નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દેશમાં ઈન્ટરનેટ મોઘું હોવાના આ રહ્યાં કારણો!

સરકાર ઇન્ટરનેટને પ્રોત્સાહન આપવા માગે છે કે પછી તેના માર્ગમાં અડચણો પેદા કરવા માગે છે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે, કેમ કે સરકારનો તાજેતરનો એક નિર્ણય તેના ઘોષિત ઉદ્દેશ્યથી તદ્દન વિરુદ્ધ છે. 

આ વર્ષે જાહેર કરાયેલી સંદેશાવ્યવહાર નીતિમાં વપરાશકર્તાઓને ૨૦૧૫ સુધી સસ્તું અને વિશ્વસનીય બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય જાહેર કરાયું હતું. ૨૦૧૭ સુધી ૧૭.૫ કરોડ અને ૨૦૨૦ સુધી ૬૦ કરોડ બ્રોડબેન્ડ કનેકશનની ક્ષમતા વધારવાની વાત કરાઈ હતી.

હવે સરકારે ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ પાસેથી જે મહેસૂલી રકમ લેવાનો નિર્ણય લીધો છે, તેનાં પરિણામસ્વરૂપે ઇન્ટરનેટ મોંઘું થઈ ગયું છે. આ મહિને જ તેના દરમાં ૭ ટકાનો વધારો કરાયો છે. આવતા વર્ષે એપ્રિલ સુધીમાં આ વધારો ૮ ટકાનો થઈ જશે. 

ભારતમાં ઇન્ટરનેટ ઘણા ઓછા લોકો સુધી પહોંચ્યું છે અને તેના અંગેના ૨૦૧૨ના નક્કી કરાયેલા લક્ષ્ય કરતાં દેશ ઘણો પાછળ છે એવું તથ્ય જાણ્યા બાદ પણ આવો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સુધીની પહોંચ આજે માત્ર જ્ઞાન અને માહિતીના સંદર્ભમાં જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાના વિકાસ દર માટે પણ મહત્વની છે, જેને ગતિ આપવી અત્યારે સરકારનો સૌથી મોટો હેતુ કહેવાઈ રહ્યો છે. 

વિશ્વ બેન્ક અને મેકકિન્સે એન્ડ કંપની જેવી એજન્સીઓનાં અભ્યાસોથી સ્પષ્ટ થયું છે કે ઇન્ટરનેટનો ફેલાવો ૧૦ ટકા વધતાં જીડીપીમાં ૧.૫ થી ૨ ટકાનો વધારો થાય છે. આ ઉપરાંત બેન્કિંગ તથા અન્ય અનેક જાહેર સુવિધાઓના ઉપયોગને સહજ બનાવવામાં અને વહીવટમાં પારદર્શકતા લાવવામાં પણ ઇન્ટરનેટની મહત્વની ભૂમિકા છે. 

એટલે કે ઇન્ટરનેટના બ્રોડબેન્ડ કનેકશનને પ્રોત્સાહન આપવું દરેક દ્રષ્ટિએ એક જરૂરી લક્ષ્ય છે. આથી તેને મોંઘું કરવાનો સરકારનો નિર્ણય પ્રજાહિતના વિરુદ્ધનો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ સાથે સરકારને જો કોઈ વાંધો હોય તો તેનો ઉકેલ એવી રીતે લાવવો જોઈએ, જેથી તેનો ભાર વપરાશકર્તાઓ પર ન પડે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!