નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપનું રસોડું રાખશે સુખ-સ્વાસ્થ્યથી સભર

દરેક ઘરનો મહત્વપૂર્ણ હિસ્સો હોય, તો તે છે રસોડું. આ જગ્યા એવી છે, જ્યાં મહિલાઓનો મોટા ભાગનો સમય વીતે છે અને અહીં બનતી વાનગીની મધુર સોડમ અને સ્વાદ આખા પરિવારને સાંકળે છે. સાથે બેસીને ભોજન કરતી વખતે બધા પોતાની મુશ્કેલી થોડી વાર માટે વિસરી જાય છે, પરંતુ તમે ક્યારેય એ વિચાર્યું છે ખરું કે આ રસોડું જ તમારા પરિવાર માટે મુશ્કેલીઓ ઉત્પન્ન પણ કરી શકે છે.
ફેંગશુઇમાં જણાવ્યા મુજબ, પરિવારના સ્વાસ્થ્ય અને સમૃિદ્ધને જાળવી રાખવા માટે રસોડાની ભૂમિકા ખૂબ અગત્યની છે. નાનીમોટી ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. આના ઉપાય ક્યા છે, તે જાણીએ. 


ઊર્જાનો સદુપયોગ 
ગેસ કે ઓવનને ક્યારેય રસોડાના બારણાં તરફ ન રાખવા અન્યથા અગ્નિ સ્ત્રોતની ઊર્જા બારણાંમાંથી બહાર નીકળી જાય છે. 
ઉપાય : રસોડાના બારણાંની વચ્ચે એક ક્રિસ્ટલ બોલ લટકાવી દો. 

રસોડાનું યોગ્ય સ્થાન
સામાન્ય રીતે અગ્નિ કોણ (દક્ષિણ-પૂર્વ)માં રસોડું હોય તો સારું માનવામાં આવે છે. 
ઉપાય : જો તમારા ઘરમાં રસોડું આ દિશામાં ન હોય તો માટીના ખાલી વાસણમાં એક નાનકડો ક્રિસ્ટલ બોલ નાખી તેને રસોડામાં રાખો. આના લીધે પરિવારના સભ્યો સ્વસ્થ રહેશે. આ ઉપરાંત, રસોડાના બારણાં પર અષ્ટકોણીય દર્પણ પણ લગાવી શકો છો. 

વ્યવસ્થિત હોય રસોડું
રસોડામાં આડાઅવળા મૂકેલા વાસણ, ડબ્બા નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. આના લીધે ઘરમાં નુકસાન અને પરિવારના સભ્યોને તકલીફોનો સામનો કરવો પડે છે.
ઉપાય : રસોડું વ્યવસ્થિત ગોઠવેલું રાખો અને તેની સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપો. તમે ઇચ્છો તો રસોડાની સાથે જ નાનકડો સ્ટોરરૂમ પણ બનાવડાવી શકો છો. જો આવો સ્ટોરરૂમ બનાવી શકાય એમ ન હોય તો રસોડાની છાજલીને કવર કરાવી દો. આના માટે ક્યારેય લાલ રંગના સનમાઇકાનો ઉપયોગ ન કરવો. 

રસોડાની સામે
રસોડાની બિલકુલ સામે બાથરૂમ-ટોઇલેટનું બારણું અથવા પગથિયાં હોય તો ભાગ્યમાં અસ્થિરતા આવે છે અને લાભ-નુકસાન થયા કરે છે. 
ઉપાય : રસોડાની છત પર ક્રિસ્ટલ પિરામિડ લગાવો.

જળવાઇ રહે સંતુલન
ગેસ અગ્નિનું પ્રતીક છે અને સિંકમાં રહેલા નળ, ફલ્ટિર, માટલું અને ફ્રીજ ઠંડક (જળ)ના. આથી ગેસની સામે સિંક, ફ્રીજ કે પાણીનું માટલું ન રાખવા, અન્યથા ઘરમાં કલેશ અને મુશ્કેલીઓ વધી જાય છે. 
ઉપાય : રસોડામાં જગ્યા નાની હોવાથી આમાંથી એકેયની જગ્યા બદલી શકાય એમ ન હોય તો અગ્નિ અને જળના પ્રતીક (ગેસ અને પાણી) વચ્ચે ક્રિસ્ટલ કે ક્રિસ્ટલ ટ્રી રાખો. 

જમીનનો રંગ
રસોડાની નીચે ક્યારેય પાણીની ટાંકી ન બનાવડાવવી. એથી અગ્નિના તત્વનું સંતુલન જળવાતું નથી. પરિણામે દુભૉગ્ય અને દરિદ્રતાની શક્યતા વધી જાય છે. 
ઉપાય : લીલા રંગની ટાઇલ્સની ફરસ બનાવડાવો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!