નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'કૂલ' નથી 'ક્યા સુપર કૂલ હૈં હમ': ફિલ્મ રિવ્યૂ


Movie Name:
ક્યા સુપર કૂલ હૈં હમ
 
 
Viewer Rating: 
 
 
Critic Rating:
(1.5/5)
 
 
Star Cast:
તુષાર કપૂર, રિતેશ દેશમુખ, નેહા શર્મા, સારાહ જેન
 
 
Director:
સચિન યારડી
 
 
Producer:
એકતા કપૂર
 
 
Music Director:
સચિન,જીગર, શંકર-મહાદેવન-લોય, અંજાન-મિટ બ્રોસ
 
 
Genre:
સેક્સ કોમેડી
 
 
Story

સ્પેશ્યિલ રિવ્યૂ : મયંક શેખર@ divyabhaskar.com

અજાણ્યો છોકરોઃ તમારો અવાજ સંભળાતો નથી, આઈ એમ સોરી
સિદઃ હાઈ, સોરી. હું છું સિદ
અજાણ્યો છોકરોઃ તમે ઘણા જ (વિટિ)રમૂજી છો.
સિદઃ તમે ઘણા જ ચર્ચગેટ છો.

પરિવારને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનો 'વેજેટેરિયન' મિનિ જોક તમને અહીંયા કહ્યો છે. આ જોક પરથી તમે અંદાજો લગાવી શકો છો કે ફિલ્મમાં કેવા પ્રકારની રમૂજ છે. સિદ(રિતેશ દેશમુખ) ફિલ્મનો હિરો છે. વીટી અને ચર્ચગેટ મુંબઈના જાણીતા સ્ટેશન છે. મોટાભાગના જોક્સ સિદ અને તેના ખાસ મિત્ર આદિ તથા તેમના ગે બનવા પર હોય છે. આ સિવાયના જોક્સ તેમની બે પ્રેમિકાઓ લેસ્બિયન છે, તેના પર છે. જો તમે મ્યૂઝિક વીડિયો અને એક સારું ગીત (''શર્ટ દા બટન'') તથા સતત બે કલાક અને 16 મિનિટ કારણ વગરની નોન સ્ટોપ કોમેડી સહન કરી શકતા હોવ તો આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો.

જો તમારામાં સહનશક્તિ ના હોય તો તમારે સંતાપ કર્યા વગર માત્ર આ વાત વાંચીને સંતોષ લેવાનો છે. સિદ ડીજે છે પરંતુ તેને કોઈ કામ મળતું નથી. આદી અભિનેતા છે પરંતુ તેની અભિનય ક્ષમતા માત્ર કબજિયાતની જાહેરાતો પૂરતી મર્યાદિત છે. તેઓનો સમય ખરેખર ખરાબ ચાલી રહ્યો છે. સિદ સેનિટરિ નેપકિન્સ ખરીદીને લાવે છે, કારણ કે હાલમાં તે ઘણા જ 'ખરાબ સમય'માંથી પસાર થઈ રહ્યો હોય છે. આદિ ટેરો કાર્ડ રીડર પાસેથી સલાહ લેતો હોય છે. ટેરો કાર્ડ રીડરે તેને કહ્યું હોય છે કે 'સ' નામ ધરાવતી યુવતી તેના જીવનમાં પરિવર્તન લાવશે. સંગીત સિવનની ફિલ્મ 'ક્યા કૂલ હૈં હમ'માં જે રીતે હિરોને જમણાં સ્તન પર ટેટુવાળી યુવતી મળી જાય તો તેને સારો સમય શરૂ થઈ જાય છે, તેવી જ રીતે આ ફિલ્મની સિક્વલમાં પણ 'સ' અક્ષર ધરાવતી યુવતી આદિના જીવનમાં પરિવર્તન લાવી શકે તેમ છે. આદિને 'સ' અક્ષર ધરાવતી યુવતી મળી જાય છે અને તે લગ્ન માટે પ્રપોઝ કરે છે અને તેને ડાયમંડ રિંગ આપે છે. જોકે, યુવતી પછીથી ફરી જાય છે. તેની પાસે હજી પણ ડાયમંડ રિંગ છે. યુવતી ગોવા જતી રહે છે. આદિ અને સિદ ડાયમંડ રિંગ લેવા માટે ગોવા જાય છે.

તમે કલ્પના કરી શકો છો કે આ ફિલ્મ તેના ટાઈટલ મુજબની છે પરંતુ તેનો મેઈન પ્લોટ ટાઈટલ સિવાય ક્યાંય દેખાતો નથી. ફિલ્મમાં મોટાભાગનો સંદર્ભ બોલિવૂડની હિટ ફિલ્મ્સના ગીત પર છે. જેમ કે, 'હાઉસફૂલ 2'નુ 'આયે' પછી 'દેવદાસ'નું ગીત 'દિલ ડોલા રે' લઈને જોક્સ કરવામાં આવ્યા છે. કૂતરો પણ 'વિકી ડોનર' જેટલો જ શક્તિશાળી છે.

બધા જ જોક્સ કાવ્ય સ્વરૂપે છે. સંવાદ લેખકને ચુટકુલા લેખક કહી શકાય તેમ છે. લેખક સ્ટેન્ડ અપ કોમેડી અને હાસ્ય કવિતા માટે યોગ્ય છે. કેટલાંક તબક્કે જોક્સ રસવિહીન બની જાય છે. વધારે પડતાં જોક્સથી તમે થાકી જાવ છો, ડબલ મિનિંગ જોક્સની તો વાત જ રહેવા દો. ફિલ્મ જોતા જ તમે કંટાળી જાવ છો.

સાચું કહેવામાં આવે તો ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી દીધી હતી કે આ વિવેચકોની નજરમાં આ ફિલ્મ બકવાસ છે. ચીલાચાલુ ફિલ્મથી આમાં વધારે કંઈ જ નથી. જોકે, થિયેટરમાં આગળની સીટમાં બેસતા લોકોને આ ફિલ્મ નિરાશ કરશે નહીં. તેઓને ફિલ્મનો પહેલો ભાગ ગમશે તે નક્કી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી