નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સમગ્ર દુનિયામાં ટેસ્ટ ટ્યૂબ બેબીની સંખ્યા જાણીને થશે આશ્ચર્ય

વિશ્વભરની જનસંખ્યા જ્યાં સાત અબજનો આંકડો સ્પર્શી ચુકી છે ત્યાંજ તેમાં પચાસ લાખ લોકોની આબાદી એવી પણ છે જેમનો જન્મ ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી થયો છે. 

- દર વર્ષે લગભગ ત્રણ લાખથી વધુ બાળકોનો જન્મ આ પદ્ઘતિથી થાય છે
- આ આંકડો દર વર્ષે જન્મ લેનારા 13 કરોડ બાળકોનો 0.3% બેસે છે.


યૂરોપિયન સોસાઇટી ઑફ હ્યૂમન રીપ્રોડક્શન એન્ડ એમ્બ્રોયોલોજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ ત્રણ લાખ પચાસ હજાર બાળકોનો જન્મ આ જ પદ્ઘતિ દ્વારા થાય છે. આ આંકડો દર વર્ષે જન્મ લેનારા 13 કરોડ બાળકોનો 0.3% બેસે છે. 

આઈવીએફ અને આઈસીએસઆઈ કહેવાતી બન્ને પદ્ધતિના ઉપયોગથી ટેસ્ટ ટ્યૂબ બેબીનું સર્જન કરવામાં આવે છે. આઈવીએફ પદ્ધતિમાં અંડાણુ અને શુક્રાણુ બન્નેને એક પેટ્રી ડિશમાં ફર્ટિલાઇઝ્ડ કરવામાં આવે છે, જ્યારે આઈસીએસઆઈ પદ્ધતિમાં શુક્રાણુને એક ઇંજેક્શેન દ્વારા અંડાણુમાં ડાયરેક્ટ ફર્ટિલાઇઝ્ડ કરી દેવાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી