નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યક્તિત્વને પ્રયત્નપૂર્વક સુધારી શકાય છે

માનવીએ માનવીએ વ્યક્તિત્વ બદલાતું હોય છે. મનોવૈજ્ઞાનિકો હંમેશ આ વ્યક્તિત્વ ઉપર શોધખોળ અને અવલોકન કરતા રહેતા હોય છે. કોઈ એક વ્યક્તિત્વને સ્પષ્ટપણે આંકી શકવું ઘણું અઘરું છે. પરિણામે વ્યક્તિને અમુક જ વ્યક્તિત્વ ધરાવે છે એવું કહેવું શક્ય નથી છતાં મનોવૈજ્ઞાનિકોએ અમુક વ્યક્તિત્વના અમુક વર્ગીકરણે વર્ગ નક્કી કર્યા છે તેમાં ‘‘છ ’’ અને ‘‘મ્ ’’ પ્રકારના વ્યક્તિત્વને જગતભરમાં સ્વીકારવામાં આવ્યા છે.
વાંચક મિત્રો, પ્રમાણિકતાથી તમારા વ્યક્તિત્વને ઓળખવા પ્રયત્ન કરો. તમારા મિત્રો, કુટુંબીજનો અને કર્મસાથીઓ જે તમારા વિષે સામાન્યપણે વિચારો પ્રગટ કરતા હોય, તમને સલાહસૂચનો આપતા હોય તેના ઉપરથી તમારા વ્યક્તિત્વમાં ક્યા સુધારાની જરૂર છે તેનો વિચાર કરી તે પ્રમાણે તમારા વ્યક્તિત્વને વધારે અસરકારક બનાવી શકો છો. તમારા વ્યક્તિત્વને માટે બીજા સલાહસૂચનો આપી શકે પરંતુ તમારી જાતને ફક્ત તમે જ સુધારી શકો છો. વ્યક્તિત્વ સુધાર માટે દ્રઢ નિરધાર કરી ગંભીરતાથી પગલાં લેવા પડે છે. પડી ગયેલી ખરાબ આદતોને સુધારવી ખૂબ અઘરી હોય છે. સુધરી જઈશ તે બોલવું સહેલું છે પણ સુધરવું ખૂબ અઘરું છે.
ટાઈપ ‘એ’ (છ) વ્યક્તિત્વ ઃ
આ પ્રકારની વ્યક્તિઓ અતિ સ્પર્ધાત્મક હોય છે. તેઓ પડકારો સ્વીકારવા તૈયાર હોય છે અને સાથે સાથે અતિ કામગરા હોય છે. તેઓ નવરા બેસી શકતા નથી. નવરા પડતાની સાથે જ તેઓ અસ્વસ્થ થઈ જાય છે. પડકાર આવતાં જ આ વ્યક્તિઓ તુર્તજ કાર્ય શરૂ કરે છે. તેઓનું આયોજન થોડું ઊતાવળુ હોય છે. નિર્ણયો પણ ઊતાવળમાં લે છે પરિણામે પાછળથી ઘણી વખત નુકસાન જતું હોય છે પરંતુ તેઓ બાજી પણ તુર્તજ સંભાળી લેતા હોય છે. હારને જીતમાં ફેરવવા સતત પ્રયત્ન કરતા હોય છે.
તેમનું વ્યક્તિત્વ જોમવાળું હોય છે. તેઓના નિશ્ચયો કોઈવાર બીજાઓને તરંગી લાગતા હોય છે પરંતુ આ નિશ્ચયો લેવામાં તે કોઈ પરિણામની આશા રાખતો હોય છે અને જીતલક્ષી હોય છે. આ પ્રકારની વ્યક્તિ એક જ સ્થાને બેસી રહેવામાં માનતો નથી. તે હંમેશ બઢતીની આશા રાખતો હોય છે, પ્રગતિની આશા રાખતો હોય છે અને જીવનમાં આગળ ધપતો રહે છે. હાર મળતાં, નિષ્ફળતા મળતાં તે નિરાશાને ખંખેરી ફરી નવા કાર્યને શરૂ કરી દેતો હોય છે.
આ પ્રકારની વ્યક્તિઓ સમયપાલનમાં માનતી હોય છે. તેઓને સમય બગાડ ગમતો નથી. પરિણામે કાર્યને સમયમાં પૂર્ણ કરવામાં માને છે અને બીજાઓને પણ સમયમર્યાદામાં કામ કરવા માટે ઉત્તેજિત કરે છે. સ્વર્ગસ્થ દેવાનંદ આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હતા.
‘‘મ્ ’’-બ પ્રકારનું વ્યક્તિત્વ ઃ
આ વ્યક્તિઓ પોતાનું કાર્ય ધીરજથી આગળ ધરાવતા રહે છે. અને કાર્યને પદ્ધતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે કરતા હોય છે. તેઓ સ્પર્ધાને ભાગ્યે જ ઉત્તેજન આપતા હોય છે અને ખોટી સ્પર્ધાથી દૂર રહેતા હોય છે. કાર્ય આગળ વધવું જોઈએ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ તેવું દ્રઢપણે માનતા હોય છે અને ખોટી ઉતાવળ કરતા હોતા નથી. નિર્ણયો લેવામાં સમય લેતા હોય છે પણ નિર્ણયો સમજપૂર્વકતા અને ભવિષ્યનાં દરેક પાસાંનો વિચાર કરી, પરિણામોને ઘ્યાનમાં રાખી લેવામાં આવતા હોય છે પરિણામે તેઓને ભાગ્યે જ નિર્ણય માટે પસ્તાવું પડે છે.
તેઓ ભાગ્યેજ ગુસ્સે થતા હોય છે અને ગુસ્સે થાય તો ઠંડા પણ જલ્દી પડી જતા હોય છે અને પોતાની ભૂલથી ગુસ્સો થયો હોય તો માફી માંગતા અચકાતા નથી. માનવ સંબંધો જાળવવાનું તેમના માટે વધારે અગત્યનું હોય છે.
આ વ્યક્તિઓ પોતાના આરામ સમયને માણી શકતા હોય છે અને ખૂબ જ સ્વસ્થપણે આનંદથી સમયને પસાર કરી શકતા હોય છે. તેઓ કાર્ય કરે રાખે છે અને પ્રતિષ્ઠતા મળવી જ જોઈએ તેવું માનતા નથી. ઘણી વખત આવી વ્યક્તિઓના કાર્યની પ્રતિષ્ઠતા સ્વાર્થી માનવીઓ પોતાના નામે ચઢાવી દેતા હોય છે. આવી વ્યક્તિઓને બીજાઓ માટે મળવું સરળ થઈ પડે છે અને આયોજનમાં બાંધછોડ કરવાની જરૂર હોય તો તેનો સરળતાથી સ્વીકાર કરી લેતા હોય છે.
સ્વ. મહમદ રફી આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હતા. પૈસા, પ્રતિષ્ઠા અને સ્પર્ધાનો વિચાર કર્યા સિવાય પોતાના કાર્યને પ્રમાણિકતાથી ફરજ સમજી સ્વીકારી લીઘું હતું માટે જ તેમના માટે ભાગ્યે જ કોઈને ફરિયાદ હતી અને દરેક વ્યક્તિ તેમના માટે માન અને ગર્વ ધરાવે છે.
ઉપરના મુખ્ય બે વ્યક્તિત્વ સિવાય અમુક વ્યક્તિઓ આક્રમક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ અભિમાની, ક્રોધી અને આત્મકેંદ્રી હોય છે. આવી વ્યક્તિઓ ખૂબ જ અસલામતી ભોગવે છે અને માનવ સંબંધો બગાડે છે. તેઓને કોઈ પણ રીતે સફળતા મેળવવી હોય છે. હીટલર આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતો હતો.
ઘણી વ્યક્તિઓ આજ્ઞાધારક વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ હુકમના પાલનમાં જ માનતા હોય છે અને અન્યાય સહન કરવામાં વફાદારી સમજતા હોય છે. તેઓ ભાગ્યે જ આંખ મેળવીને વાત કરી શકતા હોય છે.
ઘણી વ્યક્તિઓ સ્વમાની વ્યક્તિત્વ ધરાવે છે. આવી વ્યક્તિઓ ન્યાયી વર્તનને જ અગત્યતા આપે છે. તેઓ કોઈને અન્યાય કરતા નથી અને અન્યાય સહન પણ કરતા નથી. નિખાલસતા તેમનો મોટો ગુણ હોય છે. એકતા ટકાવી રાખવા માટે હંમેશ પ્રયત્ન કરતા હોય છે. મિત્રો, તમારા વ્યક્તિત્વનો અભ્યાસ કરી તેને એક સારા દાખલારૂપ બનાવવા પ્રયત્ન કરતા રહો

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી