નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓફિસમાં તમારી ઇમેજ બગાડતી 7 બાબત, ધ્યાન રાખો

ઓફિસમાં બધાંનું મન જીતી લીધું, તો માની લો કે તમારી સફળતા નિશ્વિત છે. બોસ તો ખુશ રહેશે જ, તમારા સહકાર્યકરો પણ તમને માનપાન આપશે...ઓફિસની કામગીરી દરમિયાન તમારા વાણીવર્તન અને ટેવ પર ધ્યાન આપો. ક્યાંક આવી ભૂલો તમે તો નથી કરતાં ને?


*મોડા આવવું, વહેલાં જવું તમને ઓફિસે પહોંચવામાં મોડું થઇ જાય છે. છતાં સાંજે ઓફિસનો સમય પૂરો થાય ત્યારે ઘરે જવા માટે તમે સૌથી પહેલાં અથવા વહેલી તૈયારી કરવા લાગતાં હો, તો તમે જ તમારી ઇમેજ બગાડો છો. આવું વર્તન કામ પ્રત્યે તમારી બેદરકારી દાખવે છે. ટિપ : સમયનું પાલન કરો. ક્યારેક મોડું થઇ જાય તો સાંજે રોકાઇ કામ પૂરું કરીને જ ઘરે પાછા ફરો.


*માંદગીનું બહાનું તબિયત સારી ન હોય, તો ઓફિસે જવાના બદલે દવા લઇને ઘરે જ આરામ કરો તે વધારે હિતાવહ છે જેથી મુશ્કેલી વધે નહીં. માંદગીનું બહાનું કાઢીને રજા લેવાનું યોગ્ય નથી. ટિપ : રજા માટેનું સાચું કારણ બતાવો. બેંક અથવા કોઇ અગત્યના કામ માટે અડધા દિવસની રજા લેવાનું વધારે સારું


*મોબાઇલ મેનર્સ મિટિંગમાં વારંવાર તમારા મોબાઇલ પર મેસેજ અથવા કોલ ન આવે તે ધ્યાન રાખો. ભલે તમે સાઇલન્ટ મોડ એિકટવ કરેલો હોય છતાં ફ્લેશ લાઇટ કે વાઇબ્રેશન વાસ્તવિકતા વ્યક્ત કરી દે છે. મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન સહકાર્યકરનું ધ્યાન મોબાઇલ પર હોય એ કોઇને ન ગમે. ટિપ : મિટિંગ દરમિયાન મોબાઇલ સ્વિચ ઓફ અથવા સાઇલન્ટ મોડ પર કરી દો. કામ દરમિયાન પણ વધારે સમય સુધી મોબાઇલ પર વાતો ન કરો.


*સફળતા અપાવે સંવાદિતા કંપનીની સફળતા માટે પ્રતિનિધિ અને સહકાર્યકરો વચ્ચે સંવાદિતા હોવી જરૂરી છે. તમારી વાત સ્પષ્ટ શબ્દોમાં જણાવો. કંઇ શંકા હોય તો સ્પષ્ટતા કરો. ભૂલ થાય તો બોસને કારણ જણાવી ભૂલ સુધારો. ટિપ : હંમેશાં આત્મવિશ્વાસથી સચોટ અને સ્પષ્ટ વાક્યોમાં તમારી વાત જણાવો.


*શાલીનતા અને વર્તન તમને કોઇ ભલે ન ટોકે, પણ દરેકનું ધ્યાન તો હોય જ છે. તમારી ઇમેજ સારી ઊભી કરવી કે ખરાબ, એ તમારા સ્વભાવ અને વર્તન પર આધારિત છે. ટિપ : કુશળ કર્મચારીની સાથોસાથ તમે સારા વ્યક્તિ હો તે પણ જરૂરી છે. કલાયન્ટ્સ સાથે મિટિંગ દરમિયાન કે સહકાર્યકરો સાથે સભ્યતાથી વર્તો.


*અધૂરા વચન કરે અવિશ્વાસ ઉત્પન્ન સમજયાવિચાર્યા વિના કંઇ પણ કહેવાનું ટાળો. એવી કોઇ વાત ન કહો જે તમારાથી થઇ ન શકે. વારંવાર આવું થવાથી તમારી ઇમેજ બગડશે. ટિપ : ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરો, પણ વચન ત્યારે જ આપો જ્યારે તે પૂરું થશે જ એનો તમને વિશ્વાસ હોય.


*દલીલો છે વ્યર્થ કોઇ વાત સાથે તમે અસંમત હો કે તમને લાગતું હોય કે તમારી સાથે અન્યાય થઇ રહ્યો છે, ત્યારે ઝઘડો કે દલીલો કરવાથી કંઇ નહીં વળે. ટિપ : તમારી વાત સભ્યતાથી, તાિર્કક રીતે જણાવો. તમારો મત વ્યક્ત કર્યા પછી સામેવાળી વ્યક્તિને વિચારવાનો સમય આપો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!