નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો શું 3 D મેપિંગ? દેશની પ્રાઇવસી મોટો ખતરો

અત્યાર સુધી દુનિયાના ૨૦ શહેરોનું મેપીંગ થઇ ચુકર્યું છે. તેની તસવીરો ૧૬૦૦ ફુટની ઉંચાઇએથી લેવાઇ છે. સી૩ કંપની મુજબ આ ટેકનીક કંઇક એવી છે જેથી ગુગલ ઉલ્કાપીંડ પર જઇને તસવીરો લઇ રહ્યું હોય.


જો આપ માનતા હો કે ટેકનિકથી માનવજીવન સરળ અને સુરક્ષિત થઇ ગયું છે તો એક વખત ફરી વિચારી લેજો. ટેકનીકની જાણીતી અમેરીકી કંપનીઓ હવે સૈન્ય સ્તરના એવા શક્તિશાળી કેમેરા યૂઝ કરી રહી છે જેનાથી ઘરની અંદર પણ નજર કરી શકે છે. ગૂગલ અને એપ્પલ પણ એવા જ નવા હાઇટેક મેપિંગ પ્લાનનો ઉપયોગ કરવા જઇ રહી છે જે તારાના પ્રકાશમાં પણ ઘરોની બારીની અંદર સુધી ઝાંખી શકે. જાહેર છે કે મેપિંગ સુવિધા ના નામ પર આ ટેકનિકના ઉપયોગથી પ્રાઇવસી પર ખતરો તોળાઇ રહ્યો છે.



સૈન્ય ખુફિયા જેવી મજબૂત : આ ટેકનિક એવી રીતની છે કે, જેવી ઇન્ટેલજિન્ટ ઇજન્સીઓ અફઘાનિસ્તાનમાં આતંકવાદી થાણાઓને ઓળખવામાં ઉપયોગી થઇ રહી છે. ગૂગલે માન્યુ પણ છે કે તેણે શહેરો પરથી એવા પ્લેન પસાર કર્યા છે, જ્યારે એપ્પલનું કહેવું છે કે,તેણે આવી ફર્મ ખરીદી છે જે આકાશી જાસૂસી કરવામાં માહેર છે.


શું છે તેમની યોજના : સર્ચ એન્જિનના બેતાજ બાદશાહ ગુગલ સ્પાઇ પ્લેનનો ઉપયોગ કરીને ૩ડી મેપ બનાવશે. તેમાં સેટેલાઇટમાંથી લેવામાં આવેલી ગૂગલ અર્થ વાળી ઇમેજથી વધારે ડિટેલ હશે. ગૂગલને આશા છે કે આ વર્ષના અંત સુધીના શહેરો અને કસબાઓનું ૩ડી કવરેજ પૂરું થઇ જશે. તેની કુલ વસ્તી ૩૦ કરોડ હશે. જો કે આ શહેરો ક્યા હશે તે વિશે ગૂગલે કોઇ જાણકારી નથી આપી. જ્યારે એપ્પલ, આઇફોન અને બાકી ડિવાઇસ માટે પોતાના નવા મેપીંગનો ખુલાસો જલદી કરશે. તેમાં પ્રાઇવસી સેફગાર્ડ પણ સાથે હશે. તેના ૩ડી મેપ પહેલી વખત ઊંચી ઇમારતોની સાઇડની દીવાલો પણ દેખાડી શકાશે. જેમ કે, બગિ બેન કલોક ટાવર.


પ્રાઇવસી ખતરામાં : નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેકનિક ખતરનાક પગલું છે. નેકસ્ટ જનરેશન ના મેપ ઘરની ચાર દીવાલો ની અંદર પણ દાખલ નહિ થવા દે. વિચારો આપ પોતાના ઘરના બગીચા કે છત પર સનબાથ પણ નહિ લઇ શકો. એ જ ડર રહેશે કે ક્યાંય ગૂગલ કે એપ્પલ નું પ્લેન તમારી તસવીરો તો નથી લઇ રહ્યું ને.


એપ્પલ છે નવું ખેલાડી : એપ્પલ આના પહેલા પોતાની મેપીંગ સર્વિસ માટે ગુગલનો ઉપયોગ કરતુ હતું. પણ ગયા વર્ષે તેણે સી ૩ ટેક્નોલોજી ખરીદી લીધું. આ ૩ડી મેપીંગ કરતી કંપની છે, જે એરો સ્પેસ એન્ડ ડિફેન્સ કંપની સીબ એબીની બનાવેલી ટેકનીક નો ઉપયોગ કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી