નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહિ‌લાઓ માટે ખાસ એપ્લિકેશન

મહિ‌લાઓ માટે ખાસ એપ્લિકેશન

હૈદરાબાદના રિસર્ચ સેન્ટરમાં મહિ‌લાઓ માટે ખાસ એપ્લિકેશન તૈયાર થઈ રહી છે. ટ્રેવલોગ, એસેટ ટ્રેકર અને યોગા ફોર હર જેવી ફીમેલ ફ્રેન્ડલી એપ્સથી મહિ‌લાઓમાં વિન્ડોઝ ફોનનો ક્રેઝ વધી ગયો છે.

આ પ્રોજેક્ટને કોડ ફોર હર નામ આપવામાં આવ્યું છે. અંદાજે ૧૦ એપ્સને માઈક્રોસોફ્ટના પ્લેટફોર્મ પર અપલોડ કરાઈ છે. પ્રોજેક્ટ પર ૨૦૦ મહિ‌લા ઇજનેર કામ કરી રહી છે.

ગ્લવ્ઝ સાંકેતિક ભાષાને વાચા આપશે

વિજ્ઞાનીઓએ એવા ગ્લવ્ઝ તૈયાર કર્યા છે તે સાંકેતિક ભાષાને વાચા આપશે. આ કારણે એવા લાખો મુકબધિર લોકોને ફાયદો થશે. યુક્રેનની ટીમ દ્વારા તૈયાર કરાયેલા આ ગ્લવ્ઝમાં સેન્સર લાગેલાં છે જે હાથની મૂવમેન્ટ ઓળખી તેને ચોક્કસ ભાષામાં ટ્રાન્સલેટ કરશે.

તેના શબ્દોનું ઉચ્ચારણ સ્માર્ટફોન એપ દ્વારા થાય છે. અનેબલ ટોક નામના આ ગ્લવ્ઝમાં સોલર સેલ લાગે છે જેનાથી તે ચાર્જ થાય છે. તેને તૈયાર કરનાર વિજ્ઞાનીઓએ જણાવ્યા પ્રમાણે આ ગ્લવ્ઝ માટે માત્ર ૪૩૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે.

સેમસંગ સ્માર્ટ ટીવી પર એંગ્રી બર્ડ

સેમસંગે જાહેરાત કરી છે કે હવે રોવિયોની હિ‌ટ ગેમ એંગ્રી બર્ડ સેમસંગની સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ થશે અને રોવિયોની આ પાર્ટનરશિપ હેઠળ સેમસંગની ટીવી રેન્જમાં પણ એંગ્રી બર્ડ્સના એનિમેટેડ ર્શોટસ આવી શકે છે. નેક્સ્ટ વેબના અહેવાલ પ્રમાણે સ્માર્ટ ટીવી એપ પરથી પહેલી વખત બનાવેલા સેટટોપ બોક્સની મદદથી ગેમને સ્માર્ટ ટીવી પર ઓપરેટ કરી શકાશે.

ટીશર્ટથી ચાર્જ થશે મોબાઈલ

સાઉથ કેરોલિના યુનિવર્સિ‌ટીના વિજ્ઞાનીઓએ ઈલેક્ટ્રિક પાવર સ્ટોર કરવા માટે એક સારો અને સસ્તો માર્ગ શોધી કાઢયો છે. હવે વસ્ત્રોથી પણ મોબાઈલ ચાર્જ કરી શકાશે. પ્રોજેક્ટ હેડ જિઆડોંગ લીએ એક સામાન્ય ટીશર્ટને ફ્લોરાઈડના સોલ્યુશનમાં પલાળી તેને સૂકવ્યા બાદ ઓક્સિજન ફ્રી વાતાવરણમાં ઊંચા તાપમાને ગરમ કર્યું હતું. ત્યારબાદ પણ ફેબ્રિકમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું.

આ ટીશર્ટ પહેલાં જેવું જ નરમ અને લચકદાર હતું. ફેબ્રિકના ટુકડાઓને ઈલેક્ટ્રોડની જેમ ઉપયોગ કરીને સંશોધકોએ જણાવ્યું હતું કે શર્ટના ફાઈબર્સમાં પાવર સ્ટોર કરી શકાય છે. પ્રોફેસર લીએ જણાવ્યા પ્રમાણે અંદાજે એક હજાર વખત ચાર્જ થયા બાદ પણ તેના પરફોર્મન્સમાં પાંચ ટકા જેટલો પણ ઘટાડો નહોતો થયો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી