નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો ટેસડો પાડી દે તેવા 'ભરેલા રવૈયા'



ભરેલા રવૈયાનું સ્વાદિષ્ટ શાક

સામગ્રી :-
250 ગ્રામ નાના સુરતી રવૈયા
250 ગ્રામ નાની બટાકી (મોટુ બટાકુ સમારીને પણ નાખી શકાય )
2 ટેબલ સ્પૂન ચણાનો લોટ (ધીમા ગેસ પર વાસણમાં કોરો શેકવો)
2 ટેબલ સ્પૂન શેકેલી સીંગનો ભૂકો
3 ટેબલ સ્પૂન કોપરાનું છીણ
3 ટેબલ સ્પૂન ગોળ આમલીનો રસો
2 ટી સ્પૂન તેલ
2 ટી સ્પૂન લાલ મરચુ
2 ટી સ્પૂન ધાણાજીરુ
2 ટી સ્પૂન ગરમ મસાલો
2 ટી સ્પૂન હળદર
2 ટી સ્પૂન વાટેલુ લસણ
2 ટી સ્પૂન તલ
મીઠુ સ્વાદ પ્રમાણે

વઘાર માટે :
3 ટેબલ સ્પૂન તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરુ
4 ચપટી હીંગ

રીત :-
-રવૈયા ધોઈ દરેકમાં ચાર કાપા કરી 2-3 મિનિટ મીઠાના પાણીમાં રાખો.
-ત્યારબાદ ઉપર લખેલો બધી જ સામગ્રી એક વાસણમાં સારી રીતે મિક્સ કરી લો
-આ બધો જ મસાલો રીંગણમાં અને બટાકામાં ભરી લો.
-એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો.
-રાઈ તતડી જાય ત્યારે હીંગ નાખી રીંગણ અને બટાકા વઘારો.
-2થી 3 મિનિટ પછી ભરતા વધેલો બધો જ મસાલો નાખી 1 કપ પાણી નાખો.
-હલાવીને ધીમા ગેસ પર ચડવા દો.
-5 મિનિટ પછી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને કોપરુ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

નોંધ -શાક કૂકરમાં જો બનાવીએ તો ઉપર બતાવ્યા પ્રમાણે જ વઘાર કરીને એક જ સીટી વાગવા દો
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી