સવાલ:હું અમેરિકાનો ૨૩-૫-૨૦૧૩ સુધીનો મલ્ટિપલ એન્ટ્રી વિઝા ધરાવું છું. મારે ૨૦૧૩ના મે માસ પછી જવું હોય તો તે રિન્યૂ કરવા શો વિધિ કરવો પડે? હું એપ્રિલ, ૨૦૧૩માં અમેરિકા જઇ શકું?-ઇશ્વરલાલ જોષી, રાજકોટ
જવાબ: તમે ૨૦૦૩માં જ્યારે દસ વર્ષનો ટુરિસ્ટ વિઝા લીધો ત્યારે ટેનપ્રિન્ટેડ થયા હો અથૉત્ તમારી ફિંગરપ્રિન્ટ લેવાઇ હોય, તો તમને મુંબઇ રૂબરૂ જઇ ઇન્ટરવ્યૂ આપવામાંથી મુક્તિ મળી શકે અને ખર્ચ તથા સમય બચે. તમારે એપ્રિલ, ૨૦૧૩માં જવું હોય તો પણ જઇ શકાય, પરંતુ તે પહેલાં એક ઉપાય કરવો પડે. રિન્યૂઅલ માટેનું ફોર્મ બહુ જ સાવચેતીપૂર્વક ભરવું પડશે. ઓનલાઇન ફાઇલ કરવામાં સહેજ પણ ભૂલ થશે તો વિઝા રિજેક્ટ થશે.
સવાલ: મારી ઉંમર ૭૩ વર્ષની છે. ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ દરેક વિઝિટર વિઝાધારક માટે છે? મારો વિઝા રિન્યૂઅલ કરવા બે વાર એપ્લાય કર્યું તે રિજેક્ટ થયા છે તો ઇન્ટરવ્યૂ વેવરનો લાભ મળી શકે?-જગદીશ પંચોલી, અમદાવાદ
જવાબ: આપના લખેલ પોસ્ટકાર્ડમાં પૂરી વિગતો જણાવવી જરૂરી છે. જેમ કે તમે ફિંગરપ્રિન્ટ પહેલી વખત આપેલી કે નહીં. તમારો ફોન નંબર જણાવવો જરૂરી છે. જેથી તમને હું ફોન ઉપર પૂછીને ખૂટતી વિગતો મેળવી શકું પછી જ જવાબ પરફેક્ટ આવી શકું. કેટલીક વ્યક્તિ જાતે અથવા લેભાગુ વ્યક્તિઓ પાસે ફોર્મ ભરાવે તેમજ ઇન્ટરવ્યૂ, પેપર્સ વગેરે તૈયાર કરે કે કરાવે તેમાં ભલીવાર આવે નહીં અને દસ વખત ગમે તે રીતે જુદી જુદી વિગતો દર્શાવતું ફોર્મ ભરી એપ્યાલ કરો તો પણ વિઝા મળે નહીં. વિઝા કેવી રીતે લેવો તે બહુ અગત્યની વાત છે. તમે પૂરી વિગતો ફોન ઉપર જણાવશો.
સવાલ: અમને એફ-૪ના ઇમિગ્રન્ટ વિઝા મળ્યા છે તો અમેરિકા પહોંચ્યા પછી કેટલા સમયમાં ગ્રીનકાર્ડ મળે?-વિશાલ પટેલ, અમદાવાદ
જવાબ: સામાન્ય રીતે ગ્રીનકાર્ડ અમેરિકા પહોંચ્યા પછી ચારથી આઠ વીકમાં કેટલાક સંજોગોમાં આવી જાય કે વધુ સમય પણ લાગે. જો રિ-એન્ટ્રી પરમિટ લીધા પછી જ ઇન્ડિયા પાછા આવવું હોય તો ત્રણ માસથી વધુ અમેરિકામાં રોકાઇ બધો જ વિધિ પૂરો કર્યા પછી જ પાછા આવવાની મારી ભલામણ છે.
સવાલ:મારી ઉંમર ૩૭ વર્ષની અને એમ.એ. કરીને એમ.બી.એ. કરું છું. પરંતુ મને બંને પગે પોલિયો છે. મારે કેનેડા/ન્યૂ ઝીલેન્ડ/અમેરિકા/યુ.કે. જવું હોય તો શું કરવું પડે? કેટલો ખર્ચ આવે?-રાજેશ પી. મૈસુરીયા, અમદાવાદ
જવાબ: પ્રભુ કૃપા હોય તો ગમે તે વ્યક્તિ પર્વત પણ પાર કરી શકે તેથી તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમે જાતે જ કોઇપણ કન્ટ્રીની વેબસાઇટ સર્ચ કરી અરજી કરવાથી બરાબર તૈયારી કરી વિઝિટર વિઝા તો મેળવી શકો છો અથવા સ્ટુડન્ટ વિઝા પણ મેળવી શકો છો. વિઝા ફી દરેક દેશની અલગ અલગ હોય છે. તે સિવાય બીજો કોઇ ખર્ચ નથી. અમેરિકાના વિઝા પણ મળી શકે, પરંતુ તેમાં બીજા કન્ટ્રી કરતાં ખર્ચ વધુ થાય છે. એજન્ટના પૈસા બગાડી તમારો રેકોર્ડ બગાડશો નહીં.
સવાલ:હું ૨૫ વર્ષની અનમેરિડ છું અને ફાર્મસીમાં અભ્યાસ કરું છું, તો ફાર્મસીના વધુ અભ્યાસ માટે દુનિયામાં બેસ્ટ કન્ટ્રી કયો છે?-નીલમ પટેલ, વલસાડ
જવાબ: હું મારા લાંબા અનુભવે એવું કહી શકું કે વધુ અભ્યાસ માટે અમેરિકા ઇઝ ધી બેસ્ટ કારણ કે ત્યાંની શિક્ષણની પદ્ધતિ અદ્ભુત છે. અમેરિકા પછી કેનેડા કે યુ.કે. સારા વિકલ્પો છે.
સવાલ:મારો લાઇફ ઓરિએન્ટેડ પ્રશ્ન એ છે કે મેં પસંદ કરેલી યુનિવર્સિટી ગવર્નમેન્ટ કે પ્રાઇવેટ રિક્રુટમેન્ટ માટે યોગ્ય છે?-જિજ્ઞેશ નાયક
જવાબ: દરેક વાચકમિત્રને મારું નમ્ર સૂચન છે કે તમારાં પોસ્ટકાર્ડ, પત્ર, ઇનલેન્ડ લેટર કે ઇ-મેઇલમાં તમારાં ગામ, શહેર કે ટાઉનનું નામ તેમજ તમારી કોન્ટેકટ ડિટેલ્સ જેવી માહિતી અવશ્ય લખવી, જેથી અમુક વિગતો મેળવવા માટે તમને સામો સંપર્ક કરી શકાય. જેમ કે, આ પ્રશ્નકર્તાએ કયા દેશ માટે, કઇ યુનિવર્સિટી, ગામનું નામ વગેરે વિગતો આપી જ નથી, તેથી એમને સાચી સલાહ પણ કઇ રીતે આપી શકાય?
સવાલ:અમે પતિ-પત્ની બંનેની ઉંમર ૭૫ વર્ષની છે અને અમને બંનેને મળેલા ગ્રીનકાર્ડ ઉપર બે વખત અમેરિકા જઇ આવ્યાં ત્યારે અમને એક વર્ષના ટ્રાવેલ ડોકયૂમેન્ટ મળ્યા છે. જેની મુદ્દત ઓગસ્ટ, ૨૦૧૨માં પૂરી થાય છે. મારા પુત્રને અમેરિકન કંપનીએ ત્રણ વર્ષ માટે બેંગલોર ઇન્ડિયામાં મોકલ્યો છે. તેથી અમે અમેરિકા જઇએ તો ત્યાં રહેવા કોઇ સગવડ નથી. તેથી અમારા ગ્રીનકાર્ડ સરન્ડર કરી દેવા છે અથૉત્ અમેરિકાને પાછા આપી દેવા પડે. ગ્રીનકાર્ડ ચાલુ રાખવા કે ફરીથી લેવા શું કરવું?-ચંદ્રવદન મહેતા, અમદાવાદ
જવાબ: ગ્રીનકાર્ડ પાછું આપતી વખતે બે પ્રકારનાં ફોર્મ્સ ફાઇલ કરી ઇન્ટરવ્યૂ આપવો પડે જે વખતે કોન્સ્યુલરને સવાલ-જવાબ વગેરેથી સંતોષ થાય તો જ તમને દસ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા આપે. મારી પાસે ઘણા કેસીસ આવે છે જેમાં આડેધડ સીધા મુંબઇ જઇ કોઇપણ જાતની તૈયારી વિના ગ્રીનકાર્ડ પરત આપવાથી ગ્રીનકાર્ડ તો જાય અને ઉપરથી અને વિઝિટર વિઝા પણ નથી મળતા. ઓગસ્ટ, ૨૦૧૨ પછી તમે અમેરિકા આ ગ્રીનકાર્ડ ઉપર જઇ શકશો નહીં. તમારો પુત્ર સિટઝિન થાય પછી જ ગ્રીનકાર્ડ મળી શકે.
સવાલ: મારી ઉંમર ૨૫ વર્ષની છે અને હું દસ વર્ષના વિઝિટર વિઝા ઉપર સાઉથ આફ્રિકા ગયો હતો. હું મુંબઇ એરપોર્ટ ઉપર પાછો આવ્યો ત્યારે આ વિઝા નકલી-બનાવટી હોઇ મારો પાસપોર્ટ એરપોર્ટ અધિકારીએ જપ્ત કરી લઇ લીધો છે. તે પાસપોર્ટ પાછો લેવા શી પ્રક્રિયા કરવી?-રફીક પટેલ, ભરૂચ
જવાબ: આવું કૃત્ય કરનારની સામે પોલીસ કેસ થાય છે. તમે પૂરી વિગતો આપી નથી, જેમ કે કોઇ કમ્પ્લેઇન તમારી વિરુદ્ધ થઇ છે કે નહીં. પાસપોર્ટ પરત લેવા તમારે કોર્ટ ઓર્ડર લેવો જોઇએ આવા બનાવટી વિઝાના આધારે જનારા પકડાઇ જાય છે. તેના માટે પરદેશ જવાના ચાન્સીસ નહીંવત્ થઇ જાય છે.
Comments
Post a Comment