રક્ષાબંધન શ્રાવણી પુનમના આવતો એક અનોખો તહેવાર છે. તે હિન્દુ ધર્મમાં અનેક રીતે મહત્વ ધરાવે છે. રક્ષાબંધનનું જેટલું રાષ્ટ્રીય મહત્વ છે, તેટલું જ પ્રાદેશિક અને સામાજિક મહત્વ છે. દરિયાઈ વિસ્તારોમાં તેને નારિયેળી પૂનમ તરીકે ઉજવાય છે. બ્રહ્મણો જનોઈ માટે ઉજવે છે. પુરાણમાં એક પત્નીએ પતિને પહેરાવી ચે રાખડી આવી રોચક વાતોને આપણે જાણીએ...
દરિયાઈ પ્રદેશમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વસતા દરિયાખેડુ આ દિવસને ‘નારિયેળી પૂનમ’ તરીકે ઉજવે છે. નારિયેળી પૂનમમાં દરિયાખેડુઓ દરિયાની પૂજા કરે છે. અહીંના લોકો દરિયાખેડ કરીને ટ્રાન્સપોર્ટેશન કે પછી માછલી ઉદ્યોગ પર નભે છે. દરિયાને તે ‘દરિયાલાલ’ કહીને સંબોધે છે. શ્રાવણ માસ પછી તે દરિયો ખેડવા માટે જાય તે પૂર્વે તે દરિયાની તથા તેની નાવની વિધિવત પૂજા કરી, સત્યનારાયણ અને જલદેવની પૂજા કરે છે. આ પૂજા પછી નારિયેળને ફૂલનો હાર પહેરાવી દરિયામાં પધરાવવામાં આવે છે. આ પછી બધા તહેવાર પત્યે સાગરખેડુ દરિયોમાં સફર કરે છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ એવું છે કે પહેલાના સમયમાં સઢવાળા વહાણ હતા. તેને યોગ્ય દિશાના પવનની જરૂરત હોય છે. જે શ્રાવણની પૂનમ પછી બદલે છે. આ ઉપરાંત અરબસાગરમાં એવું માનવામાં આવે છે કે વિશિષ્ટ પ્રકારની માછલીઓ આ સમયગાળા પછી આવે છે. તેથી, મત્યઉદ્યોગને લાભ થાય છે. આ માટે પુનમના દિવસે દરિયાનું પૂજન કરવામાં આવે છે.
બ્રહ્મણો માટે બે પર્વો વિશેષ મહત્વના હોય છે. એક તો પરશુરામ જયંતિ અને રક્ષાબંધન. શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈનું પરિવર્તન કરે છે. બ્રહ્મણનું સંતાન બાળાવસ્થામાં હોય છે ત્યારે તેને ઉપનયન સંસ્કાર કરાવવામાં આવે છે. આ જનોઈમાં ત્રણ દોરા હોય છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા ત્રિદેવનું પ્રતિક છે. તેમાં રહેલી ગાંઠ બ્રહ્મની ગાંઠ કહેવામાં આવે છે. જનોઈના એક વાર વિધિવત સંસ્કાર થઈ ગયા પછી તેમાં શુદ્ધતા જળવાઈ રહે તે માટે શાસ્ત્રોએ દરવર્ષે જુની જનોઈ બદલી, નવી ધારણ કરવાની વાત કરી છે. બ્રહ્મણો આ દિવસે સમુહમાં કે પછી કોઈ પણ રીતે વિધિવત પૂજન કરી જનોઈ બદલવી જરૂરી છે.
રક્ષાબંધની એક અનોખી વાત પુરાણમાં જણાવેલી છે. પુરાણમાં એક પત્નીએ પતિને રાખડી બાંધી હતી. વિષ્ણુ ભગવાન, ત્રણેલ લોકમાં આધિપત્ય ધરાવતા બલીરાજા પાસેથી ત્રિલોક પાછું લાવવા માટે વામન અવતાર ધારણ કર્યો હતો. ભગવાને વામન અવતાર ધરી ત્રણ ડગલા જમીન રાજા બલી પાસે માંગી. વામન ભગવાને પ્રથમ ડગલામાં બધી પૃથ્વી, બીજામાં આખું સ્વર્ગ અને ત્રીજા રાજા બલી પર મુક્યો. જેથી રાજા બલિ પાતાળમાં જતા રહ્યા. રાજા બલી પર આ ત્રિલોકના દાનથી ખુશ થયેલા વામન ભગવાને તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું તમે મારી સાથે પાતાળમાં રહો. વિષ્ણુ ભગવાને એ કબુલ્યું ત્યારે વિષ્ણુજીને પાતાળમાં જતા પહેલા લક્ષ્મીજીએ રક્ષા બાંધી દીધી હતી. કારણ કે પાતાળ એ દાનવોની ભૂમિ હતી. ભગવાનની ચતુર્માસનું પાતાળ લોક ગમન પણ આ આધાર પર છે
Comments
Post a Comment