નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગૂગલે દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ કનેક્શન લોન્ચ કર્યું

૧ જીબી પ્રતિ સેકન્ડ સ્પીડ : ૧૦૦ ગણી સ્પીડ વધશે

ઈન્ટરનેટની ધીમી સ્પીડના કારણે યુટયૂબ વીડિયો પર થતું બફરિંગ, ફેસબુક પર ફોટો અપલોડ કરવામાં લાગતા સમયની સમસ્યા હવે આગામી સમયમાં નહીં રહે. ગૂગલે શનિવારે એક અલ્ટ્રા હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિ‌સ લોન્ચ કરી છે. આ સર્વિ‌સ શરૂ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડની સમસ્યા ઈતિહાસ બની જશે. આ કનેક્શનની સ્પીડ ૧ જીબી પ્રતિ સેકન્ડ હશે જે હાલના ઈન્ટરનેટ કનેક્શન કરતાં લગભગ ૧૦૦ ગણી વધારે હશે. આ કનેક્શન બ્રોડબેન્ડ નહીં હોય પરંતુ એક પાતળી ઓપ્ટિકલ ફાઈબર લાઈનથી જોડાયેલું હશે.

આ લાઈન વ્યક્તિના ઘરથી સીધી જ ડેટા સેન્ટર સાથે જોડાયેલી હશે. તે ડેટા સેન્ટર રાષ્ટ્રીય ઈન્ટરનેટ સેન્ટર સાથે જોડાયેલું હશે જેથી તેની સ્પીડમાં વધારો થશે. પ્રારંભિક ધોરણે ગૂગલે માત્ર અમેરિકાના બે શહેર કેન્સાસ અને મિસૌરીમાં આ સેવા શરૂ કરી છે. અન્ય દેશો અંગે હાલમાં કંપનીએ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. તેનો ખર્ચ દર મહિ‌ને ૭૦ ડોલર (રૂ. ૩૮૬૬) થશે.

અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ

તેમાં ૧૨૦ ડોલર પ્રતિ માસનું પેકેજ પણ હશે. તેમાં ગૂગલ એક ટીવી, ૧૦૦ ચેનલ, એક જીબી ઈન્ટરનેટ સ્પીડ અને એક ટેટ્રાબાઈટ ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપશે.

એક સાથે આઠ ટીવી પ્રોગ્રામ રેકોર્ડ કરી શકાશે. ઉપરાંત પ૦૦ કલાકના એચડી કાર્યક્રમ સ્ટોર થઈ શકશે.

આ દેશોમાં છે સૌથી વધુ ઝડપ

૧. દક્ષિણ કોરિયા - ૧૭.૬ એમબીપીએસ
૨. રોમાનિયા - ૧પ.૨ એમબીપીએસ
૩. બલ્ગેરિયા - ૧૨.૮ એમબીપીએસ
૪. લિથુઆનિયા - ૧૧.૬ એમબીપીએસ
પ. લેટવિયા - ૧૧ એમબીપીએસ

ભલે ઈન્ટરનેટ અમેરિકાથી શરૂ થયું હોય પરંતુ તે પોતાની પ૦.૮ એમબીપીએસની સ્પીડના કારણે ઝડપના મામલે ટોપ ૧૦માં નથી. આ યાદીમાં તે ૧૨મા ક્રમે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!