તૈયાર થઇ ગયા. 

હવે પ્રશ્ન એ હતો કે 'સેંટ ફિલોમિના' હોસ્પિટલથી બેંગલોરના વિમાન મથક સુધી અમિતાભને ક્યારે, ક્યા વાહનમાં અને કેવી રીતે લઇ જવા?! હોસ્પિટલના બહાર તો વિશ્વભરના પત્રકારો અને કેમેરામેનો ડેરાતંબુ તાણીને દિવસોથી બેઠેલા જ હતા. અને એમના કરતાંયે દસ ગણી મોટી સંખ્યામાં અમિતજીના પ્રશંસકો ઊભા હતા. આવી બેકાબુ ભીડમાંથી રસ્તો કાઢીને એમ્બ્યુલન્સને લઇ જવાનું કામ માત્ર મુશ્કેલ જ ન હતું, નામુમકિન પણ હતું. (આ છેલ્લું વાક્ય 'ડોન'નો ડાયલોગ નથી, પણ બેંગલોરની 'સેંટ ફિલોમિના' એ જોયેલા એના ઇતિહાસના સૌથી મોંધેરા દરદી માટે અનુભવાયેલી કપરી વાસ્તવિકતા હતી.) 

આ મુશકેલીમાંથી માર્ગ કાઢવો એ હોસ્પિટલ મેનેજમેન્ટના હાથની વાત ન હતી. અહીં ફરી પાછા મનમોહન દેસાઇની મદદ લેવી પડી. મનમોહનએ પૂછ્યું, "સમય ક્યો પસંદ કર્યો છે?"


સમય પસંદ કરવો એ સંજોગોના હાથમાં હતું. અને સંજોગો અત્યારે અમિતાભના શત્રુની ભૂમિકા ભજવી રહ્યા હતા. મુંબઇથી એરબસ આવતાં જ ત્રણ કલાકનો વિલંબ થઇ ગયો. બેંગલોરના એરપોર્ટ ઉપર એની ત્રણ હરોળની બેઠકો દૂર કરવામાં અને એની જગ્યાએ આઇ.સી.યુ. ઊભુ કરવામાં બીજા ત્રણ કલાક પસાર થઇ ગયા. 

આટલા કલાકો દરમ્યાન ભીડનું કદ અનેકગણું વધી ગયું હતું. મનમોહન દેસાઇએ માથું ખજવાળ્યું. રસ્તો મળી ગયો. 

એમણે ઝાંપા પાસે આવીને ટૂંકું ઉદબોધન કર્યું, "ભાઇઓ તથા બહેનો! અને પત્રકાર બંધુઓ! શાંતિ રાખજો. અમિતજીને આ જ ઝાંપામાં થઇને બહાર લાવવામાં આવશે. તમને બધાંને એમને જોવાની તક મળશે. માટે નાહકની ધક્કા-મુક્કી ન કરશો અને ધીરજ રાખજો." 

લગભગ અડધું બેંગલોર આગળના ઝાંપા આગળ જમા થઇને અમિતાભની પ્રતિક્ષા કરતું હતું, ત્યારે મનમોહન દેસાઇએ અમિતાભને લઇ જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને આદેશ આપ્યો, "પીછે કે દરવાજે સે ગાડીકો બાહર નિકાલો!"


કોઇને ગંધ સરખીયે ન આવી અને અમિતજીવાળી એમ્બ્યુલન્સ હોસ્પિટલના પાછળના ઝાંપામાંથી બહારની તરફ સરકી ગઇ. એમ્બ્યુલન્સ જ્યારે બેંગલોરના વિમાન મથક પર પહોંચી ત્યારે મધરાતનો સમય થવા આવ્યો હતો. એરબસના બારણાં ખૂલ્યા. અમિતાભને સ્ટ્રેચરમાં સૂવાડીને અંદર લઇ જવામાં આવ્યા. ત્યારે પણ એમના વાટ જોઇ રહેલા લોકોના ટોળાં ને ટોળાં સેંટ ફિલોમિના હોસ્પિટલના મુખ્ય ઝાંપાની સામે ઊભા હતા.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!