નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાર્ષિક પાંચ લાખ પગાર, તો રિટર્ન ભરવાની નથી જરૂર


- એસેસમેન્ટ વર્ષ 2012-13માં તમારા માટે ઇન્કમ ટેકસ રિટર્ન ફોર્મ ભરવું જરૂર નથી 

- પણ શરત છે કે તમારી વધારાની આવક કોઇ ન હોવી જોઇએ અને બેન્કમાં મૂકવામાં આવેલી રકમ પર વર્ષમાં દસ હજાર રૂપિયાથી વધુનું વ્યાજ મળી રહ્યું ન હોય 

- ઇન્કમ ટેક્સ વિભાગ પણ ઇચ્છે છે કે આવા નોકરિયાતવર્ગ રિટર્ન ફોર્મ ન ભરે

જો તમે નોકરિયાત છો અને વર્ષમાં તમારી આવક પાંચ લાખ રૂપિયા સુધીની છે તો એસેસમેન્ટ વર્ષ 2012-13માં તમારા માટે ઇન્કમ ટેકસ રિટર્ન ફોર્મ ભરવું જરૂર નથી. જોકે તેમાં પણ શરત છે કે તમારી વધારાની આવક કોઇ ન હોવી જોઇએ અને બેન્કમાં મૂકવામાં આવેલી રકમ પર વર્ષમાં દસ હજાર રૂપિયાથી વધુનું વ્યાજ મળી રહ્યું ન હોય. ઇન્કમ ટેક્સ વિભાગ પણ ઇચ્છે છે કે આવા નોકરિયાતવર્ગ રિટર્ન ફોર્મ ન ભરે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે 17મી ફેબ્રુઆરી 2012ના રોજ નોટિફિકેશન રજૂ કરીને સ્પષ્ટતા કરી દીધી કે એસેસમેન્ટ વર્ષ 2012-13માં પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવતા નોકરિયાતોને રિટર્ન ભરવાની જરૂર નહીં રહે. હવે જ્યારે આવતા સપ્તાહે રિટર્ન ભરવા માટે દેશભરમાં અભિયાન ચાલશે અને ફોર્મ સ્વીકારવા માટે ખાસ કાઉન્ડર બનાવાશે તો ઇન્કમ ટેક્સ વિભાગે ફરી એકવખત યાદ અપાવ્યું છે કે કયા નોકરિયાતોને રિટર્ન ભરવું જરૂરી નથી.

સીબીડીટીના એક અધિકારીનું કહેવું છે કે યાદ એટલા માટે અપાવામાં આવી રહ્યું છે જેથી કરીને રિટર્ન ભરવા માટે બનાવામાં આવેલી શિવિર દરમ્યાન વધુ ભીડ ન થાય. સામાન્ય રીતે જોવા મળે છે કે શિવિરમાં વેપારીઓની સરખામણીમાં નોકરિયાતોને સંખ્યા વધુ હોય છે. મોટા વેપારીઓનું રિટર્ન સામાન્ય રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરે છે.

સીબીડીટીના પ્રવક્તાએ શુક્રવારે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે જે પગારદાકાઓને રિફંડ કલેમ નથી કરવાનો અને વાર્ષિક પાંચ લાખ રૂપિયા પગારમાં આવે છે તો તેમને રિટર્ન ફોર્મ ભરવાની જરૂર નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!